For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ટેસ્ટ ક્રિકેટને ખતમ કરી નાખશે આઇપીએલ'

By Super
|
Google Oneindia Gujarati News

IPL
મેલબોર્ન, 11 ઑક્ટોબરઃ વેસ્ટઇન્ડિઝના પૂર્વ સુકાની કાર્લ હૂપરનું કહેવું છે કે આઇપીએલ ટેસ્ટ ક્રિકેટને ખત્મ કરી નાંખશે. તેમાં મળનારા પૈસા અને નામના કારણે ખેલાડી હવે પોતાના દેશ માટે રમવા ઇચ્છતા નથી. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ ટીમ વિશ્વની સૌથી મજબૂત ટીમોમાંની એક હતી, પરંતુ ખેલાડીઓ અને બોર્ડ વચ્ચેના વિવાદના કારણે ટીમનું પ્રદર્શન નબળું થઇ ગયું છે. વેસ્ટઇન્ડિઝે શ્રીલંકામાં ટી20 વિશ્વકપ જીત્યો ખરો, પરંતુ તેનાથી ટેસ્ટ ક્રિકેટને વધુ લાભ થતો જોવા મળી રહ્યો નથી.

વેસ્ટઇન્ડિઝ માટે 102 ટેસ્ટ મેચોમાં 5,762 રન બનાવનાર હૂપરનું કહેવું છે કે, મારું માનવું છે કે ટેસ્ટ ક્રિકેટ જ અસલી ક્રિકેટ છે, જેમાં ખેલાડીઓની ક્ષમતાની સાચી કસોટી થાય છે. તેમણે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટઇન્ડિઝ છેલ્લા ઘણા સમયથી કોઇ મોટી સફળતાં નોંધાવી શકી નથી, કારણ કે, ટીમના મોટા ખેલાડી વધુ પૈસા આપતી લીગમાં રમવા ઇચ્છે છે અને ખેલાડીઓ તથા બોર્ડ વચ્ચે ચાલી રહેલી અણબનથી ક્રિકેટને નુક્સન થઇ રહ્યું છે. હૂપરે કહ્યું છે કે આઇપીએલમાં લોકો કીરોન પોલાર્ડ, ક્રિસ ગેલ અને ડ્રેવન બ્રેવોને રમતો જોવા ઇચ્છે છે. તેથી આ ખેલાડીઓને લીગમાં સારા પૈસા મળે છે. આ લીગ ખેલાડીઓનું ઘ્યાન ભટકાવે છે.

હૂપરનું કહેવું છે કે, એખ સમયે વેસ્ટઇન્ડિઝ ટીમ વિશ્વની સૌથી ખતરનાક ટીમ ગણાતી હતી, પરંતુ બોર્ડ સાથે વિવાદના કારણે ખેલાડીઓ ટીમથી અલગ થઇ ગયા અને જ્યારે તમારી ટીમમાંથી સારા ખેલાડીઓ અલગ થઇ જશે તો પછી તમે અન્ય ટીમોનો સામનો કેવી રીતે કરી શકશો, જો કે, હવે વિવાદ ઉકેલાઇ જતા કંઇક સારું થવાની આશા કરી શકાય ચે. પરંતુ વિવાદ ના ઉકેલાયો હોત તો ટીમ પોતાના રસ્તેથી ભટકી ગઇ હોત. વિવાદોના કારણે ટીમ છેલ્લા ત્રણ દશકામાં કોઇ મોટી સફળતાં હાંસલ કરી શકી નથી.

English summary
Former West Indies skipper Carl Hooper felt Indian Premier League was posing a threat to international cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X