For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Championship Badminton: સાયના નેહવાલની ધમાલ, મેળવી શાનદાર જીત

લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતનાર સાઇના નેહવાલે હૉંગકૉંગની ચેઉંગ નગન યી ની સામે જીત મેળવીને બીડબ્લ્યુએફ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયશિપમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. સાઇના નેહવાલે પહેલા રાઉન્ડની આ મેચમાં નગન યી ન

|
Google Oneindia Gujarati News

લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતનાર સાઇના નેહવાલે હૉંગકૉંગની ચેઉંગ નગન યી ની સામે જીત મેળવીને બીડબ્લ્યુએફ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયશિપમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. સાઇના નેહવાલે પહેલા રાઉન્ડની આ મેચમાં નગન યી ને 38 મીનીટમાં 21-19,21-9 થી પરાજીત કરી હતી. વિશ્વ ચેમ્પિયનશિપમાં રજત અને કાંસ્ય પદક જીતી ચૂકેલી 32 વર્ષિય ખેલાડી પ્રી ક્વૉટર ફાઇનલમાં પહોચી ગઇ છે. કેમ કે બીજા રાઉન્ડની સ્પર્ધક માજોમી ઓકુહારા ઇજાગ્રસ્ત થતા ટૂર્નામેન્ટમાથી દુર થઇ ગઇ છે. જેના લીધે સાયનાને બાય મળ્યુ છે.

SAINA NEHWAL

ત્રીસા જૉલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય મહિલા જોડીએ પણ જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ભારતીય જોડીને મલેશિયાની યેન યુઆન લો અને વેલેરી સિયાને 21-11,21-13 થી હાર આપી છે. અશ્વિની ભટ અને શિખા ગૌતમની મહિલા જોડીએ પણ ઇટલીની માર્ટિન કોર્સિની અને જુડિયા મેયરને 31 મીનીટમાં 21-8,21-14 હરાવીને બીજા રાઉન્ડમાં પહોચી ગયા છે.

સાઇના નહેવાલે સિંગાપુર ઓપનમાં જ ચીનની બિંગજિયાઓ પર જીત બાદ જ પોતાની ફોર્મ પરત મેળવાના સંકેત આપ્યા હતા. હૈદરાબાદની ખેલાડીએ મંગળવારે પણ પોતાની શાનદાર રમત દેખાડી હતી. તેણે નગન યી સામે પહેલા રાઉન્ડમાં 4-7થી પાછળ રહ્યા બાદ 12-11 ની ફરી આગલ નીકળવામાં સફળ રહી હતી.

સાઇનાને એક એક અંક મેળવવામાં ભારે મેહનત કરવી પડી હતી. પરંતુ તેણે પોતાના અંકમાં સતત આગળ રહી હતી. ત્યાર બાદ સ્કોર 19-19 પર આવી ગયો હતો. ભારતીય ખેલાડીએ ત્યાર બાદ લગાતાર બે અંક વધારીને પહેલી ગેમ પોતાને નામ કરી લીધી હતી. સાયના બીજા રાઉન્ડમાં વધુ આક્રમક બનીને મેદાનમાં ઉતરી હતી. ત્યારે નગન યી પણ સંઘર્ષ કરતી નજર આવી હતી. સાયના ઇન્ટરવલ સુધીમાં 11-6 નો સ્કોર મેળવી લીધો હતો.

વેંકટ ગૌરવ પ્રસાદ અે જૂહી દેવગનની જોડીને હારનો સામનો કરવો પડ્યો છે. આ ભારતીય જોડી ઇંગ્લેન્ડમાં ગ્રેગરી માયર્સ અને જેની મૂર સામે 10-21, 18-21 થી હારનો માસનો કરવો પડ્યો છે. કૃષ્ણ પ્રસાદ ગરાગા અને વિષ્ણુ વર્ધન ગૌડ પંજાલાની પુરુષ ડબલ જોડીને પણ ફ્રાન્સની ફૈબિયન ડેલરુ અને વિલિયમ વિલેગર સામે 14-21, 18-21 થી હારનો મળી છે. તનીષા ક્રાસ્ટો અને ઇશાન ભટનાગર પાવસમપ્રાનની 14 મો નંબર પ્રાપ્ત કરના જોડી સામે 14-21,17-21 થી હાર થઇ હતી.

English summary
Gayatri-Trisa also won the World Championship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X