For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્ધાર્થ ત્રિવેદીએ સ્વિકાર્યું, બુકી પાસેથી લીધા હતા પૈસા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

siddharth-trivedi
નવી દિલ્હી, 20 જૂન: રાજસ્થાન રોયલ્સના ખેલાડી સિદ્ધાર્થ ત્રિવેદીએ સ્વિકારી લીધું છે કે તેને બુકીઓ પાસેથી પૈસા લીધા હતા. જો કે બાદમાં તેને પરત પૈસા પાછા આપી દિધા હતા. સ્પૉટ ફિક્સિંગ મુદ્દે દિલ્લી પોલીસે સિદ્ધાર્થ ત્રિવેદીને સરકારી સાક્ષી બનાવ્યો છે.

બીસીસીઆઇએ સિદ્ધાર્થ ત્રિવેદીને કારણદર્શક નોટિસ ફટકારી હતી. બીસીસીઆઇનું કહેવું છે કે સિદ્ધાર્થ ત્રિવેદીએ બુકીઓ પાસેથી પૈસા લઇને બીસીસીઆઇ અને આઇસીસીના નિયમોનું ઉલ્લંખન કર્યું છે. એક સમાચારપત્ર જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે 2012માં બુકી દીપક શર્મા અને સુનિલ ભાટિયા પાસેથી 3 લાખ રૂપિયા લીધા હતા પરંતુ તેને તે સ્ટિંગ ઓપરેશનના ડરથી પૈસા પાછા આપી દિધા હતા જેમાં આઇપીએલના પાંચ ખેલાડીઓ પકડાઇ ગયા હતા. એક સમાચાર ચેનલે ગત વર્ષે આ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું જેમાં ક્રિકેટની દુનિયામાં ખળભળાટ મચાવી દિધો હતો.

સિદ્ધાર્થ ત્રિવેદીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે રાજસ્થાન રોયલ્સના સહ માલિક રાજ કુન્દ્રાના મિત્ર ઉમેશ ગોયનકાએ તેની પાસેથી અમદાવાદની મેચ વિશે જાણકારી માંગી હતી. અત્ર ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે 16 મેના રોજ સ્પૉટ ફિક્સિંગના ખુલાસો કર્યો હતો. પોલીસે આ કેસમાં રાજસ્થાન રોયલ્સના એસ શ્રીસંત, અજિત ચંદીલા અને અંકિત ચૌહાણની ધરપકડ કરી હતી.

English summary
Siddharth Trivedi, who became a prosecution witness, has reportedly admitted to have taken money from the bookies only to return it back to them later.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X