For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરેન્દ્ર સહેવાગના વલણની નિંદા કરતા પૂર્વ કોચ ગ્રેગ ચેપલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

greg chappell
બેંગ્લોર, 28 સપ્ટેમ્બરઃ ભારતના પૂર્વ કોચ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની ગ્રેગ ચેપલે કહ્યું છે કે વિરેન્દ્ર સહેવાગ પોતાની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા નથી. 'ધ હિન્દુ' સમચારપત્રમાં એક કોલમમાં ચેપલે લખ્યું છે કે ભારતના કોચ પદે હતો ત્યારે સહેવાગને સાચવવાનું કામ ઘણું અઘરું હતું. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ખેલને લઇને સહેવાગના વલણની નિંદા કરી હતી.

ભારતમાં પોતાના કાર્યકાળ અંગે તેમણે કહ્યું કે સહેવાગ પોતાની શરતો પર રમનાર ખેલાડી છે. જેના કારણે તે પોતાની કુશળતાનો યોગ્યરીતે ઉપયોગ કરી શકતા નથી. હું તેનાથી નારાજ હતો, પરંતુ હું તેમને પસંદ કરતો હતો. મેં સહેવાગ અંગે એ વાત જલદી જાણી લીધી હતી કે તેમનામાં સમર્પણની ખોટ છે, જે તેમના જેવા ખેલાડીને ટોચ પર લઇ જતા અટકાવે છે. તે એ વાતથી વધારે ખુશ રહે છે જે તેમને આસાનીથી મળી જાય છે.

વર્ષ 2005થી વિશ્વકપ 2007 સુધી ભારતના કોચ પદે રહેલા ચેપલે આગળ લખ્યું છે કે, હું તેમની ફિટનેસ પરેશાન રહેતો હતો. ફિટનેસ પર તે વઘું મહેનત કરતા નથી. જો કે, તે એક સારા બેટ્સમેન અને ઓફસ્પિન બોલર પણ છે.

ચેપલે લખ્યું છે કે, સહેવાગ ટીમના સુકાની બનવા ઇચ્છે છે અને તેમની પાસે તેની યોગ્યતા પણ છે, પરંતુ તેમણે દરેક તકનો લાભ લેવો પડશે. જે તે કરી રહ્યાં નથી. સહેવાગના વલણ સામે પ્રશ્નો ઉઠાવતાં ચેપલે કહ્યું કે, જ્યારે હું ભારતનો કોચ હતો ત્યારે તે મોટો સ્કોર બનાવવાના બદલે પોતાના સ્ટ્રાઇક રેટને લઇને વધારે ગંભીર હતા. જેના કારણે તે પહેલા બોલથી જ શોટ ફટકારવાનું શરૂ કરી દેતા હતા અને જ્યારે ટીમને તેમની પાસેથી મોટા સ્કોરની આશા રહેતી ત્યારે તે જલદી આઉટ થઇ જતા હતા.

નોંધનીય છે કે ચેપલ આ પહેલાં પણ ટીમ ઇન્ડિયાને લઇને કેટલાક વિવાદિત નિવેદન કરી ચૂક્યાં છે. હવે તેમના આ નિવેદન પછી સહેવાગ કેવા પ્રકારની પ્રક્રિયા આપશે તે જોવાલાયક બાબત હશે.

English summary
Former India coach Greg Chappell has revealed how he had to go through a frustrating time handling Virender Sehwag who he feels is in danger of squandering his God given talent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X