For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતનો વિજયી પ્રારંભ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 1 ફેબ્રુઆરી: ગઇકાલે ભારતની ધરતી પર મહિલા ક્રિકેટ વર્લ્ડકપની પ્રથમ મેચ આયોજક ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે મુંબઇ ખાતે રમાઇ ગઇ. જેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરી વેસ્ટઇન્ડિઝને 105 રને પછાડી સરસ વિજયી શરૂઆત કરી લીધી છે.

વેસ્ટ ઇન્ડિઝની કપ્તાન મેરિસા અગુલેરિઆએ ટોસ જીતી ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. જેમાં ભારત તરફથી તિરુષ કામિની(72) એ પૂનમ રાઉત સાથે 175 રનની શાનદાર ઓપનીંગ ભાગીદારી કરી હતી. ત્યારબાદ કામિનીએ શાનદાર સદી નોંધાવી હતી. કામિનીની સદી અને પૂનમ રાઉતના 72 રનની મદદથી ભારતે 284 રનનો શાનદાર સ્કોર ખડો કરી લીધો હતો.

tirush kamini
ભારતીય ટીમ દ્વારા આપવામાં આવેલા ઝંઘી સ્કોરને ચેઝ કરવા માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ મેદાને તો ઉતરી પરંતુ તેઓ ભારતીય બોલરોની સામે ટકી શક્યા નહી. વેસ્ટ ઇન્ડિઝને પહેલો જ ઝટકો પ્રથમ ઓવરના બીજા બોલમાં કિસીયા નાઇટના રૂપમાં લાગ્યો.

વેસ્ટ ઇન્ડિઝની આ રીતે એક પછી એક વિકેટ પડતી રહી. વેસ્ટ ઇન્ડિઝની છેલ્લી વિકેટ 44.3મી ઓરવમાં 179 રન પર સેલમેનના રૂપે પડતા જ ભારતનો 105 રને વીજય થઇ ગયો. ભારત તરફથી નિરંજનાએ શાનદાર 3 વિકેટ ઝડપી. મેન ઓફ ધ મેચ ભારતની તિરુષ કામિનીને જાહેર કરવામાં આવી.

English summary
Kamini's ton helps India thrash West Indies by 105 runs in World Cup opener
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X