For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોર્ડ્સમાં સદી, રહાણે બન્યો નવમો ભારતીય

|
Google Oneindia Gujarati News

લંડન, 18 જુલાઇઃ અંજિક્ય રહાણે 9મો એવો ભારતીય ક્રિકેટર બની ગયો છેકે જેણે લોર્ડ્સના મેદાનમાં ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હોય. 17 જુલાઇથી શરૂ થયેલી શ્રેણીની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડ સામે બેટિંગ કરતા તેણે 103 રનની ઇનિંગ રમતાની સાથે જ આ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. અત્રે એ વાત ઉલ્લેખનીય છેકે, ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર આ મેદાનમાં સદી ફટકારી શક્યા નથી પરંતુ રહાણેએ આ કરી બતાવ્યું છે. જ્યારે દિલિપ વેંગેસ્કરે લોર્ડ્સના મેદાનમાં ત્રણ વખત સદી ફટકારેલી છે.

વિનૂ માંકડ એવા પહેલા ભારતીય ક્રિકેટર હતા કે જેમણે લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારી હતી. તેમણે 1952માં 184 રન બનાવ્યા હતા અને આ સ્કોર આજે પણ કોઇ ભારતીય દ્વારા લોર્ડ્સમાં બનાવવામાં આવેલો સર્વાધિક સ્કોર છે. લોર્ડ્સના હોનર બોર્ડમાં અજિંક્ય રહાણેનું નામ તેના મેન્ટર રાહુલ દ્રવિડ સાથે લખવામાં આવ્યું હતું. રાહુલ દ્રવિડે 2011માં 103 રનની ઇનિંગ લોર્ડ્સના મેદાનમાં રમી હતી. ત્યારબાદ 2014માં અંજિક્ય રહાણેએ સદી ફટકારી છે.

આ પણ વાંચોઃ- વિશ્વના સૌથી વધુ કમાણી કરતા 25 ખેલાડીઃ ધોની 22માં નંબરે
આ પણ વાંચોઃ- ટેસ્ટ રેન્કિંગઃ કોહલી ટોપ ટેનમાંથી ફેંકાયો, ભુવનેશ્વરે માર્યો કૂદકો
આ પણ વાંચોઃ- ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર નોંધાઇ આ સિદ્ધિ

પ્રથમ દિવસની રમત પૂર્ણ થયા બાદ રહાણેએ જણાવ્યું હતું. આ મારા માટે ખાસ છે કારણ કે મે લોર્ડ્સમાં સદી ફટકારી છે. આ ગ્રાઉન્ડમા મારી આ પહેલી ટેસ્ટ મેચ હતી અને તેથી હું થોડોક નર્વસ હતો, પરંતુ પ્રથમ દિવસની સવારે મે અનુભવ્યું કે મારે 25થી 30 બોલને સારી રીતે પસાર કરી લેવા પડશે અને ત્યારબાદ શું થયું તે બધાએ જોયું છે. અહીં તસવીરો થકી અમે લોર્ડ્સના મેદાનમાં સદી ફટકારનારા ભારતીય ક્રિકેર્ટ્સની યાદી આપી છે. અત્યારસુધી 9 ખેલાડીઓએ 11 સદી ફટકારી છે.

વિનૂ માંકડ

વિનૂ માંકડ

વિનૂ માંકડે 1952માં 184 રનની ઇનિંગ રમી હતી.

દિલિપ વેંગેસ્કર

દિલિપ વેંગેસ્કર

દિલિપ વેંગેસ્કરે આ મેદાનમાં ત્રણ સદી ફટકારી છે. તેમણે 1979માં 103, 1982માં 157 અને 1986માં અણનમ 126 રનની ઇનિંગ રમી હતી.

જીઆર વિશ્વનાથ

જીઆર વિશ્વનાથ

જીઆર વિશ્વનાથે 1979માં લોર્ડ્સના મેદાનમાં 113 રનની ઇનિંગ રમી હતી.

રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રીએ 1990માં સદી ફટકારી હતી.

મોહમ્મદ અઝહરુદ્દિન

મોહમ્મદ અઝહરુદ્દિન

મોહમ્મદ અઝહરુદ્દિને 1990માં 121 રનની ઇનિંગ રમી હતી.

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલીએ 1996માં આ મેદાન પર 131 રનની ઇનિંગ રમી હતી.

અજીત અગરકર

અજીત અગરકર

અજીત અગરકરે 2002માં અણનમ 109 રનની ઇનિંગ રમી હતી.

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડે 2011માં અણનમ 103 રનની ઇનિંગ રમી હતી.

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણેએ 17 જુલાઇ 2014થી શરૂ થયેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે 103 રનની ઇનિંગ રમી હતી.

English summary
Ajinkya Rahane became the 9th Indian batsman to score a Test century at Lord's when he made 103 against England at the home of cricket on the first day of the second Test here yesterday (July 17).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X