સિક્કિમને તસવીરોમાં જોશો તો અહીં રહેવાનું મન થઇ જશે..
સિક્કિમ ચીન, નેપાળ તથા ભૂતાનની સરહદે આવેલું ભારતનું રાજ્ય છે. તેનું પાટનગર ગંગટોક છે. ત્યાંની મુખ્ય ભાષા નેપાળી છે. સિક્કિમ ગોવા પછીનું ભારતનું સૌથી નાનું રાજ્ય છે. અંગુઠા જેવા આકારવાળા આ રાજ્યની પશ્ચિમમાં નેપાળ, ઉતર અને પૂર્વમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન સરહદથી જોડાયેલુ છે.
"સિક્કિમ" નામ વિષે સૌથી વધુ માન્યતા પ્રાપ્ત ધારણા એવી છે કે આ શબ્દ લિંબુ ભાષાના બે શબ્દોમાંથી બન્યો છે. લિંબુ ભાષામાં "સુ" એટલે નવુ અને "ખિયિમ" એટલે મહેલ કે આવાસ. હિમાલયની પર્વતમાળામાં આવેલા માળા સમાન સિક્કિમ એ મુખ્યત્વે પર્વતીય ભૂક્ષેત્ર ધરાવે છે. રાજ્યના ભૂક્ષેત્રની સમુદ્રસપાટીથી ઊંચાઈ 280મી થી લઈને 8586મી જેટલી છે. વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી ઊંચું શિખર - કાંચનજંઘા સિક્કિમ અને નેપાળની સરહદે આવેલું છે.
સિક્કિમની પૂર્વ, પશ્ચિમ અને ઉતરે હિમાલયની પર્વતમાળા આવેલી છે. રાજ્યના દક્ષીણ ભાગમાં હિમાલયના નીચા શિખરો આવેલા છે. આ દક્ષીણ ભાગમાં વસ્તીની ગીચતા વધુ છે. સિક્કિમમાં 26 શિખરો, 80થી વધુ હિમનદીઓ, 229 જેટલા ઊંચાઈ પર આવેલા તળાવો (જેમ કે ત્સોન્ગમો, ગુરુડોન્ગમર અનેખેચોપાલરી), ગરમ પાણીના પાંચ ઝરા અને 100થી વધુ નદીઓ અને ઝરણાંઓ આવેલાં છે. રાજ્યના 8 પર્વતીય ઘાટ તેને તિબેટ, નેપાળ અને ભુતાન સાથે જોડે છે.
સિક્કિમે હંમેશાથી જ પોતાના સુંદર મઠો અનોખી સભ્યતા અને સસ્કૃતિના પગલે પ્રકૃતિના પ્રેમિયો અને હાર્ડકોર એડવેંચરના શોખીનોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. આ સુંદર રાજ્યમાં એવું ઘણું બધુ છે છે જે કારણે આજે તે પ્રવાસન હબ તરીકે ઓળખાય છે. આજે અમે આ લેખમાં આપને સિક્કિમના એ સુંદર પ્રવાસન સ્થળોથી રૂબરૂ કરાવીશું જેને જોઇને આપને આ સ્વર્ગમાં રહેવાનું મન થઇ જશે..
આવો કરીએ સિક્કિમની યાત્રા તસવીરોમાં...

એક શાનદાર માર્ગ
સિક્કિમમાં ગુરડોંગર તળાવનો પ્રમુખ માર્ગ.
ફોટો કર્ટસી - Antony Pratap

આશ્ચર્યજનક વાદળી પાણી
ગુરડોંગર તળાવ, એક તાજા પાણીનું સરોવર છે, 5210 મીટરની ઉંચાઇ પર સ્થિત હોવાના કારણે તે દુનિયામાં સર્વોચ્ચ જળ સંસ્થામાંથી એક છે.
ફોટો કર્ટસી - Virtous One

હિમનદોં સૌંદર્ય
સિક્કિમ સ્થિત સોંગમો અથવા ચાંગૂ તળાવનું એક સુંદર દ્રશ્ય.
ફોટો કર્ટસી - V.v

જામેલું સૌંદર્ય
સોંગમો અથવા ચાંગૂ તળાવની પાસે સ્થિત એક જામીને બરફ બનેલું ઝરણું.
ફોટો કર્ટસી - Rajarshi Mitra

રાજ્ય વિધાનસભાનો એક નજારો
સિક્કિમમાં રાજ્ય વિધાનસભાની ઇમારત
ફોટો કર્ટસી - Kalyan Neelamraju

હિલટોપ મઠ
સિક્કિંગ સ્થિત તાશિદિંગ મઠનું એક સુંદર દ્રશ્ય
ફોટો કર્ટસી - Retlaw Snellac

