For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંચો : ક્રિકેટર્સ જેમને મેચ ફિક્સિંગ માટે બેન કરાયા

|
Google Oneindia Gujarati News

ભારતમાં સર્વાધિક લોકપ્રિય રમત ક્રિકેટમાં હવે છેલ્લા ઘણા વર્ષોથી મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગનું દૂષણ ઘર કરી ગયું છે. આજે સ્પૉટ ફિક્સિંગના આરોપોમાં ભારતીય ક્રિકેટર શ્રીસંતની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે શ્રીસંતની મુંબઇથી ધરપકડ કરી છે. આઇપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સના અન્ય બે ખેલાડીઓને પણ આ મુદ્દે દિલ્લ્હી પોલીસની સ્પેશયલ સેલે ધરપકડ કરી છે. આ બંને ખેલાડીઓના નામ આ પ્રકારે છે અંકિત ચૌહાણ અને અંજિત ચંડાલિયા. તેમના વિરૂદ્ધ છેતરપીંડી અને કાવતરું રચવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આવો જાણીએ ભૂતકાળમાં આતંરરાષ્ટ્રીય સ્તરની અને ઘરેલુ ક્રિકેટ મેચોમાં ફિક્સિંગ કરવા બદલ કયા ક્રિકેટરને કેટલા વર્ષનો પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

સલીમ મલિક - પાકિસ્તાન

સલીમ મલિક - પાકિસ્તાન

લાંચ આપવા બદલ વર્ષ 2002માં આજીવન પ્રતિબંધ (2008માં હટાવાયો)

આતા ઉર રહેમાન - પાકિસ્તાન

આતા ઉર રહેમાન - પાકિસ્તાન

બૂકીઓ સાથે ડીલ કરવા બદલ વર્ષ 2000માં આજીવન પ્રતિબંધ (2006માં હટાવાયો)

મોહમ્મદ અઝહરુદ્દીન - ભારત

મોહમ્મદ અઝહરુદ્દીન - ભારત

BCCI અનુસાર દોષિત અને આજીવન પ્રતિબંધિત. તેણે આ આરોપને કોર્ડમાં પડકાર્યો અને હાલ મેટર સબ-જ્યુડિશ છે. (2012માં હટાવાયો)

અજય શર્મા - ભારત

અજય શર્મા - ભારત

વર્ષ 2006માં બૂકીઓ સાથે સંબંધ ધરાવવામાં દોષિત સાબિત થતા આજીવન પ્રતિબંધ

મનોજ પ્રભાકર - ભારત

મનોજ પ્રભાકર - ભારત

વર્ષ 2000માં તેણે કપિલ દેવ અને અન્યોને મેચ ફિક્સિંગમાં સાંકળવાનો પ્રયાસ કર્યો, દોષિત ઠરતા 5 વર્ષ પ્રતિબંધ

અજય જાડેજા - ભારત

અજય જાડેજા - ભારત

બૂકીઓ સાથે સંબંધ ધરાવવાના આરોપસર 5 વર્ષ માટે પ્રતિબંધિત

હેન્સી ક્રોની - સાઉથ આફિકા

હેન્સી ક્રોની - સાઉથ આફિકા

બૂકી તરફથી મેચ ફોરકાસ્ટિંગ માટે ભેટ સોગાદો મેળવવા બદલ આજીવન પ્રતિબંધ

હર્ષલ ગિબ્સ - સાઉથ આફ્રિકા

હર્ષલ ગિબ્સ - સાઉથ આફ્રિકા

નાગપુરની મેચમાં નબળા પરફોર્મન્સ માટે ફિંક્સિંગ કર્યા બાદ 53 બોલમાં 74 રન ફટકાર્યા હતા. મેચ ફિક્સિંગ બદલ 6 મહિનાનો પ્રતિબંધ

હેનરી વિલિયમ્સ - સાઉથ આફ્રિકા

હેનરી વિલિયમ્સ - સાઉથ આફ્રિકા

નાગપુરમાં નબળા દેખાવ માટે મેચ ફિક્સિંગ કર્યા બાદ 10 ઓવરમાં 50 રન કર્યા હતા. જો કે તે પાછળથી ઇજાગ્રસ્ત થયો હતો. 6 મહિનાનો પ્રતિબંધ

