For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુકાની ધોનીએ બનાવી નાંખ્યા આ રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

લંડન, 16 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડ સામે ધ ઓવલ ખાતે રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે ભલે ખરાબ બેટિંગનું પ્રદર્શન કર્યું હોય અને ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 148 રન બનાવી શકી હોય, પરંતુ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.

ઇંગ્લેન્ડના ઝડપી બોલર્સ સામે એક તરફ જ્યાં ટીમ ઇન્ડિયાના અનેક બેટ્સમેન નતમસ્તક થઇને પેવેલિયન તરફ જઇ રહ્યાં હતા ત્યારે બીજી તરફ ધોની ઇંગ્લેન્ડના બોલર્સ સામે એકલા હાથે જંગ લડી રહ્યો હતો. 33 વર્ષિય સુકાનીએ 140 બોલનો સામનો કરીને 15 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા હતા. નોંધનીય છેકે તેણે જેટલો વ્યક્તિગત સ્કોર બનાવ્યો છે, તેટલા તો આખી ટીમ ઇન્ડિયા પણ બનાવી શકી નથી. તે જ્યારે બેટિંગ માટે ક્રિઝ પર આવ્યો ત્યારે ભારતે 28 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. તો ચાલો તસવીરો થકી ધોનીએ કરેલા રેકોર્ડ પર એક નજર ફેરવીએ.

ટીમ કરતા વધુ સ્કોર બનાવનાર પહેલો ભારતીય સુકાની

ટીમ કરતા વધુ સ્કોર બનાવનાર પહેલો ભારતીય સુકાની

ધોનીએ શુક્રવારે ભારતની પહેલી ઇનિંગમાં 82 રન બનાવ્યા હતા. આખી ટીમે પહેલી ઇનિંગમાં જેટલા રન બનાવ્યા તેના કરતા વધારે રન બનાવનાર તે પહેલો ભારતીય સુકાની બન્યો છે. ટીમના કુલ ટોટલ સ્કોરમાં ધોનીનું યોગદાન 55.4 ટકા રહ્યું છે. ધોનીએ 82 રન બનાવ્યા છે, જ્યારે અન્ય 10 ખેલાડીઓનો કુલ સ્કોર 59 રહ્યો છે.

પહેલો વિકેટકીપર સુકાની

પહેલો વિકેટકીપર સુકાની

ટીમના કુલ સ્કોરમાં 55.4 ટકા જેટલા રનનું યોગદાન આપનાર પહેલો વિકેટકીપર સુકાની પણ બની ગયો છે.

ઇંગ્લેન્ડ વિરુદ્ધ 15 વખત સુકાની

ઇંગ્લેન્ડ વિરુદ્ધ 15 વખત સુકાની

આ સાથે જ ધોનીએ અન્ય એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ મેચમાં સુકાની પદ સંભાળનાર તે પહેલો સુકાની બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ સુનિલ ગાવસ્કરના નામે હતો, જેમણે 14 ટેસ્ટમાં નેતૃત્વ કર્યું હતું.

ગાંગુલીના રેકોર્ડની બરાબરી

ગાંગુલીના રેકોર્ડની બરાબરી

આ સાથે ધોનીએ વધુ એક રેકોર્ડની બરાબરી કરી છે, ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં નેતૃત્વ કરવાના મામલે તે સૌરવ ગાંગુલીની બરોબર થઇ ગયો છે. સૌરવ ગાંગુલીએ 28 મેચોમાં નેતૃત્વ કર્યું હતું. જ્યારે ધોનીએ અઝહરના 27 ટેસ્ટ મેચોના રેકોર્ડને તોડી નાંખ્યો છે.

English summary
Indian captain MS Dhoni set records during the first day of the fifth Test against England at The Oval here Friday. It was a forgettable day for the team but Dhoni's knock was the lone bright spot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X