શિષ્યની નિષ્ફળતા ન જોઇ શક્યા ગુરુઃ કોહલીને કોચે આપી સલાહ

નવી દિલ્હી, 25 જુલાઇઃ હાલના સમયમાં ભારતનો લોર્ડ્સમાં વિજય, રવિન્દ્ર જાડેજા અને એન્ડરસન વિવાદ ઉપરાંત જો કોઇ વધુ ચર્ચામાં હોય તો તે ભારતનો સુપર ક્રિકેટર વિરાટ કોહલી છે. ઇંગ્લેન્ડના પ્રવાસમાં ટેસ્ટ શ્રેણી દરમિયાન વિરાટ કોહલી નિષ્ફળતાનો સામનો કરી રહ્યો છે તો બીજી તરફ અનુષ્કા શર્માને સાથે રાખવાને લઇને એક વિવાદ જાગ્યો છે. આ બધાની વચ્ચે કોહલીના નાનપણના કોચ રાજકુમાર શર્માએ તેને સલાહ આપી છેકે, સ્વિંગ સામે રમવા માટે તે પોતાની ઇનિંગની શરૂઆતમાં સ્ક્વેયર ઓફ ધ વિકેટ શોટ ના રમે.

શર્માએ કહ્યું કે, વિરાટના નામે છ ટેસ્ટ સદી છે અને તે લાંબા સમય સુધી ચૂપ રાખી શકાય નહીં. મારી તેની સાથે સતત વાત થયા કરે છે અને મે તેને ઇનિંગની શરૂઆતમાં સ્ક્વેયર ઓફ ધ વિકેટ શોટ નહીં રમવાની સલાહ આપી છે. તેણે ‘વી'નું ધ્યાન રાખીને રમવું જોઇએ. તેનાથી તેને સ્વિંગ અને સીમની મૂવમેન્ટ સામે રમવામાં મદદ મળશે.

આ પણ વાંચોઃ- સપ્ટેમ્બરમાં ખેલાશે ચેમ્પિયન્સ લીગ ટી20નો જંગ, જાણો કાર્યક્રમ
આ પણ વાંચોઃ- પર્થની આ સદીએ બદલી નાંખી હતી સચિનની કારકિર્દી
આ પણ વાંચોઃ- વિશ્વના ટોપ 10 મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી, ધોની પાંચમાં ક્રમે

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે કોહલીને કોઇ ખાસ શોટથી બચવા માટે કહ્યું છે, તો તેમણે કહ્યું કે, મે તેને શરૂઆતમાં ફ્લિક કરવાથી બચવા કહ્યું છે. તેણે પોતાની બેટિંગમાં વધારે બદલાવ કરવાની જરૂર નથી. તે સીધા બેટથી રમે અને ટૂંક સમયમાં તે મોટી ઇનિંગ રમશે.

કોહલી ખરાબ શોટ રમીને આઉટ નથી થયો

કોહલી ખરાબ શોટ રમીને આઉટ નથી થયો

પૂર્વ રણજી ખેલાડી શર્માએ કહ્યું કે, તે ચિંતિત નથી, કારણ કે કોહલી ખરાબ શોટ રમીને આઉટ થયો નથી. તેમણે કહ્યું કે, જો તે ખરાબ શોટ રમીને આઉટ થયો હોત તો હું ચિંતિત હોત, પરંતુ આ એવો મામલો નથી. તે કેટલાક સારા બોલમાં આઉટ થયો, જેને ટોચ સ્તરના ટેસ્ટ બોલરે આઉટ કર્યો છે.

લોર્ડ્સમાં એન્ડરસનની બોલિંગ શાનદાર

લોર્ડ્સમાં એન્ડરસનની બોલિંગ શાનદાર

તેમણે કહ્યું કે, તમે લોર્ડ્સમાં જેમ્સ એન્ડરસન દ્વારા કરવામાં આવેલી પહેલી ઇનિંગની બોલિંગ જોઇ લો. બોલ સ્વિંગ થયો અને પીચ થયા બાદ બહાર તરફ ગયો. 10માંથી નવ બેટ્સમેન આ પ્રકારના બોલમાં આઉટ થઇ જાય છે.

ચાર ઇનિંગમાં 34 રન

ચાર ઇનિંગમાં 34 રન

કોહલીએ ઇંગ્લેન્ડનાં પ્રવાસમાં હાલ ચાર ઇનિંગમાં માત્ર 34 રન બનાવ્યા છે, જેમાં તેનો ઉચ્ચતમ સ્કોર 25 રન છે.

અનુષ્કાને સાથે રાખવાને લઇને વિવાદ

અનુષ્કાને સાથે રાખવાને લઇને વિવાદ

અનુષ્કા શર્માને પોતાની સાથે ઇંગ્લેન્ડ લઇ જવાને લઇને વિરાટ સાથે એક વિવાદ જોડાઇ ગયો છે. એક તરફ એવું કહેવામાં આવી રહ્યું હતું કે વિરાટે અનુષ્કાને સાથે રાખવા માટે મેનેજમેન્ટને અપીલ કરી હતી, તો બીજી તરફ બીસીસીઆઇએ એ વાતને ફગાવી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X