For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વકપ 2015: ટીમ ઇન્ડિયા ફેવરિટ, જાણો કોન કેટલું શક્તિશાળી

|
Google Oneindia Gujarati News

2015માં રમાનારા વિશ્વકપને હવે બહું છેટુ નથી, 154 દિવસ બાદ ક્રિકેટ જગતનું વિશ્વયુદ્ધ શરૂ થઇ જશે, જેમાં અનેક દેશો ક્રિકેટના મેદાન થકી એકબીજાને પરાસ્ત કરીને વિશ્વકપ ટાઇટલ પોતાના નામે કરશે. આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાએ અનેકવાર પોતાના સામર્થ્યના જોરે ચાર વખત આ ટાઇટલ જીત્યું છે. પહેલો વિશ્વકપ 1975માં રમાયો હતો. તેનું આયોજન ઇંગ્લેન્ડમાં થયું હતું. જેમાં વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 17 રને હરાવીને પહેલો વિશ્વકપ જીત્યો હતો. બીજો વિશ્વકપ પણ વેસ્ટ ઇન્ડિઝ જીતી ગયું હતું અને ઇંગ્લેન્ડને 92 રનથી હરાવ્યું હતું.

1983માં પહેલીવાર ભારતે વિશ્વ ક્રિકેટનું ધ્યાન પોતાની તરફ ખેંચતા વેસ્ટ ઇન્ડિઝને 43 રનથી ભારત વિજયી બન્યું હતું. 1987માં ઓસ્ટ્રેલિયા પહેલીવાર વિશ્વકપ જીત્યું હતું અને 1999થી 2007 સુધી ઓસ્ટ્રેલિયા સળંગ ત્રણ વખત વિશ્વકપ જીત્યું હતું. આ વખતનો વિશ્વકપ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજાવાનો છે. જોકે આ વખતે ભારતને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારતે 2011નો વિશ્વકપ જીત્યો હતો અને આ વખતે પણ તેનું પલળું ભારે છે, તો ચાલો 10 ટેસ્ટ ક્રિકેટ રમતા રાષ્ટ્રોની વિશ્વકપની તૈયારી પર એક નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- ગુમનામ થઇ ગયા ટીમ ઇન્ડિયાના આ 14 ક્રિકેટર્સ
આ પણ વાંચોઃ- આ સુંદરીઓ લગાવે છે ભારતીય સ્પોર્ટ્સમાં ગ્લેમરસનો તડકો

ભારત

ભારત

ટીમ ઇન્ડિયા અંગે વાત કરીએ તો મહેન્દ્ર સિંહ ધોનીએ વનડે ક્રિકેટમાં ભારતીય ટીમમાં નિર્ભયતાનો સંચાર કર્યો છે. વનડેમાં ટોપ રેન્ક્ડ ધરાવતી આ ટીમ ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ફિલ્ડિંગની વાત કરવામા આવે તો ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગ ઘણી જ સારી છે. બેટિંગ અંગે જો નજર ફેરવીએ તો આઇપીએલના કારણે ભારતના મોટાભાગના બેટ્સમેનોને વિશ્વના જાણીતા વેધક બોલર્સ સામે રમવાનો સતત અનુભવ મળી રહ્યો છે. જૂનિયર બેટ્સમેન આઇપીએલ થકી ડેલ સ્ટેન અને મિશેલ જ્હોનસન જેવા બોલરનો સામનો સારી રીતે કરી રહ્યાં છે. બોલિંગની વાત કરવામાં આવે તો ભારત પાસે અનેક ભુવનેશ્વર કુમાર સહિત અનેક યુવા અને અનુભવી બોલર્સ છે, જોકે તેમ છતાં ભારત પોતાના સ્પિન પાવરને સાથે રાખીને વિશ્વકપમાં પોતાનો કમાલ દર્શાવવાનો પ્રયાસ કરશે, જેવો તેણે 2011માં દર્શાવ્યો હતો.

