For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન ખરીદશે બેડમિન્ટન ટીમ!

By Super
|
Google Oneindia Gujarati News

sachintendulkar
નવી દિલ્હી, 22 જૂનઃ ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર ક્રિકેટથી હટીને હવે બીજા ખેલોમાં પણ રસ દાખવી રહ્યાં છે. સચિને પહેલી ઇન્ડિયન બેડમિન્ટન લીગમાં મુંબઇ માસ્ટર્સ ટીમ ખરીદવા જઇ રહ્યો છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સચિન મુંબઇ માસ્ટર્સ ટીમ સમૂહનો હિસ્સો બની શકે છે. ભારતીય બેડમિન્ટન સંઘના એક ઉચ્ચ પદસ્થ સૂત્રએ જણાવ્યું છે કે, તેન્ડુલકર આ સમૂહનો ભાગ હશે, જે મુંબઇ માસ્ટર્સ ટીમ ખરીદશે.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે તેન્ડુલકર મુંબઇ માસ્ટર્સ ટીમનો બહારી ચહેરો હશે, જેમ શાહરુખ ખાન કોલકતા નાઇટ રાઇડર્સનો ચહેરો છે. સૂત્રોએ કહ્યું કે, ફ્રેન્ચાઇઝીમાં તેમનો એક હિસ્સો હશે, જ્યારે બાકી હિસ્સો બીજી કંપનીનો હશે. તે એક ભાગીદાર હશે. ભારતીય બેડમિન્ટન લીગના પહેલા સત્રમાં મુંબઇ, પુણે, હૈદરાબાદ, દિલ્હી, બેંગ્લોર અને લખનઉ ટીમ હશે. ટીમોના માલિકોની ઘોષણા આ મહિને કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું કે, લખનઉ ટીમના માલિક સહારા સમૂહ હશે, જ્યારે ડાબર પુણે ટીમ ખરીદશે. બેંગ્લોરના માલિક પણ નક્કી થઇ ચૂક્યા છે. દિલ્હી અને કર્ણાટક રીયલ એસ્ટેટ સમૂહ ખરીદશે. દશ લાખ ડોલરની આઇબીએલને બે મહિના બાકી છે અને આયોજક નજીકના ભવિષ્યમાં વધુ પ્રવાસ કરશે.

English summary
There will be a dash of cricket in the inaugural Indian Badminton League (IBL) with star batsman Sachin Tendulkar set to be part of a conglomerate to buy the Mumbai Masters franchise in the event.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X