For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ-6: સનરાઇઝર્સ સામેના 'યુદ્ધ'માં વોરિયર્સનો પરાજય

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 6 એપ્રિલઃ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે જીત સાથે તેના આઇપીએલના અભિયાનની શરૂઆત કરી છે. શુક્રવારે રાજીવ ગાંધી સ્ડેટિયમ ખાતે રમાયેલી શ્રેણીની ત્રીજી મેચમાં તેણે પુણે વોરિયર્સને 22 રનથી પરાજય આપ્યો છે. સનરાઇઝર્સ માટે ડેલ સ્ટેન અને અમિત મિશ્રાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી, જ્યારે થિસિસા પરેરાએ બે વિકેટ ઝડપી હતીને બેટિંગમાં 30 રનનું યોગદાન આપ્યું હતું. સ્ટેને ઇનિંગની 19મી ઓવરમાં ત્રણ વિકેટ મેળવીને વોરિયર્સ સામેના આઇપીએલ યુદ્ધમા સનરાઇઝર્સને વિજયી બનાવ્યું હતું.

સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા 127 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી પુણે વોરિયર્સ 18.5 ઓવરમાં 104 રનમાં જ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. વોરિયર્સની શરૂઆત સારી રહી હતી. રોબિન ઉથ્થપા (24) અને મનીષ પાંડે(15) પહેલી વિકેટ માટે 36 રન જોડ્યા પરંતુ સનરાઇઝર્સના બોલર્સની વેધક બોલિંગ સામે વોરિયર્સના બેટ્સમેન નિસહાય થઇ ગયા હતા અને સનરાઇઝર્સને તેની પ્રથમ મેચમાં શાનદાર વિજય મળ્યો છે.

ઉથ્થપાએ 22 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. થિસિરાએ ઉથ્થપાને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. ત્યાર બાદ 42 રનના કુલ સ્કોર પર સેમ્યુલ્સને પણ પેવેલિયન ભેગો કરી દીધો હતો. યુવરાજ વિકેટ પર આવતા જ દર્શકોએ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું, પરંતુ બે રનના વ્યક્તિગત સ્કોર પર અમિત મિશ્રાના બોલ પર તે પાર્થિવ પટેલના હાથે સ્ટમ્પ આઉટ થઇ ગયો હતો.

ટીમનો સ્કોર જ્યારે 50 પર પહોંચ્યો ત્યારે પાંડેની વિકેટ પડી. મિશ્રાએ તેને આઉટ કર્યો હતો. ત્યાર બાદ અભિષેક નાયર(19) અને રોસ ટેલર(19)એ પાંચમી વિકેટ માટે 33 રન બનાવ્યા. તેઓ જ્યાં સુધી વિકેટ પર હતા ત્યાં સુધી પીચ પર હતાં ત્યાં સુધી વોરિયર્સના વિજયનો રાહ દેખાઇ રહ્યો હતો પરંતુ આશીષ રેડ્ડીએ ટેલરને અને મિશ્રાએ નાયરને આઉટ કરીને રહી સહી આશા પર પણ પાણી ફેરવી નાખ્યું હતું.

ટેલરે 19 બોલનો સામનો કર્યો જ્યારે નાયરે 14 બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા. નાયરની વિકેટ 83 પર અન ટેલરની વિકેટ 86 રનના સ્કોર પર પડી હતી. ત્યાર બાર પરેરાએ મિશેલ માર્સને 7 રન પર રનઆઉટ કરીને ટીમને સાતમી સફળતા અપાવી. ઇનિંગની 19મી ઓવરમાં ડેલ સ્ટેને ભુવનેશ્વર કુમાર, રાહુલ શર્માની વિકેટ લઇને ટીમની આઠમી અને નવમી સફળતા આપવી હતી.

આ પહેલાં સનરાઇઝર્સની ઇનિંગની વાત કરીએ તો પહેલીવાર આઇપીએલમાં ભાગ લઇ રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા. થિસિરા પરેરાએ સર્વાધિક 30 રન બનાવ્યા. આ ઉપરાંત પાર્થિવ પટેલ(19), અક્ષત રેડ્ડી(27), વ્હાઇટ(10) અને હનુમા વિહારીએ 11 રનનું યોગદાન આપ્યું હતું. પરેરાએ 18 બોલની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

તસવીરોમાં જોઇએ સનરાઇઝર્સ સામેના 'યુદ્ધ'માં વોરિયર્સનો પરાજય.

સનરાઇઝર્સ સામેના 'યુદ્ધ'માં વોરિયર્સનો પરાજય

English summary
Tearaway pacer Dale Steyn grabbed three wickets in a sensational over as Sunrisers Hyderabad spanked Pune Warriors by 22 runs in a low-scoring IPL 2013 match here on Friday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X