સૌરવ ગાંગુલી બનશે સીએબીના જોઇન્ટ સેક્રેટરી
કોલકતા, 17 જુલાઇઃ પૂર્વ ભારતીય સુકાની સૌરવ ગાંગુલીનું ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં બહુ પ્રતિક્ષિત પર્દાર્પણ ત્યારે થશે જ્યારે 27 જુલાઇના રોજ 83મી વાર્ષિક સામાન્ય બેઠક દરમિયાન તેની પસંદગી ક્રિકેટ એસોશિએશન ઓફ બંગાળના જોઇન્ટ સેક્રેટરી તરીકે થશે. છેલ્લી ચાર ટર્મથી આ સ્થાન પર રહેલા સુજન મુખરજીના સ્થાને ગાંગુલી આવશે, જેમની ટર્મ આ મહિને પૂર્ણ થાય છે, જ્યારે સીએબીની પેનલના અન્ય પદાધિકારીઓ એના એજ રહશે, તેમજ 74 વર્ષિય જગમોહન દાલમિયા પણ પ્રેસિડેન્ટ પદે નિર્વાદ ચૂંટાશે.

જોકે સૌરવ ગાંગુલીના મોટા ભાઇ સ્નેહાશિષે આ બાબત અંગે કોઇપણ પ્રકારની માહિતી નહીં હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું છેકે, મને કોઇ જ માહિતી નથી. નોંધનીય છેકે, ગાંગુલીએ ફૂટબોલમાં પણ ઝંપલાવ્યું છે, ગાંગુલીએ શહેરના ઉદ્યોગપતિ હર્શ નેતિયા, સંજીવ ગોએન્કા, ઉત્સવ પારેખ અને લા લિગા ચેમ્પિયન્સ એટ્લિટિકો મેડ્રિડ સાથે મળીને ઇન્ડિયન સુપર લિગ માટે કોલકતાની ફ્રેન્ચાયઝી માટે બોલી લગાવી છે.
સીએબી એક્ઝિક્યૂટિવઃ પ્રેસિડેન્ટઃ જગમોહન દાલમિયા, વાઇસ પ્રેસિડેન્ટ્સઃ આલોક નંદી, સંભુનાથ પોડ્ડાર, મલય બાસુ, સુભાસ કાંડુ, જોઇન્ટ સેક્રેટરીઝઃ સુજન મુખરજી અને સબિર ગાંગુલી.
ખજાનચીઃ વિશ્વરૂપ દેવ, ધ બોર્ડ ઓફ ટ્રસ્ટીઃ ગૌતમ દાસગુપ્તા(ચેરમેન), રુસી જીજીભોય, સમર કાર, શિબાજી રોય અને શિવકુમાર કલ્યાણી.












Click it and Unblock the Notifications