દક્ષિણ આફ્રિકા

દક્ષિણ આફ્રિકા

શ્રીલંકા અને ઝિમ્બાવ્વે સામેની શ્રેણી અને ઓસ્ટ્રેલિયા સાથેની ત્રિકોણીય શ્રેણીમાં સારા પ્રદર્શને દક્ષિણ આફ્રિકાના જુસ્સાને વધારી દીધો છે. તેની બેટિંગ લાઇન ઘણી જ મજબૂત છે. પ્લેસિસ, હાસિમ અલમા અને ક્વિન્ટોન ડે કોક, એબીડી વિલિયર્સ જેવા વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે, જોકે તેમનો પાવર હિટર ડેવિડ મિલર હાલ આઉટ ઓફ ફોર્મ છે, જે તેમના માટે ચિંતાનો વિષય છે. ટીમને ચિંતિત કરી મુકે તેવી અન્ય એક વાત ઓલ રાઉન્ડર છે, હાલ ટીમ પાસે સાતમાં ક્રમે રમી શકે તેવો ઓલ રાઉન્ડર નથી. દક્ષિણ આફ્રિકાની બોલિંગની વાત કરવામાં આવે તો તેની પાસે ડેલ સ્ટેન, લેય્ચ્પિન, જેપી ડ્યૂમિની અને ઇમરાન તાહિર જેવા બોલર્સ છે.

શ્રીલંકા

શ્રીલંકા

શ્રીલંકાને આશા છેકે છેલ્લા બે વિશ્વકપમાં ફાઇનલમાં પરાજય મળ્યા બાદ આ વખતે તેઓ સફળ થશે. શ્રીલંકાએ 1996માં વિશ્વકપ જીત્યો હતો. તેમજ શ્રીલંકા એટલા માટે વિશ્વકપ જીતવા માટે મહેનત કરશે, કારણ કે તેમની ટીમના દિગ્ગજ ખેલાડી મહિલા જયવર્દને અને કુમાર સંગાકારા નિવૃત્ત થઇ રહ્યાં છે અને તેમને વિશ્વકપથી મોટી નિવૃત્તિ ભેંટ કઇ હોઇ શકે. શ્રીલંકાની ટીમ ઘણી જ બેલેન્સ્ડ છે. બોલિંગની વાત કરવામાં આવે તો લસિથ મંલિગા પોતાની વેધક બોલિંગથી વિરોધી ટીમને પરાસ્ત કરવાનો દમ ધરાવે છે, તો થિસરા પરેરા અને ધમ્મિકા પ્રસાદે પણ મંલિગા પરનું દબાણ દૂર કર્યું છે, જોકે શ્રીલંકાએ નવા સ્પિન ઓપ્શનને શોધવો પડશે.

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા

ઝિમ્બાવ્વે સામેના પરાજયે ઓસ્ટ્રેલિયાની રેન્કિંગમાં ઘટાડો કર્યો છે. તેમ છતાં ઓસ્ટ્રેલિયાને આશા છેકે આગામી માર્ચ મહિનામાં શરૂ થઇ રહેલા વિશ્વકપના ટાઇટલને તેઓ પાંચમી વખત જીતવામાં સફળ નિવડશે. ઓસ્ટ્રેલિયા પાસે ડેવિડ વોર્નર અને શેન વોટ્સન જેવા ખેલાડી છે, જોકે તેમની માટે ચિંતાનો વિષય સુકાની માઇકલ ક્લાર્કની ઇજા છે, અને તેઓ આશા રાખી રહ્યાં છેકે તે વિશ્વકપ રમી શકે. ઓસ્ટ્રેલિયા પાસે મિશેલ જ્હોનસન જેવો શાનદાર વર્લ્ડ ક્લાસ બોલર છે તો મિચ માર્શ જેવો ઓલ રાઉન્ડર પણ છે.

