For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ટીમ ઇન્ડિયાને ભારતમાં હરાવવું મુશ્કેલ નથી'

|
Google Oneindia Gujarati News

david-warner
બેંગ્લોર, 5 ફેબ્રુઆરીઃ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે કહ્યું છે કે હવે ટીમ ઇન્ડિયાને ભારતમાં હરાવવું મુશ્કેલ નહી. નોંધનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીનો પ્રારંભ 22 ફેબ્રુઆરીએ થઇ રહ્યો છે. વોર્નરના આ નિવેદનને ભારત પર દબાણ બનાવવા માટે ઓસ્ટ્રેલિયાની રણનીતિનો ભાગ માનવામાં આવી રહ્યું છે.

વોર્નરે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સમાચાર પત્ર સાથેની વાતચીતમાં કહ્યું છે કે તાજેતરમાં જ ઇંગ્લેન્ડે ભારતને ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું, જેથી અમારો આત્મવિશ્વાસ વધી ગયો છે. વોર્નરે ઇંગ્લિશ ટીમના સુકાની એલિસ્ટર કૂકના વખાણ કરતા કહ્યું છે કે કૂકે ભારતની પરિસ્થિતિઓમાં જે રીતે બેટિંગ કરી છે, તેનાથી અમે ઘણું બધુ શિખ્યા છે. અમે ગયા વર્ષે જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આવેલી ટીમ ઇન્ડિયાને હરાવી હતી. અમે તેમના સ્પિન આક્રમણને સારી રીતે રમ્યા હતા.

ભારત પ્રવાસ આવેલી ઇંગ્લેન્ડની ટીમના બેટ્સમેને પણ ભારતના સ્પિનર્સને સહેલાઇથી રમ્યા. અમે જોયું કે કૂકે સ્પિન બોલર્સને 'લેટ' રમ્યા અને બોલને બેટ પર આવવા માટે રાહ જોઇ. અમે પણ ભારત વિરુદ્ધ આ જ રણનીતિ અપનાવવાના છીએ. પોતાની આક્રમક બેટિંગ માટે જાણિતા ડેવિડ વોર્નરે કહ્યું છે કે અમે આત્મવિશ્વાસથી ભરપૂર છીએ અન સારુ પ્રદર્શન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. વોર્નર ટેસ્ટ મેચોમાં ભારતની ધરતી પર પહેલીવાર રમશે, અત્યાર સુધી તેણે 15 ટેસ્ટ મેચોમાં 1,068 રન બનાવ્યા છે. જેમાં તેણે ત્રણ સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 180 રન છે જે તેણે ભારત વિરુદ્ધ બનાવ્યો હતો.

English summary
It is less than 20 days to go for the start of India Australia Test series and opener David Warner is confident of winning the series as he feels India are no longer unbeatable at home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X