For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રિકોણીય શ્રેણી : સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે ભુવનેશ્વરની પસંદગી

|
Google Oneindia Gujarati News

bhuvneshwar kumar
પોર્ટ ઓફ સ્પેન, 12 જુલાઇ : વેસ્ટઇન્ડિઝમાં ગુરુવારે સમાપ્ત ત્રિકોણીય એકદિવસીય શ્રેણી ભારતે જીતી લીધી. આની સાથે ભારતના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને ટુર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભુવનેશ્વરને પુરસ્કાર તરીકે પોલારિસ કાર એનાયત કરવામાં આવી છે.

ભારતે ગુરુવારે શ્રીલંકાને એક વિકેટથી હરાવીને ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસલ કર્યું છે. મેચનો નિર્ણય છેલ્લી ઓવરમાં થયો. કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી ઓવરમાં ચાર બોલમાં 15 રન બનાવીને ટીમને જીત અપાવી દીધી.

ભુવનેશ્વરને ટુર્નામેન્ટના ચાર મેચોમાં કુલ 10 વિકેટ લીધી અને તેઓ શ્રીલંકાના રંગના હેરાથની સાથે સૌથી વધારે વિકેટ લેનાર બોલર રહ્યા. હેરાથની શ્રેષ્ઠ બોલર તરીકે પસંદગી કરાઇ છે. ભારતના સલામી બેટ્સમેન રોહિત શર્માને 'મોસ્ટ ટ્રસ્ટેડ પ્લેયર'નું પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું. જ્યારે પોતાના 45 રનોના પારી માટે કપ્તાન ધોનીને ફાઇનલમાં મેન ઓફ ધ મેચ જાહેર કરાયા. રોહિતે ફાઇનલમાં 58 રનોની શાનદાર પારી ખેલી.

શ્રીલંકાના ઉપુલ થરંગા અને પોતાની 400મી મેચ રમનાર માહેલા જયવર્ધનેને 'પરફેક્ટ પાર્ટનરશિપ' પુરસ્કાર આપવામાં આવ્યો. આ દિવસોમાં ભારતની સામે 200 રનોથી વધારેની ભાગીદારી નીભાવી હતી. થરંગાએ સૌથી વધારે 223 રન બનાવ્યા જ્યારે રોહિત 217 રનોની સાથે બીજા સ્થાન પર રહ્યા.

શ્રીલંકાઇ કપ્તાન એન્જેલો મેથ્યૂઝને 'મોસ્ટ ફ્લેક્સિબલ પ્લેયર'નો પુરસ્કાર મળ્યો. જ્યારે વેસ્ટઇન્ડિઝનના ડારેન બ્રાવોને સારી ફિલ્ડીંગ માટે 'સેફ હેન્ડ્સ' પુરસ્કાર આપવામાં આવ્યું.

English summary
In Tri series Bhuvneshwar kumar announced as best player.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X