ખેલાડીઓને મળ્યા એવોર્ડ,નીતા અંબાણી પણ સન્માનિત

Written By:
Subscribe to Oneindia News

હોકીની રમતની વાત આવે અને મેજર ધ્યાનચંદની યાદ ન આવે એવુ ક્યારેય બન્યું છે? મેજર ધ્યાનચંદ એટલે ''હોકીના જાદુગર''. મેજર ધ્યાનચંદે ઓલિમ્પિક ગેમમાં ભારતને સુવર્ણપદક અપાવ્યો હતો. આથી 29 ઓગસ્ટ એટલે ધ્યાનચંદનો જન્મ દિવસને આપણે રાષ્ટ્રીય ખેલ દિન તરીકે ઉજવીએ છીએ. આ દિવસે મેજર ધ્યાનચંદની યાદમાં દેશમાં ઘણા કાર્યક્રમો યોજાય છે.

nita ambni

આ દિવસને યાદ કરતા રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ખેલ ક્ષેત્રે દેશના ખેલાડીઓના યોગદાન બદલ વિવિધ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ સમારોહમાં ખેલ રત્ન, અર્જુન પુરસ્કાર, દ્રોણાચાર્ય પુરસ્કાર, ખેલ પ્રોત્સાહન જેવા પુરસ્કારો આપવામાં આવ્યા હતા. જેમાં હોકી ખેલાડી સરદાર સિંહ અને પેરાઓલિમ્પિક ખેલાડી દેવેન્દ્ર ઝાઝરિયાને ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નીતા અંબાણીના રિલાયનસ ફાઉન્ડેશન યુથ સ્પોટ્સને ખેલ પ્રોત્સાહનથી સન્માનિત કરવામાં આવ્યુ હતુ. અર્જુન એવોર્ડ માટે ક્રિકેટર હરમનપ્રીત કૌર અને એસએસપી ચોરસિયાની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત થંગાવેલુ મરિયપ્પનને પણ અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. બેટમિંટન કોચ જીએસએસવી પ્રસાદને દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

English summary
President Ram Nath Kovind conferred Rashtriya Khel Protsahan Puruskar on Nita Ambani for Reliance Foundation Youth Sports

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.