T-20 વર્લ્ડ કપ: આજે ભારત અને અફઘાનિસ્તાન ટકરાશે

ભારતીય ટીમ આ મેચ મોટા અંતરથી જીતીને જોરદાર આગાઝ કરશે પરંતુ T-20 ક્રિકેટનું માળખુ જોતાં ભારતે અફઘાનિસ્તાનની ટીમથી સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે T-20 ક્રિકેટ મેચમાં એક ખેલાડી ત્રણ-ચાર ઓવરમાં મેચનું પાસુ પલટી શકે છે.
ભારતીય ટીમમાં પરિવર્તનના અણસાર ખૂબ ઓછા જોવા મળે છે જ્યારે અફઘાનિસ્તાનની ટીમે સીમર અને સ્ટ્રાઇક બોલર હામિદ હસન વિના આ મેચમાં રમવું પડશે. હામિદ ઇજાગ્રસ્ત હોવાને કારણે અભ્યાસ મેચમાં પણ રમી શક્યો ન હતો.
આજના દિવસના પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા અને આર્યલેન્ડ ટકરાશે. આ મેચ ઘણી રોમાંચક બની શકે છે કારણ કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ખરાબ પ્રદર્શનના કારણે આઇસીસી રેકિંગમાં આર્યલેન્ડથી પણ નીચે સરકી ગઇ હતી.












Click it and Unblock the Notifications
