For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિઝ પહેલા ઓસ્ટ્રેલિયાને ઝટકો, આ ફાસ્ટ બોલેરે નિવૃતિની જાહેરાત કરી!

એશિઝ શ્રેણીની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાને એક ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર જેમ્સ પેટીનસને 2021-22 એશિઝ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સિડની : એશિઝ શ્રેણીની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાને એક ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર જેમ્સ પેટીનસને 2021-22 એશિઝ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પેટીનસન માત્ર 31 વર્ષનો છે અને લાલ-બોલ ક્રિકેટમાં સારો દેખાવ કરી રહ્યો હતો, પરંતુ તેના આ નિર્ણયથી ઘણા ચાહકો પણ આશ્ચર્યમાં છે. માનવામાં આવે છે કે તેના નિર્ણય પાછળનું મુખ્ય કારણ તેની ઘૂંટણની ઈજા છે.

Australia

પેટીનસ છેલ્લા દાયકામાં ઓસ્ટ્રેલિયાના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાંનો એક છે. 2011 માં ટેસ્ટ ડેબ્યૂ કરતા જમણા હાથના ફાસ્ટ બોલરે પાંચ વિકેટ ઝડપી હતી. તેણે તેના આગામી ટુનાર્મેન્ટમાં પણ સારી બોલિંગ કરી હતી. જો કે, ઈજાના કારણે તેને નિયમિત રીતે રમવાની મંજૂરી ન હતી. જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્કનો ઉદભવ પણ પેટીનસન નિયમિતપણે ટેસ્ટ ક્રિકેટ રમતો ન હોવાથી થયો હોવાનું મનાય છે.

જોકે પેટીનસન ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના નિયમિત સભ્ય રહ્યા છે, પરંતુ તે ત્યારે જ રમી શક્યો જ્યારે ત્રણ મુખ્ય ફાસ્ટ બોલરોમાંથી એક ઘાયલ થયો અથવા આરામમાં હોય. જ્યાં સુધી તેના પ્રદર્શનની વાત છેતો પેટીનસને 21 ટેસ્ટ મેચમાં 81 વિકેટ લીધી છે. જેમાં ચાર વખત એક મેચમાં પાંચ કે તેથી વધુ વિકેટનો સમાવેશ થાય છે. પેટીનસન તેની કારકિર્દીની શરૂઆતમાં ઝડપી બોલર હતો. પરંતુ વારંવારની ઇજાઓને કારણે તેની ગતિ ધીમી પડી હતી. તેણે સ્વિંગ અને બાઉન્સનો ઉપયોગ બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકવા માટે કર્યો. તેણે ઓસ્ટ્રેલિયા માટે કેટલીક સારી ઇનિંગ્સ પણ રમી હતી. તેણે 15 વનડે અને ચાર ટી 20 આંતરરાષ્ટ્રીયમાં અનુક્રમે 16 અને 3 વિકેટ લીધી હતી.

તાજેતરની વાતચીતમાં પેટિનસને રાષ્ટ્રીય ટીમમાંથી ખસી જવાનો અને સ્થાનિક ક્રિકેટ રમવાનો ઇરાદો જણાવ્યો હતો. તેણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટને કહ્યું હતુ કે, જેમ જેમ તમે મોટા થશો તેમ તેમ સૌથી અઘરો ભાગ એ છે કે તમે તમારા ક્રિકેટનો પણ આનંદ માણવા માંગો છો. તમે તમારું તમામ ધ્યાન ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટ રમવા પર લગાવ્યું છે અને અંતે આ ખત્મ થાય છે.

ઉલ્લેખનિય છે કે, ક્રિકેટની દુનિયામાં એસિઝનું એક અલગ સ્થાન છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સિવાયના દેશની પણ એસિઝ પર નજર હોય છે. ત્યારે હવે આ નિવૃતિ બાદ ઓસ્ટ્રેલિયાને ઝટકો લાગે તે સ્વભાવિક છે.

English summary
Tweak Australia before Ashes, this fast bowler announces retirement!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X