For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિકી પોન્ટિંગનો સફર, આંકડાઓ થકી

|
Google Oneindia Gujarati News

ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની અને ખેલાડી રિકી પોન્ટિંગે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. રિકી પોન્ટિંગે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત 1995માં પર્થમાં શ્રીલંકા વિરુદ્ધ 17ની ઉમરે કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં તે એક માત્ર એવા ખેલાડી છે જેણે 100 કરતા પણ વધુ ટેસ્ટ જીતમાં ટીમમાં હાજરી નોંધાવી છે.

ricky-ponting-pic11
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અનુસાર તે ક્રિકેટના મહાન ખેલાડીઓમાના એક છે અને ટેસ્ટમાં 13 હજાર રન બનાવનારા ઓસ્ટ્રેલિયા તરફથી તે સર્વાધિક રન બનાવનાર ખેલાડી છે. રિકીએ તસ્માનિયા તરફથી નવેમ્બર 1992માં પ્રથમ શ્રેણીની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયાનો 42મો ટેસ્ટ સુકાની હતો જેને સ્ટીવ વોના નેતૃત્વ બાદ 2004માં સુકાની પદ સોંપવામાં આવ્યું હતુ. જાન્યુઆરી 2005માં પાકિસ્તાન વિરુદ્ધ 207 રનની ઇનિંગ ફટકારવાની સાથે તે ઓસ્ટ્રેલિયાનો એકમાત્ર એવો ખેલાડી બની ગયો હતો જેણે ટેસ્ટમાં ચારથી વધારે બેવડી સદી લગાવી હોય.

167 ટેસ્ટ મેચોમાં રિકી પોન્ટિંગે 41 સદી, 62 અડધી સદી લગાવી છે, જેમાં તેણે છ બેવડી સદી નોંધાવી છે. રિકી પોન્ટિંગ, એલન બોર્ડર પછી એક એવો સુકાની છે જેના નેતૃત્વ હેઠળ ઓસ્ટ્રેલિયાને એશેઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પોન્ટિંગે તેની 100મી ટેસ્ટમાં બન્ને ઇનિંગમાં સદી ફટકારી હતી. પોન્ટિંગના નેતૃત્વ હેઠળ ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપમાં સતત 34 મેચ જીતીને અવિશ્વસનીય રેકોર્ડ રચ્યો હતો. પોન્ટિંગે પોતાની પહેલી ટેસ્ટમાં જ 96 રન ફટકાર્યા હતા.

પોન્ટિંગને મળેલા સન્માન

2009માં વિસ્ડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ વર્લ્ડ

2004માં એલન બોર્ડર મેડલ

2006-07માં સર ગોરફીલ્ડ સોબર્સ ટ્રોફી

કોમ્પન-મિલર મેડલ(એશિઝ- મેન ઓફ ધ સિરિઝ 2006-07)

2009માં એલન બોર્ડર મેડલ

English summary
Ricky Ponting was a great batsman of Australia, see here his glorious career in stats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X