આધ્યાત્મિક સિદ્ધિઓ
સિક્કિમ સ્થિત રૂમટેક મથની એક સુંદર તસવીર
ફોટો કર્ટસી - Ramakrishna Reddy Y

અનોખા પર્વત
દુનિયાની ત્રીજી સૌથી ઊંચો પર્વત કંચનજંઘાની રાજસી મહિમા.
ફોટો કર્ટસી - proxygeek

નવી શરૂઆત
સિક્કિમના એક મથમાં યુવાન બૌદ્ધ ભિક્ષુ.
ફોટો કર્ટસી - Sukanto Debnath

મૈત્રીનું સ્થાયી બંધન
અત્રેના અલગ અલગ મઠોમાં રહેનારા લોકોની વચ્ચે આપને મૈત્રીનું એક સ્થાયી બંધન જોવા માટે મળશે.
ફોટો કર્ટસી - Retlaw Snellac

પ્રકૃતિનું મહેલ
સિક્કિમ સ્થિત ગંગટોક મહેલના ગેટનું સુંદર દ્રશ્ય.
ફોટો કર્ટસી - Bombman

સોના જેવું ચમકતું
સિક્કિમ સ્થિત રોલંગ મઠની તસવીર
ફોટો કર્ટસી - Sukanto Debnath

સુંદર ખંડેર
સિક્કિમનો એક જૂનો કિલ્લો.
ફોટો કર્ટસી - Matt Paish

કલાના અલગ અલગ નમૂના
સિક્કિમ સ્થિત ફેંગસંગ મઠની એક તસવીર
ફોટો કર્ટસી - Retlaw Snellac

મન મોહી લેનાર સૌંદર્ય
સિક્કિમના ખેતી ક્ષેત્રો દ્વારા પ્રસ્તુત શાનદાર હરિયાળી
ફોટો કર્ટસી - Soumyajit Pramanick

શાંતિનો માર્ગ બતાવનાર મઠ
સિક્કિમ સ્થિત કુંગરાગલિંગ મઠની તસવીર
ફોટો કર્ટસી - Anja Disseldorp

શાંતિના સંરક્ષક
સિક્કિમના નામચીમાં ગુરુની એક પ્રતિમા
ફોટો કર્ટસી - Stefan Krasowski

રોકાયેલ પાણી
ઉત્તર સિક્કિમનું એક સુંદર નજારો
ફોટો કર્ટસી - Saran Chamling

મન મોહી લેનાર સંસ્કૃતિ
સિક્કિમના પારંપરિક કળા રૂપ.
ફોટો કર્ટસી - rajkumar1220

વાદળી આકાશ
વાદળોથી ઘેરાયેલ સિક્કિમની ઘાટી
ફોટો કર્ટસી - rajkumar1220

બીહડ સુંદરતા
સિક્કિમના બીહડ પહાડો અને તળાવોની સુંદરતા.
ફોટો કર્ટસી - Arindam Mitra

એક વોલ્ક જે હંમેશા યાદ રહે
સિક્કિમનું ટેમી ટી ગાર્ડન
ફોટો કર્ટસી - Abhijit Kar Gupta

સિક્કિમમાં વન્યજીવન
સિક્કિમના માઉન્ટેન યાકોનું સમૂહ
ફોટો કર્ટસી -rajkumar1220

દૂર સુધી ફેલાયેલા પહાડો
બરફથી આચ્છાદિત પહાડોની હારમાળાનું એક દ્રશ્ય
ફોટો કર્ટસી - rajkumar1220

મનમોહક સુંદરતા
સિક્કિમમાં ગુરુ રિન્પોચેની 148 ઊંચી પ્રતિમા
ફોટો કર્ટસી - Sudarsan Tamang

સુરમ્ય શિખરો
સિક્કિમ સ્થિત યુમથાંગ શિખરનું નૈસર્ગિક સૌંદર્ય
ફોટો કર્ટસી - Shayon Ghosh

રંગબિરંગી દીવારો
સિક્કિમ સ્થિત રૂમટેક મઠની રંગબેરંગી દિવારો.
ફોટો કર્ટસી - flowcomm

એક ભિક્ષુનું જીવન
સિક્કિમના મઠોમાં રહેતા ભિક્ષુઓનું જીવન
ફોટો કર્ટસી - flowcomm

સિક્કિમના અલગ અલગ રંગ
સિક્કિમના યુકસોમમાં સ્થિત દુબદી ગોમ્પા
ફોટો કર્ટસી - ks_bluechip

કલ્પના કે હકિકત
પ્રાકૃતિક રૂપમાં સિક્કિમના યુમથાંગનો પુલ.