મ્યુરિક ઓડુમ્બે - કેન્યા

મ્યુરિક ઓડુમ્બે - કેન્યા

બૂકીઓ તરફથી નાણા લીધા હતા, 5 વર્ષ માટે પ્રતિબંધિત

માર્લોન સેમ્યુઅલ્સ - વેસ્ટ ઇન્ડિઝ

માર્લોન સેમ્યુઅલ્સ - વેસ્ટ ઇન્ડિઝ

ટીમની માહિતી બૂકીઓને પહોંચાડવામાં દોષિત - 2 વર્ષનો પ્રતિબંધ

મહોમ્મદ આમિર - પાકિસ્તાન

મહોમ્મદ આમિર - પાકિસ્તાન

ઓગસ્ટ 2010માં ઇંગ્લેન્ડ સામે મેચ ફિક્સિંગ માટે નાણાની લેવડ - દેવડ અને સટ્ટો રમ્યાનો આરોપ - 5 વર્ષનો પ્રતિબંધ

મોહમ્મદ આસિફ - પાકિસ્તાન

મોહમ્મદ આસિફ - પાકિસ્તાન

ઓગસ્ટ 2010માં ઇંગ્લેન્ડ સામે મેચ ફિક્સિંગ માટે નાણાની લેવડ - દેવડ અને સટ્ટો રમ્યાનો આરોપ - 7 વર્ષનો પ્રતિબંધ - 2 વર્ષ માટે સસ્પેન્ડ

સલમાન બટ્ટ - પાકિસ્તાન

સલમાન બટ્ટ - પાકિસ્તાન

ઓગસ્ટ 2010માં ઇંગ્લેન્ડ સામે મેચ ફિક્સિંગ માટે નાણાની લેવડ - દેવડ અને સટ્ટો રમ્યાનો આરોપ - 10 વર્ષનો પ્રતિબંધ - 5 વર્ષ માટે સસ્પેન્ડ

ટી પી સુધીન્દ્ર - ભારત

ટી પી સુધીન્દ્ર - ભારત

ધરેલુ મેચમાં મેચ ફિંક્સિંગ માટે દોષિત - આજીવન પ્રતિબંધિત

મોહનિશ મિશ્રા - ભારત

મોહનિશ મિશ્રા - ભારત

મેચ ફિક્સિંગ અંતર્ગત મેચને નબળી બનાવી - એક વર્ષનો પ્રતિબંધ

અભિનવ બાલી - ભારત

અભિનવ બાલી - ભારત

સ્પોટ ફિક્સિંગ અને મેચ ફિક્સિંગ મટે 1 વર્ષનો પ્રતિબંધ

શલભ શ્રીવાસ્તવ - ભારત

શલભ શ્રીવાસ્તવ - ભારત

મેચ ફિક્સિંગ માટે વાટાઘાટ માટે તૈયારી દર્શાવવામાં દોષિત - 5 વર્ષ માટે પ્રતિબંધિત

ડેનિશ કનેરિયા - પાકિસ્તાન

ડેનિશ કનેરિયા - પાકિસ્તાન

મેચ ફિક્સિંગ માટે આજીવન પ્રતિબંધિત

માર્વિન વેસ્ટફિલ્ડ - ઇંગ્લેન્ડ

માર્વિન વેસ્ટફિલ્ડ - ઇંગ્લેન્ડ

મેચ ફિક્સિંગ માટે 5 વર્ષ માટે પ્રતિબંધિત

શરીફૂલ હક - બાંગ્લાદેશ

શરીફૂલ હક - બાંગ્લાદેશ

સ્પોટ ફિક્સિંગ માટે અનિશ્ચિત સમય માટે પ્રતિબંધિત

અમિત યાદવ - ભારત

અમિત યાદવ - ભારત

સ્પોટ ફિક્સિંગ અને મેચ ફિક્સિંગ મટે 1 વર્ષનો પ્રતિબંધ

English summary
List of cricketers banned for match fixing in yeaster years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X