ઇંગ્લેન્ડ

ઇંગ્લેન્ડ

વિશ્વકપની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનું કિસ્મત એક સરખું છે. દક્ષિણ આફ્રિકા અત્યારસુધીમાં એક પણ વિશ્વકપ જીતી શક્યું નથી, તો ઇંગ્લેન્ડ પણ જ્યારથી વિશ્વકપની શરૂઆત થઇ છે ત્યારથી લઇને અત્યારસુધી એકપણ વાર વિશ્વકપ ટાઇટલ પોતાના નામે કરી શક્યું નથી. જે પ્રકારે ભારત સામેની વનડે શ્રેણીમાં ઇંગ્લેન્ડનું પ્રદર્શન રહ્યું છે, તેને જોતા અનેક દિગ્ગજ ક્રિકેટર્સ પણ માની રહ્યાં છેકે આ વખતે ઇંગ્લેન્ડનું વિશ્વકપ જીતવાનું સ્વપ્ન પૂર્ણ નહીં થઇ શકે. જોકે ઇંગ્લેન્ડની ટીમને ઓછી આંકી શકાય નહીં, ઇંગ્લેન્ડ પાસે જો રૂટ, ઇયાન બેલ, એલેક્સ હેલ્સ, ઇઓન મોર્ગન, જોશ બટ્લર, હેરી ગુર્ની જેવા ખેલાડીઓ છે. જે બાજી પલટી શકે છે.

પાકિસ્તાન

પાકિસ્તાન

પાકિસ્તાનની વાત કરવામાં આવે તો તેની પાસે અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ છે પરંતુ ખરા સમયે તેઓ નિષ્ફળ નિવડે છે અને પાકિસ્તાન વિશ્વકપ જીતવાથી વંછિત રહી જાય છે. જોકે પાકિસ્તાને એક વખત આ ટાઇટલ જીતી લીધું છે અને તે બીજી વખત આ ટાઇટલ જીતવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. જોકે સઇદ અજમલ પર પ્રતિબંધ પાકિસ્તાનને ભારે પડી શકે તેમ છે.

ન્યુઝીલેન્ડ

ન્યુઝીલેન્ડ

ન્યુઝીલેન્ડની બેટિંગ લાઇન ઘણી જ સ્ટેબલ છે. તેની પાસે માર્ટિ ગુપ્તિલ, કેન વિલિયમસન, રોસ ટેલર અને સુકાની બ્રેન્ડન મેક્કુલમ જેવા ખેલાડી છે. જે ટોપ પાંચ પોઝિશનને જાળવી રાખે તેમ છે. જોકે ઓપનિંગ જોડી તેની માટે મુશ્કેલી સર્જી શકે તેવી છે, કારણ જે જેસ રાઇડર પોતાના ખરાબ વ્યવહારના કારણે ટીમની બહાર છે. બોલિંગમાં ટિમ સાઉથી, કાયલ મિલ્સ, ટ્રેન્ટ બોલ્ટ અને મિશેલ મેક્લેઘાન જેવા મુખ્ય બોલર છે. તેમજ ડેનિયલ વિટ્ટોરી પણ કમાલ દર્શાવી શકે છે.

વેસ્ટ ઇન્ડિઝ

વેસ્ટ ઇન્ડિઝ

વેસ્ટ ઇન્ડિઝની ટીમ પોતાના અંગત કેટલાક મુદ્દાઓ સામે સંઘર્ષ કરી રહી છે. ટીમના કોચને લઇને વિવાદ છે તો ઓફ સ્પિનર સુનિલ નારયણ સાથે કોન્ટ્રાક્ટ થશે કે કેમ તે એક પ્રશ્ન છે. જોકે તેમ છતાં ક્રિસ ગેઇલના કારણે ટીમનો ઉત્સાહ વધેલો છે.

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ પાસે વિશ્વકક્ષાએ પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કરવાની આ સારી તક છે. તેની પાસે સારા સ્પિનર્સ છે, પરંતુ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની પીચ પર તેમની બોલિંગ કમાલ દેખાડી શકશે કે કેમ તે એક પ્રશ્ન છે. બાંગ્લાદેશને ઓલ રાઉન્ડર શાકિબ અલ હસન સાથે વાંધો છે, તેમ છતાં આ પૂર્વ સુકાની વિશ્વકપમાં અપસેટ સર્જવા માટે જાણીતો છે.

ઝિમ્બાવ્વે

ઝિમ્બાવ્વે

ઓસ્ટ્રેલિયાને એક મેચમાં હરાવીને ઝિમ્બાવ્વેએ એ વાત સાબિત કરી દીધી છેકે તે કંઇપણ કરી શકે છે. આ વિશ્વકપ દરમિયાન ઝિમ્બાવ્વેના પ્રદર્શન પર પણ બધાની ખાસ નજર રહેશે.

English summary
India favourites to defend World Cup title
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X