For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સામે ઇંગ્લેન્ડની 237 રનની સરસાઇઃ જાણો રસપ્રદ વાતો

By Super
|
Google Oneindia Gujarati News

લંડન, 17 ઑગસ્ટઃ લંડનના ધ ઓવલ મેદાન ખાતે રમાઇ રહેલી શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસની રમતપૂર્ણ થઇ ત્યાં સુધી ઇંગ્લેન્ડે સાત વિકેટ ગુમાવીને 385 રન બનાવી લીધા છે. આ સાથે જ ઇંગ્લેન્ડે ભારત પર 237 રનની સરસાઇ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડ તરફથી રૂટ 92 રન સાથે રમતમાં છે જ્યારે જોર્ડન 19 રન સાથે તેને સાથ આપી રહ્યો છે.

બેટિંગમાં ફ્લોપ પ્રદર્શન કર્યા બાદ બોલિંગમાં પણ ભારત નબળું પૂરવાર થયું છે, જેના કારણે ઇંગ્લેન્ડે ભારત સામે 237 રનની જંગી સરસાઇ મેળવી લીધી છે અને ભારત પર હારનું સંકટ ઘેરાઇ રહ્યું છે. ઇંગ્લેન્ડની બેટિંગ અંગે વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડે 62 રનના સ્કોરથી પોતાની બીજા દિવસની રમત શરૂ કરી હતી. ઇંગ્લેન્ડ તરફથી કૂક 79, રોબ્સન 37, બેલેન્સ 64, બેલ 7, રૂટ 92, મોઇન અલી 14, બટ્લર 45, વોએક્સ 0 અને જોર્ડન 19 રન બનાવ્યા છે. ભારત તરફથી ઇશાંત શર્મા, વરુણ એરોન અને અશ્વિને બે-બે વિકેટ મેળવી છે, જ્યારે ભુવનેશ્વર કુમારે એક વિકેટ લીધી હતી. આ મેચ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતોને તસવીરો થકી જાણીએ.

આ પણ વાંચોઃ- ઓવલમાં ભારતનું કંગાળ પ્રદર્શન યથાવતઃ જાણો રસપ્રદ વાતો
આ પણ વાંચોઃ- સુકાની ધોનીએ બનાવી નાંખ્યા આ રેકોર્ડ

પહેલા દિવસની રમત

પહેલા દિવસની રમત

પહેલા દિવસની રમત અંગે વાત કરીએ તો ભારતે પહેલા બેટિંગ કરતા 148 રન બનાવ્યા હતા. જેમાં વિજય 18, ગંભીર 0, પૂજારા 4, કોહલી 6, રહાણે 0, ધોની 82, બિન્ની 5, અશ્વિન 13, ભુવનેશ્વર કુમાર 5, વરુણ એરોન 1 અને ઇશાંત શર્માએ 7 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જોર્ડન અને વોએક્સે 3-3, એન્ડરસન અને બ્રોડે 2-2 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડે પહેલા દિવસે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 62 રન બનાવ્યા હતા.

ભારત વિરુદ્ધ સૌથી વધુ રન

ભારત વિરુદ્ધ સૌથી વધુ રન

ભારત વિરુદ્ધ સૌથી વધુ રન કરનાર ઇંગ્લેન્ડ ખેલાડીની વાત કરવામાં આવે તો એલિસ્ટર કૂકે ગ્રાહમ ગૂચને પાછળ રાખી દીધા છે. એલિસ્ટર કૂકે ભારત સામેની 20 મેચમાં 54.21ની એવરેજ સાથે 1735 રન બનાવ્યા છે, તેનો સર્વાધિક સ્કોર 294 રન છે.

38 ઓવર બાદ સ્પિનર

38 ઓવર બાદ સ્પિનર

ભારતે 2001થી લઇને અત્યારસુધીમાં છ વખત 38 ઓવર પછી સ્પિનર પાસે બોલિંગ કરાવી છે, આ વર્ષે ભારતે આ ત્રીજીવાર કર્યું છે.

આવું થાય ત્યારે ઇંગ્લેન્ડ 11 વખત હાર્યું છે

આવું થાય ત્યારે ઇંગ્લેન્ડ 11 વખત હાર્યું છે

વિરોધ ટીમ દ્વારા પોતાની પહેલી ઇનિંગમાં 150 કરતા ઓછા રન કરવામાં આવ્યા હોય તેવી 11 મેચોમાં ઇંગ્લેન્ડનો પરાજય થયો છે. જ્યારે આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાને સાત વખત પરાજયનો સામનો કરવો પડ્યો છે.

English summary
Joe Root slammed an unbeaten 92 as England took a substantial first innings lead of 237 runs on the second day to tighten their grip on the fifth and final Test against a hapless India here today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X