For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટેરા ટેસ્ટઃ ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડ 340/5

|
Google Oneindia Gujarati News

pragyan-ojh
અમદાવાદ, 18 નવેમ્બરઃ અમદાવાદના મોટેરા ખાતે રમાઇ રહેલી ટેસ્ટના ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવીને 340 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ પર હજુ ભારતની 10 રનની સરસાઇ છે. એક સમયે ભારતીય બોલરોએ વેધક બોલિંગ કરતા એવું જણાઇ રહ્યું હતું કે, ભારત ચોથા દિવસની રમત પૂર્ણ થાય તે પહેલા ઇંગ્લેન્ડને સંપૂર્ણ રીતે દબાણમાં લાવી દેશે, પરંતુ એલીસ્ટર કૂક 168 રન અને પ્રાયરની 84 રનની અણનમ ઇનિંગે ભારતીય બોલરોની આશા પર પાણી ફેરવી દીધું છે.

આ પહેલા 111 રનની ઇનિંગને આગળ વધારી રહેલી ઇંગ્લેન્ડની ટીમને પ્રથમ ઝટકો ઝહીર ખાને પહોંચાડ્યો હતો. ઝહીરે કોમ્પટોનને 37 રન પર એલબી આઉટ કર્યો હતો. ત્યાર બાદ ઓઝાએ ટ્રોટ(17) અને પીટરસન(2)ની વિકેટ મેળવી ઇંગ્લેન્ડ પર દબાણ વધારવાનો પ્રયાસ કર્યો છે. યાદવે બેલને 22 અને પટેલને શુન્ય રન પર એલબી આઉટ કર્યો છે. બીજી તરફ એલીસ્ટર કૂકએ શાનદાર ઇનિંગ રમતા અણનમ 168 રન બનાવ્યા છે. જેમાં તેમણે 20 ચોગ્ગા ફટકાર્યા હતા, જ્યારે પ્રાયરે અણનમ 84 રન બનાવ્યા છે જેમાં 10 ચોગ્ગા સામેલ છે.

ત્રીજા દિવસની રમત

આ પહેલા ત્રીજા દિવસની શરૂઆતમાં ટર્નિગ પિચ પર ભારતીય સ્પિનર્સ સામે અંગ્રેજી બેટ્સમેનોનું સમર્પણ ત્રીજા દિવસે પણ ચાલું રહ્યું હતું. સૌથી પહેલા પીટરસનને ઓઝાએ બોલ્ડ કર્યો, પછી ઇયાન બેલની વિકેટ પણ ઓઝાએ લીધી. પીટરસને 17 જ્યારે બેલે 0 રન બનાવ્યા હતા. ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 69 હતો. ત્યાર બાદ અશ્વિને એલિસ્ટર કૂકની વિકેટ લીધી. કૂક 41 રનના વ્યક્તિગત સ્કોર પર સેહવાગના હાથે ઝલાઇ ગયો હતો. ઇંગ્લેન્ડને સાતમો ઝટકો ઉમેશ યાદવે આપ્યો હતો તેણે પટેલને એલબી આઉટ કર્યો હતો. બ્રેસનને આઠમી વિકેટના રૂપમાં ઓઝાનો શિકાર થયો હતો. જ્યારે નવમી વિકેટ ઝહીર ખાને બ્રોડની અને અંતિમ વિકેટ ઓઝાએ પ્રાયરના રૂપમાં લીધી હતી.

બીજા દિવસની રમત

મેચના બીજા દિવસે ભારતના 8 વિકેટે 521 રનના જવાબમાં ઇંગ્લેન્ડની હાલત કથળી ગઈ છે અને દિવસના અંતે તેનો સ્કોર 3 વિકેટે 41 રન હતો. ભારતે ચેતેશ્વર પુજારાની બેવડી સદી સાથે બીજા દિવસે 521 રનનો જંગી સ્કોર ઊભો કર્યો અને પછી કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ દાવ ડિક્લેર કરી નાંખ્યો. ભારતના જંગી સ્કોર સામે ઈંગ્લેન્ડે શરૂઆત તો થોડી આક્રમક અંદાજમાં કરી હતી. પરંતુ બાદમાં ભારતીય સ્પિનરોએ શરૂઆતમાં જ પોતાની ફિરકીનો જાદૂ દેખાડ્યો. અશ્વિને સૌપ્રથમ નિક કોમ્પટનને સુંદર બોલ પર 9 રને બોલ્ડ કર્યો હતો. તે પછી દિવસ પૂરો થવામાં થોડા સમયની વાર હતી તેથી ઈંગ્લેન્ડે નાઈટ વોચમેન તરીકે જેમ્સ એન્ડરસનને બેટિંગમાં ઉતાર્યો હતો. પરંતુ એન્ડરસન પ્રજ્ઞાન ઓઝાની ફિરકીમાં લપેટાઈ ગયો હતો અને ગંભીરના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ જોનાથન ટ્રોટ બેટિંગમાં આવ્યો હતો પરંતુ દિવસ પૂરો થાય તે પહેલા અશ્વિને તેને પણ પૂજારાના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. ટ્રોટ ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો. આમ, હાલમાં ભારતે મેચ પર પોતાની પકડ બનાવી લીધી છે. જ્યારે ઈંગ્લેન્ડ મુશ્કેલીમાં આવી ગયું છે.

પહેલા દિવસની રમત

ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દિવસે ભારતે ઇંગ્લેન્ડની વિરુધ્ધ પહેલા દાવમાં ચાર વિકેટે 323 રન બનાવ્યા હતા. પોતાની 99મી ટેસ્ટ મેચ રમી રહેલા સહેવાગે 117 બોલમાં 117 રન બનાવ્યા હતા. આ ટેમની 23મી ટેસ્ટ સદી છે. ઇંગ્લેન્ડ તરફથી ચારે વિકેટ સ્વાને લીધી હતી. તેમણે ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલીને બોલ્ડ કર્યા હતા. જ્યારે સચિન તેંદુલકરને કેચ આઉટ કર્યા હતા. તેમણે 85 રન આપી ચાર વિકેટ લીધી હતી.

English summary
fourth day of motera test, england have lost three wicket against india in just 182 runs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X