For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરાટ કોહલી ગમે ત્યારે વનડેની કપ્તાની છોડી શકે છે!

વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. ICC T20 વર્લ્ડ કપ કેપ્ટન તરીકે તેનું છેલ્લુ અસાઈનમેન્ટ હતું. આ સાથે જ રવિ શાસ્ત્રીનો કોચ તરીકેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. ICC T20 વર્લ્ડ કપ કેપ્ટન તરીકે તેનું છેલ્લુ અસાઈનમેન્ટ હતું. આ સાથે જ રવિ શાસ્ત્રીનો કોચ તરીકેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. તેમનું સ્થાન રાહુલ દ્રવિડે લીધુ છે. રાહુલ ન્યૂઝીલેન્ડ સામેની આગામી શ્રેણીમાં કોચની ભૂમિકા ભજવશે. બીજી તરફ કોહલી-શાસ્ત્રીની જુગલબંધી ઘણી સફળ સાબિત થઈ છે. સાથે મળીને બન્નેએ ટીમને મોટી ઉપલબ્ધીઓ અપાવી છે. મનાઈ રહ્યું છે કે કોહલી હવે વનડે ટીમની કેપ્ટનશીપ છોડી દેશે, જેથી બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. બીજી તરફ રવિ શાસ્ત્રીએ એ પણ ખુલાસો કર્યો કે કોહલી આવનારા સમયમાં ગમે ત્યારે ODIની કેપ્ટન્સી છોડી શકે છે.

virat kohli

ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, વિરાટ કોહલી નજીકના ભવિષ્યમાં ODIની કેપ્ટનશીપ છોડી શકે છે. રવિ શાસ્ત્રીએ ઈન્ડિયા ટુડેને એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, રેડ બોલ ક્રિકેટમાં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારત છેલ્લા 5 વર્ષથી વિશ્વની નંબર 1 ટીમ છે. તેથી તે હાર માનવા માંગતો નથી પરંતુ તે માનસિક રીતે થાકી ગયો છે અને તે કહે છે કે હવે તે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આવનારા સમયમાં તે કદાચ ODIની કેપ્ટનશીપ છોડી શકે છે, પરંતુ એવું નથી લાગતું કે તે તરત થશે. બસ આ થઈ શકે છે.

શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, કોહલી કહી શકે છે કે તે માત્ર ટેસ્ટ કેપ્ટનશીપ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તેનું મન અને શરીર જ આ નિર્ણય લેશે. શાસ્ત્રીએ કહ્યું કે, તે પહેલો ખેલાડી નહીં હોય, ભૂતકાળમાં આવા ઘણા ખેલાડીઓ રહ્યાં છે, જેમણે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુકાની પદ છોડી દીધું છે. જો કે, કોહલી નવેમ્બર 2019 થી એકપણ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી શક્યો નથી. સળંગ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપનો ભાર તેના ફોર્મ પર પ્રભાવ પાડી રહ્યો હતો, જેના કારણે તેણે T20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા જાહેરાત કરી હતી કે તે ભવિષ્યમાં T20Iની કેપ્ટનશિપ નહીં કરે. હવે રોહિત શર્માને T20Iનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કોહલી ODIની કેપ્ટન્સી છોડી દે તો રોહિત આ ફોર્મેટની કેપ્ટનશિપ પણ સંભાળી શકે છે.

English summary
Virat Kohli can leave ODI captaincy at any time!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X