• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સિટી ઓફ જૉય કોલકાતામાં ક્યાં ક્યાં ફરાવશો આપના બાળકોને...

|

ભારતની સાંસ્કૃતિક રાજધાનીના નામથી જાણીતા અને જૉય સિટી ઓફ ઇન્ડિયાનો દરજ્જો મેળવી ચૂકેલા કોલકાતાની ગણતરી ભારતના એ શહેરોમાં થાય છે જેણે શરૂઆતથી જ પોતાની અનોખી સંસ્કૃતિના કારણે અલગ અલગ ઓળખ પ્રાપ્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોલકાતાના લોકોને ઘણા દાયકાઓથી સાહિત્ય અને કળા પ્રદર્શન માટે વખાણવામાં આવતું રહ્યું છે અને લગભગ એ જ કારણ છે કે આજે ભારતના એ શહેરોમાં પણ ગણતરી થાય છે જ્યાં લાખો પ્રવાસીઓ પોતાની ઉપસ્થિતિ નોંધાવે છે.

આજે અમારા આ લેખમાં અમે આપને અવગત કરાવીશું કોલકાતાના એ સ્થાનોથી જ્યાં આપ આપના બાળકોની સાથે રજાઓ વિતાવી શકશો. નોંધનીય છે કે કોલકાતામાં આવેલા ઘણા સંગ્રહાલયો, પુસ્તકાલય, ક્રિકેટ મેદાન, ફુટબોલ સ્ટેડિયમ, મનોરંજન પાર્ક તમામ ઉંમરના વ્યક્તિઓ માટે મનોરંજનના વિકલ્પ ઉપલબ્ધ કરાવે છે.

તો આવો આ લેખ થકી જાણીએ અને જોઇએ કે આપ આપના બાળકોને કોલકાતામાં ક્યાં ક્યાં એન્જોય કરાવી શકો છો...

નિક્કો પાર્ક

નિક્કો પાર્ક

કોલકાતામાં આવેલ નિક્કો પાર્ક એક મોનરંજન પાર્ક છે જે બાળકો ઉપરાંત મોટાઓની તરફ પણ પોતાનું ધ્યાન આકર્ષિત કરે છે. 35 અલગ અલગ રાઇડોવાળા આ પાર્ક આજે બાળકો ઉપરાંત મોટાઓનું પણ ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આપને બતાવી દઇએ કે 31 ઓક્ટોબર 1991માં ખુલેલા અને ડિઝની લેંડ ઓફ વેસ્ટ બંગાળના નામથી જાણીતા આ પાર્કને બનાવવાનો ઉદ્દેશ્ય મનોરંજનની સાથે સાથે શૈક્ષણિક માહિતીને પ્રોત્સાહન આપવાનું હતું. આપ પણ આ પાર્કની મુલાકાત ચોક્કસ લો.

બિડલા તારામંડલ

બિડલા તારામંડલ

કોલકાતા સ્થિત બિડલા તારામંડલ જોવામાં બિલકૂલ સાંચીના સ્તૂપથી મળતું આવે છે. જે એક માળની પરિપત્ર સંરચના છે. કહેવામાં આવે છે કે એશિયાના સૌથી મોટા તારામંડળના રૂપમાં વિખ્યાત આ તારામંડળનું ઉદઘાટન તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા 2 જુલાઇ 1961ના રોજ કરવામાં આવ્યું હતું. અત્રે એક ઇલેક્ટ્રોનિક્સ લેબ છે જ્યાં તમામ ઉપકરણોનું નિર્માણ અને સંગ્રહ કરવામાં આવે છે. અત્રે એક ગેલેરી પણ છે જ્યાં આકાશમંડળમાં આવેલા અલગ અલગ ગ્રહો અને તારાઓને તસવીરોના માધ્યમથી દર્શાવવામાં આવે છે. જો આપની સાથે બાળકો છે તો અમારું મંતવ્ય છે કે આપે ચોક્કસ અહીં તેમને લઇ જવા જોઇએ.

વિજ્ઞાન સંગ્રહાલય

વિજ્ઞાન સંગ્રહાલય

કોલકતાની વિજ્ઞાન નગરી વિજ્ઞાન સાથે સંબંધિત એક પ્રદર્શની અને સંગ્રહાલય છે. અત્રે ભારતીય ઉપમહાદ્વીપમાં પોતાના પ્રકારનું સૌથી મોટું વિજ્ઞાન કેન્દ્ર છે. આ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ આવે છે. જેમાં બે સુવિધાઓ છે- વિજ્ઞાન કેન્દ્ર અને સમ્મેલન કેન્દ્ર. વિજ્ઞાન નગરી પરિસરમાં સ્પેસ ઓડીસી, ડાયનામોશન, ક્રમ-વિકાસ પાર્ક, સમુદ્રવર્તી કેન્દ્ર અને એક વિજ્ઞાન પાર્ક છે. સ્પેસ ઓડીસીમાં પ્રથમ દીર્ઘાકાર ફોર્મેટ ચલચિત્ર સભાગૃહ, સમય યંત્ર, 3-વિમીય દ્રશ્ય સભાગૃહ, દર્પણનું જાદુ, અને અંતરિક્ષ વિજ્ઞાન વગેરે છે.

બોટનિકલ ગાર્ડન

બોટનિકલ ગાર્ડન

ઘણા એકરમાં ફેલાયેલી હરિયાળી, છોડવાની દૂર્લભ પ્રજાતિઓ, સુંદર ફુલો, શાંત વાતાવરણ અત્રે પ્રકૃતિની સાથે સાંજ વિતાવવાની એક તક છે. નદીના પશ્ચિમ તરફ સ્થિત આ ગાર્ડનમાં વિશ્વનું બીજું સૌથી મોટું વડનું ઝાડ છે, જે 10,000 વર્ગ મીટરમાં ફેલાયેલું છે, તેની લગભગ 420 શાખાઓ છે.

અલીપુર વન્ય પ્રાણી ઉદ્યાન

અલીપુર વન્ય પ્રાણી ઉદ્યાન

અલીપુર વન્ય પ્રાણી ઉદ્યાન જેને અલીપુર પ્રાણી સંગ્રહાલય અથવા કોલકાતા પ્રાણીસંગ્રહાલયના નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતનું સૌથી જુનું પ્રાણી ઉદ્યાન છે. આ કોલકાતાનું એક પ્રમુખ પર્યટન આકર્ષણ છે. તેને એક અદ્વૈત નામના કાચબાના નામથી પણ ઓળખવામાં આવે છે વિશ્વમાં કોઇ પણ પ્રાણી કરતા લાંબું આયુષ્ય ધરાવતું હતું.

સાંસ્કૃતિક રીતે સૌથી સમૃદ્ધ ઉત્તર પ્રદેશના બેસ્ટ ટૂરિઝમ પ્લેસ..

સાંસ્કૃતિક રીતે સૌથી સમૃદ્ધ ઉત્તર પ્રદેશના બેસ્ટ ટૂરિઝમ પ્લેસ..

બેસ્ટ ટૂરિઝમ પ્લેસ.. જુઓ તસવીરો...

English summary
Kolkata also known as the 'City of Joy' was once regarded as the cultural capital of India. Here are a few tourist places in kolkata which you can visit with kids.
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more