For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોહલી સારું રમી રહ્યો છે, બસ રનથી નથી બની રહ્યાઃ ધોની

|
Google Oneindia Gujarati News

લંડન, 15 ઑગસ્ટઃ ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર જણાવ્યું છેકે, શુક્રવારે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં પાંચ બોલર્સને રમાડવાની પોતાની રણનીતિથી પીછેહઠ નહીં કરે.

લોર્ડ્સ ટેસ્ટના નાયક રહેલા ઝડપી બોલર્સ ઇશાંત શર્માને પહેલાંથી જ ફિટ જાહેર કરી દેવામાં આવ્યો છે અને તેવામાં ભારતીય સુકાનીએ પાંચ બોલર્સની રણનીતિ પર કાયમ રહેવાનો નિર્ણય કર્યો છે, જ્યારે આ રણનીતિ ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી મેચમાં નિષ્ફળ રહી હતી. ભારત પાંચ મેચોની શ્રેણીમાં 1-2થી પાછળ છે અને તેવામાં ધોનીએ અંતિમ મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું કે, હાં, અમે પાંચ બોલર્સ સાથે રમીશું. સુકાનીએ કહ્યું કે, ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને નાની મોટી ઇજા છે, પરંતુ મેચના પ્રારંભ સમય સુધીમાં તે ફિટ થઇ જશેતેવી સંભાવના છે.

ધોનીએ મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું કે, તેણે પોતાનું કાસ સારી રીતે સંભાળ્યું છે. તેને નાની મોટી ઇજાઓ છે, પરંતુ અધિકાંશ સમયમાં 80 ટકાની આસપાસ જ ફિટ રહે છે. તેણે જેટલી બોલિંગ કર્યું છે આપણે ભુલવી જોઇએ નહીં. આ ઉપરાંત તેણે બેટિંગ અને ફિલ્ડિંગ પણ કરી છે. એ સારું છેકે તે સારી સ્થિતિમાં છે, પરંતુ તે એવો ખેલાડી છે, જેણે શ્રેણીમાં અમે હાલના સમયે આરામ આપવાની સ્થિતિમાં નથી.

આ પણ વાંચોઃ- પાંચમી ટેસ્ટ પહેલા અભ્યાસ મેચઃ ધોનીને શોધતી રહી નજર
આ પણ વાંચોઃ- ભારત વિ. ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ અંગે જાણવા જેવી વાતો
આ પણ વાંચોઃ- ... તો ઓવલમાં પણ ટીમ ઇન્ડિયાની હાર નિશ્ચિત છે ?

ભારતને આશા પૂજારા-કોહલી સારું પ્રદર્શન કરશે

ભારતને આશા પૂજારા-કોહલી સારું પ્રદર્શન કરશે

ટેસ્ટ મેચ પૂર્વે ભારત માટે અભ્યાસ સારો રહ્યો નથી. ધોનીએ અભ્યાસ નહીં કરવાનો નિર્ણય કર્યો, જ્યારે બાકીની ટીમે નેટ પર પરસેવો વહાવ્યો હતો, ગુરુવારે અચાનક થયેલા વરસાદના કારણે ભારતીય ટીમે ઇન્ડોર સુવિધાઓ સુધી સીમિત રહેવું પડ્યું હતું. ભારતને આશા છેકે તેમના બેટ્સમેન આ મેચમાં સારું પ્રદર્શન કરતા અંતર પેદા કરશે ખાસ કરીને ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી.

પૂજારા નહીં કરે ઓપનિંગ

પૂજારા નહીં કરે ઓપનિંગ

ધોનીને જ્યારે પૂછવામાં આવ્યું કે પૂજારાને મુરલી વિજય સાથે ઓપનિંગ કરાવવામાં આવશે તો ધોનીએ કહ્યું કે, હાલના સમયે મધ્યમ ક્રમમાં વધુ એક બેટ્સમેન રમાડવાની સંભાવના નથી કારણ કે અધિકાંશ મેચોમાં અમે પાંચ બોલર્સ સાથે રમ્યા. તેને ઇનિંગની શરૂઆત કરવાની વધુ તક મળી નથી, તેથી અચનાક મોટી મેચમાં આ પગલું ઉઠાવવાથી ખોટું પરિણામ પણ આવી શકે છે.

પૂજારામાં સુધારો જ થશે

પૂજારામાં સુધારો જ થશે

ધોનીએ કહ્યું કે, સમસ્યા મોટી ઓપનિંગ ભાગીદારી નહીં થવાની છે. પૂજારાને ત્રીજી, ચોથી અથવા પાંચમી ઓવરમાં બેટિંગ કરવા માટે આવવું પડે છે, તેથી તેને વધારે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આ પ્રકારની સ્થિતિમાં વધુ પડકારનો સામનો કરવાની તક મળી રહી છે, તેનાથી તેમના સુધારો જ થશે.

કોહલી અંગે શું કહ્યું ધોનીએ

કોહલી અંગે શું કહ્યું ધોનીએ

પોતાના સ્ટાર બેટ્સમેન કોહલીના ખરાબ ફોર્મ અંગે ધોનીએ જણાવ્યું કે, તેના માટે સારું છેકે તે સકારાત્મક રહે. જો તે ઓસ્ટ્રેલિયા અથવા દક્ષિણ આફ્રિકામાં રન બનાવી શકે છે તો એવું કોઇ કારણ નથી કે તે ઇંગ્લેન્ડમાં રન નથી બનાવી શકતો. તમારે બસ એ આકલન કરવાની જરૂર છેકે તમે શું અલગ કરી રહ્યાં છો અથવા બોલર તમારી પાસે શું અલગ કરાવી રહ્યાં છે. વિરાટ સારી બેટિંગ કરી રહ્યો છે બસ તે રન બનાવવામાં નિષ્ફળ જઇ રહ્યો છે.

English summary
Mahendra Singh Dhoni, has once again reiterated that he will not deviate from his strategy of playing five bowlers ahead of the fifth and final Test against England.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X