For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે T20 WC માં સૌથી વધુ રન બનાવનારા 5 બેટ્સમેન!

ક્રિકેટ પ્રેમીઓમાં આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 ને લઈને ઉત્સાહનો માહોલ છે. ઘણા બેટ્સમેનોએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં છાપ છોડી છે. આ ઉપરાંત આઇસીસી ટુર્નામેન્ટમાં પણ બેટ્સમેન સારૂ રમ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ક્રિકેટ પ્રેમીઓમાં આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 ને લઈને ઉત્સાહનો માહોલ છે. ઘણા બેટ્સમેનોએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં છાપ છોડી છે. આ ઉપરાંત આઇસીસી ટુર્નામેન્ટમાં પણ બેટ્સમેન સારૂ રમ્યા છે. ટી 20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટની વાત કરીએ તો તેની શરૂઆત 2007 માં થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં 6 આવૃત્તિઓ આવી છે. 2007 માં ટી 20 વર્લ્ડકપ ભારતે, 2009 માં પાકિસ્તાન, 2010 માં ઇંગ્લેન્ડ, 2012 માં વિન્ડીઝ, 2014 માં શ્રીલંકા અને 2016 માં ફરીથી વિન્ડઝે જીત મેળવી હતી. આ 6 વર્લ્ડકપમાં ઘણા બેટ્સમેનોએ તેની રન બનાવીને મેચ જીતાવી છે. આજે આપણે એવા જ સૌથી વધુ રન બનાવનારા ટોપ-5 બેટ્સમેનોની વાત કરવાના છીએ.

મહેલા જયવર્દને

મહેલા જયવર્દને

શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન મહેલા જયવર્દનેએ ટી 20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 2007 થી 2014 સુધી ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે 31 મેચ રમી હતી. આ મેચમાં 39 ની સરેરાશ અને 134ની સ્ટ્રાઈક રેટથી 1016 રન બનાવ્યા છે. આ સાથે જયવર્દનેએ 1 સદી અને 6 અડધી સદી પણ ફટકારી હતી. જયવર્દનેનો શ્રેષ્ઠ સ્કોર 100 રન છે.

ક્રિસ ગેલ

ક્રિસ ગેલ

ક્રિસ ગેલ ટી 20 ક્રિકેટમાં મોટું નામ છે. 2007 થી 2016 સુધી ક્રિસ ગેલ ટી 20 વર્લ્ડ કપની 28 મેચોમાં 26 ઇનિંગ્સ રમ્યો છે અને આ દરમિયાન તેણે 26 ઇનિંગ્સમાં 40 ની સરેરાશ અને 146 ની સ્ટ્રાઇક રેટથી 920 રન બનાવ્યા છે. એટલું જ નહીં, ગેઇલના નામે 2 સદી અને 7 અડધી સદી પણ છે. આ સાથે જ તે ટી 20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન પણ છે. તેણે ટી 20 વર્લ્ડ કપમાં 60 સિક્સર ફટકારી છે.

તિલકરત્ને દિલશાન

તિલકરત્ને દિલશાન

શ્રીલંકાના પૂર્વ ઓપનર તિલકરત્ને દિલશાને પણ ટી 20 વર્લ્ડ કપમાં સારા રન બનાવ્યા છે. તેણે 2007 થી 2016 સુધી વર્લ્ડ કપની 35 મેચ રમી છે. આ દરમિયાન તેણે 30.93 ની સરેરાશ અને 124.06 ની સ્ટ્રાઇક રેટથી 897 રન બનાવ્યા છે. તેણે 6 અડધી સદી પણ ફટકારી હતી. દિલશાનનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 96 છે. શ્રીલંકાના આ બેટ્સમેને વર્લ્ડ કપમાં જ પહેલી વખત ફેમસ દિલ-સ્કૂપ શોટ રમ્યો હતો.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

ભારતને વિરાટ કોહલી પાસેથી ઘણી આશા છે. ટી 20 વર્લ્ડ કપમાં પણ તેનું બેટ સારૂ ચાલે છે. કોહલીએ અત્યાર સુધીમાં ત્રણ વર્લ્ડ કપમાં ભાગ લીધો છે. કોહલી 2012, 2014 અને 2016 સુધી 3 ટી 20 વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન કોહલીએ 16 ઇનિંગ્સમાં 86.33 ની સરેરાશ અને 133 ની સ્ટ્રાઇક રેટથી 777 રન બનાવ્યા છે. કોહલીએ 9 અડધી સદી પણ ફટકારી છે. કોહલી ટી 20 વર્લ્ડ કપમાં સૌથી વધુ અર્ધસદી ફટકારનાર બેટ્સમેન છે.

એબી ડી વિલિયર્સ

એબી ડી વિલિયર્સ

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એબી ડી વિલિયર્સે 2007 થી 2016 સુધી ટી 20 વર્લ્ડ કપમાં 30 મેચ રમી છે. આ દરમિયાન તેને 29 ઇનિંગ્સમાં 29.87 ની સરેરાશ અને 143 ની સ્ટ્રાઇક રેટથી 717 રન બનાવ્યા છે. તેના નામે 5 અડધી સદી પણ છે. સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં ડી વિલિયર્સ પાંચમા સ્થાને આવે છે.

English summary
These are the 5 highest run scorers in T20 WC!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X