
જાણો કર્ણાટકના આ 12 અભયારણ્યોની મુલાકાત શા માટે લેવી જોઇએ
દક્ષિણ ભારતમાં સ્થિત કર્ણાટક પોતાની સુંદરતા માટે આખા દેશ-દુનિયામાં ખૂબ જ જાણીતું છે, દરવર્ષે અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી પહોંચે છે. કહેવામાં આવે છે કે આજે કર્ણાટકનું સ્થાન ભારતના એ રાજ્યોમાં મોખરે આવે છે જેમનું પ્રવાસન માત્ર કૂદરત પર નિર્ધારિત છે.
પછી ભલેને અહીં આવેલી કૂર્ગના પહાડો હોય કે ચિકમંગલૂરના ઝરણા હોય અથવા તો બગીચાઓનું શહેર બેંગલોર. આ રાજ્યનું પ્રવાસન એવું છે જેની સુંદરતા અને વિશાળતાને શબ્દોમાં બાંધી શકાય નહીં.
- વિશ્વના આ સૌથી જૂના શહેરોમાં ફરવાની આપની ઇચ્છા ખરી?
- હૉટ, અમેઝિંગ અને સેક્સી ગોવાને માણો તસવીરોમાં..
- સિક્કિમને તસવીરોમાં જોશો તો અહીં રહેવાનું મન થઇ જશે..
વાત જ્યારે કૂદરત અને પ્રકૃતિની કરવામાં આવે અને એવામાં આપણે વન્યજીવનનું વર્ણન ના કરીએ તો એક હદ સુધી વાત અધુરી રહી જાય છે. તો આજ ક્રમમાં આજે અમારા લેખ દ્વારા અમે આપને અવગત કરાવીશું કર્ણાટકના સુંદર વન્ય જીવનથી. તો આવો જાણીએ કે જો આપને વન્ય જીવનથી પ્રેમ છે તો દક્ષિણમાં સ્થિત આ સુંદર રાજ્યમાં આપ ક્યા ક્યા વન્ય જીવનનો આનંદ માણી શકો છો.
જુઓ તસવીરોમાં...

ભદ્રા વન્યજીવ અભયારણ્ય
ભદ્રા વન્યજીવ અભયારણ્ય એક સંરક્ષિત ટાઇગર રિઝર્વ છે.
ફોટો કર્ટસી: Bikash Das

કાવેરી વન્ય જીવ અભયારણ્ય
કાવેરી વન્યજીવ અભયારણ્યમાં વૃક્ષ પર બેસેલી માલાબાર ખિસખોલી.
ફોટો કર્ટસી: Bikash Das

બ્રહ્મગિરિ વન્યજીવ અભયારણ્ય
બ્રહ્મગિરિ વન્યજીવ અભયારણ્યનું પ્રગાઢ જંગલ.
ફોટો કર્ટસી: Thejaswi

દાંદેલી વન્યજીવ અભયારણ્ય
દાંદેલી વન્યજીવ અભયારણ્ય વન્યજીવ અભયારણ્યમાં વૃક્ષો પર આમથી તેમ કૂદતા લંગૂર.
ફોટો કર્ટસી: Gopal Venkatesan

પુષ્પગિરિ વન્યજીવ અભયારણ્ય
વન્યજીવ અભયારણ્યમાં ફરતા નોળિયાની તસવીર
ફોટો કર્ટસી: Yathin SK

મેલકોટે ટેમ્પલ વન્યજીવ અભયારણ્ય
મેલકોટે ટેમ્પલ વન્યજીવ અભયારણ્યમાં નારિયેળ ખાતા વાંદરાઓ.
ફોટો કર્ટસી: Jan Arendtsz

દારોજી સ્લોથ બીયર અભયારણ્ય
દારોજી સ્લોથ બીયર અભયારણ્યમાં આરામની મુદ્રામાં બેઠેલું એક વિશાળ રીંછ.
ફોટો કર્ટસી: Srihari Kulkarni

બિલિગિરિરંગા વન્યજીવ અભયારણ્ય
બિલિગિરિરંગા વન્યજીવ અભયારણ્યની હરિયાળી જે કોઇને પણ મંત્રમુગ્ધ કરી શકે છે.
ફોટો કર્ટસી: Dineshkannambadi

રાનિબેન્નૂર બ્લેકબક અભયારણ્ય
રાનિબેન્નૂર બ્લેકબક અભયારણ્યને જોવું એક ખૂબ જ આહલાદ્દક અનુભવ હોય છે.
ફોટો કર્ટસી: Koshy Koshy

શરાવતી વૈલી વન્યજીવ અભયારણ્ય
આવા દૂર્લભ દ્રશ્ય ખૂબ જ મુશ્કેલીથી જ કેદ કરી શકે છે કેમેરો.
ફોટો કર્ટસી: Bikash Das

શેટ્ટીહલ્લી વન્યજીવ અભયારણ્ય
શેટ્ટીહલ્લી વન્યજીવ અભયારણ્યમાં ઘાસ અને જાડીઓની પાછળ છૂપાયેલેલ જંગલી પાડો.
ફોટો કર્ટસી: Subharnab Majumdar

તલકાવેરી વન્યજીવ અભયારણ્ય
તલકાવેરી વન્યજીવ અભયારણ્યમાં એક વિશાળ હાથીનું દુર્લભ દ્રશ્ય.
ફોટો કર્ટસી: Srikaanth Sekar