For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઇન્ડિયાની આ ‘ખામી’ ન ગમી સુનિલ ગાવસ્કરને

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 ઑગસ્ટઃ લોર્ડ્સમાં શાનદાર વિજય બાદ સાઉથમ્પટન ખાતે ભારતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં નાલેશીભર્યો પરાજય વ્હોર્યો હતો. જેને લઇને અનેક ક્રિકેટ દિગ્ગજો ભારતીય ક્રિકેટ ટીમની ટીકા કરી રહ્યાં છે. જેમાંથી ભારતના પૂર્વ સુકાની સુનિલ ગાવસ્કર પણ બાકાત નથી. ગાવસ્કરે કહ્યું છેકે, આ ભારતની આદત છેકે મોટો વિજય મેળવ્યા બાદ તે તેના પછીની મેચ હારે છે.

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, આપણે કદાચ તેમને શ્રેણીમાં પરત ફરવામાં મદદ કરી રહ્યાં હતા. આપણે તેમને લોર્ડ્સ ખાતે પરાસ્ત કર્યા બાદ વધુ હતાશ કરી શક્યાં હોત, પરંતુ મને નથી સમજાતું કે, લોર્ડ્સ અને સાઉથમ્પટન ટેસ્ટ વચ્ચેના પાંચ દિવસના સમયગાળામાં ભારતીય ટીમે શું કર્યું. પહેલા દિવસે પણ આપણી રમત નબળી હતી, આપણે કૂકનો કેચ ડ્રોપ કર્યો અને તે લાંબી ઇનિંગ રમી ગયો. આપણે આપણી સ્લિપ ફિલ્ડિંગ અને અન્ય બાબતો તરફ જોવાની જરૂર છે, આપણે ઘણી મિસફિલ્ડ કરી હતી.

આ પણ વાંચોઃ- ઇજાગ્રસ્ત સાહાના સ્થાને નમન ઓઝાનો ટેસ્ટ ટીમમાં સમાવેશ
આ પણ વાંચોઃ- સાઉથમ્પટન ટેસ્ટઃ ભારતનો શરમજનક પરાજય
આ પણ વાંચોઃ- સાઉથમ્પટન ટેસ્ટમાં ભારતની હાર, વાંચો રસપ્રદ વાતો

તેમણે કહ્યુ કે, ભારતીય ટીમ સાથે આ 1930થી બનતું આવ્યું છે, પરંતુ હાલની ભારતીય ટીમ ઘણી જ પ્રોફેશનલ છે. તેઓ પર આત્મસંતુષ્ટિની અસર થવી ન જોઇ અને તેમણે તુર્ત જ આ મુદ્દે ઉકેલ લાવવો જોઇએ. વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

ભારતીય ટીમે પ્રતિકાર કર્યો નહીં

ભારતીય ટીમે પ્રતિકાર કર્યો નહીં

ભારતીય ટીમની ખામી અંગે વાત કરતા તેમણે કહ્યું કે જરા પણ પ્રતિકાર દર્શાવ્યા વગર મેચ ગુમાવવી એ અયોગ્ય છે. એક તરફ જ્યારે અજિંક્ય રહામે સારી રીતે રમી રહ્યો હતો, ત્યારે બીજા છેડે બેટિંગ કરી રહેલા બેટ્સમેનોએ પોતાની વિકેટ સાચવી રાખવાની જરૂર હતી. એ વાતમાં જરા પણ શંકા નથી કે જેમ્સ એડન્ડરસને શાનદાર બોલિંગ નાંખી હતી અને કોઇપણ તેની બોલિંગમાં આઉટ થઇ જાય, પરંતુ નિરાશાનજક વાત એ છેકે ટીમે જરા પણ પ્રતિકાર કર્યો નહોતો.

શા માટે રહાણે સારો બેટ્સમેન?

શા માટે રહાણે સારો બેટ્સમેન?

હાલની ટીમના બેટ્સમેન કરતા રહાણે શા માટે સારો બેટ્સમેન છે એ વાતને સમજાવતા ગાવસ્કરે કહ્યું કે, જે પ્રકારે તે રમ્યો તે સારું હતું. તે બોલ સુધી પહોંચવાનો પ્રયાસ કરતો નહોતો, તે રાહ જોતો હતો કે બોલ ક્યારે તેના બેટ તરફ આવે અને તેને તે સ્ટ્રેઇટ બેટ વડે રમતો હતો. તેના કારણે તે રન બનાવવામાં સફળ રહ્યો હતો.

આ બે ખેલાડી બચાવી શક્યા હોત મેચ

આ બે ખેલાડી બચાવી શક્યા હોત મેચ

ગાવસ્કરે કહ્યું કે, અન્ય ભારતીય બેટ્સમેન હાર્ડ હેન્ડ સાથે રમે છે અને બોલ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. મારું માનવું છેકે બે ખેલાડીઓ આ ટેસ્ટ મેચને બચાવી શક્યા હોત, એક મુરલી વિજય, કારણ કે તે ફોર્મમાં છે અને બીજો ચેતેશ્વર પૂજારા, કારણ કે તે લાંબી ઇનિંગ રમી શકે છે. જોકે વિજયે જ્યાં રન લઇ શકાય તેમ નહોતો ત્યાં રન લેવાનો પ્રયાસ કરીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

મોઇન અલીના કર્યા વખાણ

મોઇન અલીના કર્યા વખાણ

સુનિલ ગાવસ્કરે મોઇન અલીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, તે એક ખરાબ સ્પિન બોલર નથી, પરંતુ તમે તેની પાસેથી ગ્રીમ સ્વાન જેવા પ્રદર્શનની આશા રાખો તો એ તમારી ભુલ છે. સ્વાન એક સારો બોલર હતો અને તે કોઇપણ પ્રકારે બોલ નાંખી શકવાનું સમાર્થ્ય ધરાવતો હતો, પરંતુ મોઇન અલી અલગ પ્રકારનો બોલર છે, તેમ છતાં તેણે રન બનાવવા માટે વધારે ખરાબ બોલ આપ્યા નહોતા.

જેમ્સ એન્ડરસનની વર્તણૂકથી ગાવસ્કર નારાજ

જેમ્સ એન્ડરસનની વર્તણૂકથી ગાવસ્કર નારાજ

જોકે બીજી તરફ જેમ્સ એન્ડરસનની મેચ દરમિયાનની વર્તણૂકથી ગાવસ્કર નારાજ છે. એન્ડરસન રવિન્દ્ર જાડેજા સાથેના વિવાદ બાદ આઇસીસી સેક્શનનો સામનો કરી રહ્યો છે, છતાં પણ તેણે તેમાંથી કોઇ શીખ લીધી નહોતી અને તેણે અજિંક્ય રહાણે સાથે જીભાજોડી કરી હતી. ગાવસ્કરે કહ્યું કે આ એક દુઃખી બાબત છેકે તે હજું પણ એવું કરી રહ્યો છે. મને લાગે છેકે મેચ રેફરીએ જ ખેલાડીઓને કહેવું જોઇએ કે મેદાનમાં તમારા બેટ અને બોલ વાતચીત કરવા જોઇએ.

English summary
Severely critical of the Indian team's poor show against England in the third Test, former captain Sunil Gavaskar said the old habit of getting complacent after a big win seems to have affected the side during the lost match.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X