વાયુસેના નારાજ, સચિન અને ધોનીની સુખોઇ ઉડાન રદ

ભારતીય વાયુસેના સોમવારે પોતાનો 80મો સ્થાપના દિવસ મનાવી રહી છે. આ સમારોહ સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું છે કે સચિન તેંડુલકરને ગ્રુપ કેપ્ટનની ઉપાધી એટલા માટે આપવામં આવી હતી કે તેનાથી યુવાનોને વાયુસેના સાથે જોડવા માટે પ્રેરિત કરી શકાય, પરંતુ ખેલાડીને જ્યારે કોઇ કાર્યક્રમમાં શામેલ થવા માટે આમત્રિત કરવામાં આવે છે ત્યારે તેઓ સમય નહીં હોવાનું કહી આવવાનો ઇન્કાર કરી દે છે.
વાયુસેનાએ ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને પણ લે. કર્નલની ઉપાધી આપી છે, પરંતુ તેમણે પણ સેના તરફ ફરીને જોયું નથી. જેનાથી નારાજ વાયુસેનાએ ખેલ અને ગ્લેમર સાથે જોડાયેલી કોઇપણ વ્યક્તિને માનદ ઉપાધી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. ધોની અને સચિનની સુખોઇમાં ઉડાન ભરવાની ઘોષણા અંગે પૂછવામાં આવતા આ અધિકારીએ કહ્યું છે કે હવે અમારી પાસે ફાલતુ કામો માટે સમય નથી, અમારી પાસે કરવા માટે ઘણા કામો છે.












Click it and Unblock the Notifications
