
હાર્દિક પંડ્યા-કેએલ રાહુલે કરી ભૂલ, બંનેને વર્લ્ડ કપ 2019માં... મોટો ખુલાસો
ભારતીય ઑલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને રાહુલના સેલિબ્રિટી ટૉક શો કૉફી વિથ કરણમાં આપેલા નિવેદન બાદ તેમની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. હવે વર્લ્ડ કપ 2019 માટે પણ હાર્દિક અને રાહુલની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ સમગ્ર મામલે હજુ સુધ ક્રિકેટ સાથે જોડાયેલા ઘણા લોકોએ પોતાનું મંતવ્ય જણાવ્યુ છે. કોઈ બંને માટે માફી માંગી રહ્યા છે તો કોઈ પ્રતિબંધ લગાવવાની આકરી સલાહ આપી રહ્યુ છે. હાલમાં આ સમગ્ર મામલે કરણ જોહરે મૌન જાળવી રાખ્યુ છે. આ દરમિયાન બિગ બૉસ 12ના રનર અપ અને પૂર્વ ક્રિકેટર શ્રીસંતે ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે.

ક્રિકેટની દુનિયા
બિગ બૉસ 12માંથી નીકળ્યા બાદ શ્રીસંત આ વખતે ખતરોકે ખિલાડીની નવી સિઝનમાં જોવા મળી રહ્યા છે. ક્રિકેટની દુનિયા સાથે શ્રીસંતે બિગ બૉસની આખી સિઝનને જોડી રાખી. હવે શ્રીસંતે મીડિયા સાથે વાતચીકમાં હાર્દિક અને રાહુલ માટે પોતાનું મંતવ્ય આપ્યુ છે.

જે થયુ ખોટુ થયુ
કૉફી વિથ કરણમાં હાર્દિક અને રાહુલની કમેન્ટ પર શ્રીસંતે કહ્યુ છે કે જે થયુ તે ખોટુ થયુ. લોકોએ આનાથી મોટી ભૂલો પણ કરી છે.

એ લોકો તો હજુ પણ રમી રહ્યા છે...
શ્રીસંતે આગળ કહ્યુ કે જે કંઈ પણ થયુ તે ઘણુ ખોટુ છે. બંનેએ અમુક વાતો અયોગ્ય કહી છે. પરંતુ અમુક લોકો તો એવા છે જેમણે આનાથી પણ મોટી ભૂલો કરી છે. તેમછતા તે હજુ પણ રમી રહ્યા છે.

લોકો ભૂલ કરીને પણ...
શ્રીસંતે આગળ કહ્યુ કે માત્ર ક્રિકેટ જ નહિ ઘણા અલગ અલગ ક્ષેત્રોમાં લોકો ભૂલો કરીને કામ કરી રહ્યા છે. હાર્દિક અને રાહુલને માફ કરી દેવા જોઈએ.

વિશ્વકપ નજીક
શ્રીસંતે આગળ કહ્યુ કે વિશ્વકપ નજીક છે. એવામાં ટીમને તેમની જરૂર છે. હાર્દિક અને રાહુલ એક સારા ખેલાડી છે. બંને મેચ વિજેતા રહ્યા છે. આશા છે કે બંને ટૂંક સમયમાં ક્રિકેટમાં પાછા ફરશે.

મહિલાઓને ઓબ્ઝર્વ કરવી
કૉફી વિથ કરણ દરમિયાન પંડ્યાએ મોટુ વિવાદિત નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે મને મહિલાઓના મૂવ જોવા અને તેમને ઓબ્ઝર્વ કરવુ પસંદ છે. હું થોડો બ્લેક સાઈડથી છુ એટલે મારે જોવુ જરૂરી છે કે તે કેવી રીતે મૂવ કરી રહી છે.

હાર્દિકની માફી અને સસ્પેન્ડ
ઘણી ટીકાઓ બાદ હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર માફી માંગી તો વળી હૉટસ્ટારે પણ આ એપિસોડ હટાવી દીધો છે. આ સાથે જ બીસીસીઆઈએ આ ઘટના બાદ પંડ્યા અને રાહુલને તપાસ થવા સુધી સસ્પેન્ડ કરી દીધા છે.
આ પણ વાંચોઃ વર્જિનિટી પર વિવાદિત નિવેદન બાદ પ્રોફેસર સામે રસ્તા પર ઉતર્યા છાત્રો