For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પોટ ફિક્સિંગ : પોલીસે 31 કોલ ઇન્ટરસેપ્ટ કરતા દાઉદ સાથે કનેક્શન નીકળ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 મે : આજે દિલ્હી પોલીસે ફોડેલા સ્પોટ ફિક્સિંગમાં ત્રણ ભારતીય ક્રિકેટરોનું નામ ખુલ્યા બાદ એક પછી એક કદીઓને જોડીને નવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. પોલીસે આપેલી માહિતી અનુસાર ફિક્સિંગનાં તાર દુબઈ, અમદાવાદ, કરાંચી અને જયપુર સાથે જોડાયા છે. જુપિટર નામનો બુકી રાજસ્થાન રોયલ્સનાં સાતથી આઠ ખેલાડીઓનાં સંપર્કમાં હતો. હજુ પણ કેટલાક ખેલાડીઓની આ કેસમાં ધરપકડ થઈ શકે છે. છેલ્લા બે અઠવાડિયામાં સટોડિયાઓ વિરૂદ્ધ મુંબઈ પોલીસની કાર્યવાહી ચાલી રહી હતી. ગઈકાલે, 15 મેએ પણ ત્રણ જેટલા બુકીને અરેસ્ટ કરાયા હતા.

વાંચો : ક્રિકેટર્સ જેમને મેચ ફિક્સિંગ માટે બેન કરાયા

ipl-match

બપોરે બાર વાગીને 20 મિનિટથી અંદાજે સાંજે પાંચ વાગ્યા સુધી 28 ફોન હોટલ ટ્રાઈડેન્ટથી દિલ્હી કરવામાં આવ્યા હતા. પોલીસે અંદાજે 31 મોબાઈલ ફોન ઈન્ટરસેપ્ટ કર્યા હતા. ગઈકાલે બપોરે બાર વાગ્યાની આસપાસ ટ્રાઈડેન્ટ હોટલમાં આમને મળવા અય્યર નામનો વ્યક્તિ પહોંચ્યો હતો.

દિલ્હી પોલીસે આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં સટોડિયા જનાર્દન, અમિત સિંહ, એન.એસ.નૈયરની ધરપકડ કરી છે. આ પહેલા મુંબઈ પોલીસે 14 મેએ મંગળવારે રમેશ વ્યાસ નામનાં બુકીને પકડ્યો હતો, તેણે સ્પષ્ટતા કરી હતી કે જુપીટર, બંટી અને કોઠારી ત્રણ સટોડિયા દ્વારા આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ કરાવાઈ રહી છે. જુપીટર, બંટી અને કોઠારી ત્રણેય ડી-ગેંગનાં છે અને દુબઈથી ઓપરેટ કરે છે. મળતી માહિતી પ્રમાણે રમેશ વ્યાસનાં કહ્યા બાદ જુપીટર, બંટી અને કોઠારીનાં ફોન ટેપ કરાયા હતા.

દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમનું આ સિક્રેટ ઓપરેશન હતુ. જેનાં વિષે પોલીસ કમિશનર, સ્પેશિયલ સીપી અને સંયુક્ત સીપી, ડીસીપી સિવાય બાકી કોઈને આ મિશન અંગે જાણકારી નહોતી, કોઈને ખબર નહોતી કે આ ટીમ રેડ માટે ક્યાં જઈ રહી છે.

English summary
Spot Fixing : Police intercept mobile 31 calls linked to Dawood gang.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X