
આ મંદિરોમાં દેવતાઓને ચડાવાય છે ચોકલેટ્સ...
ભારતીયોના જીવનનું મુખ્ય અંગ છે ધર્મ, કારણ કે આપને ભારતમાં દરેક પગલે કોઇને કોઇ મંદિર-મસ્જિદ-ગુરુદ્વારા અથવા ચર્ચ ચોક્કસ જોવા મળી જશે. એક હદ સુધી કહેવામાં આવે છે કે બાળપણથી જ આપણા વડીલો દ્વારા આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાના પાઠ ભણાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જો આપણે ધર્મના માર્ગ પર ચાલીશું તો ખરાબીઓ આપણી નજીક પણ નહીં આવે.
હવે ભારતમાં ધર્મ અને એમાં પણ સનાતન હિન્દુ ધર્મ પર નજર કરીએ તો અત્રે તેંત્રીસ કરોડ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. અને એટલે જ ભારત મંદિરોનો દેશ અને રિલિજિયસ ટૂરિઝમનું હબ કહેવાય છે. નોંધનીય છે કે જો ભારતમાં અલગ અલગ મંદિરોને ચીવટતાથી જોવામાં અને તપાસવામાં આવે તો આ મંદિરોનું વાસ્તુ કૌશલ, કળાત્મકતા અને રચનાત્મકતા કોઇને પણ પોતાની તરફ આકર્ષિત કરી લેશે.
આજે અમે અમારા આ લેખ દ્વારા આપને એક એવા અનોખા મંદિરથી અવગત કરાવવા જઇ રહ્યા છીએ જ્યાં બીજા મંદિરોની સરખામણીમાં ભિન્ન અને અનોખો પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ મંદિરમાં દેવતાને નથી સીંગ-સાકર પસંદ કે નથી કેળા કે શ્રીફળ આ મંદિરના દેવતાને તો પ્રસાદમાં પસંદ છે ચોકલેટ્સ. આજે અમે આપને લઇ જઇ રહ્યા છીએ કેરળમાં આવેલા અલેપ્પી સ્થિત થેક્કન પલાની બાલસુબ્રમણ્યમ મંદિરમાં જ્યાંના પ્રમુખ દેવતાને ફળફૂલ નહીં પરંતુ ખૂબ જ બધી ચોકલેટ્સ ચઢે છે.મંદિરના પ્રશાસનિક અધિકારિયો અનુસાર અત્રે તમામ જાતિ ધર્મ અને સમુદાયના લોકો આવે છે જેમાં ચોકલેટના પગલે બાળકોની ભીડ હંમેશા વધારે રહે છે. અત્રે નોંધનીય છે કે આપે ચઢાવેલી ચોકલેટનો અડધો ભાગ મંદિરના મુખ્ય પુજારી દેવતા માટે રાખે છે અને બાકીનો ભાગ આપને પરત કરે છે.

જો આ મંદિરના આયોજનોની વાત કરીએ તો મંદિરમાં મુખ્ય આરતી બાદ લોકોને ફૂલ આપવામાં આવે છે અને ચંદનનું ટિળક કરવામાં આવે છે. આરતી પૂરી થયા બાદ ચોકલેટ આપવામાં આવે છે. નોંધનીય છે કે આ મંદિરમાં તમામ પ્રમુખ અનુષ્ઠાનો માટે ચોકલેટનો જ ઉપયોગ કરવામાં આવે છે. અત્રેનું સૌથી પ્રમુખ અનુષ્ઠાન થુલુભારા છે.
જો આ મંદિરમાં આપને ભારત ઉપરાંત દુનિયાભરના પ્રવાસીઓ મળશે. કહેવામાં આવે છે કે પહેલા આ મંદિરમાં માત્ર બાળકો દ્વારા ચોકલેટ ચઢાવવામાં આવતી હતી પરંતુ બાદમાં અત્રે આવનાર તમામ લોકોએ દેવતાને ચોકલેટ ચઢાવવાનું શરૂ કરી દીધું. આ લેખને વાંચ્યા બાદ આપને પણ ચોકલેટનો પ્રસાદ લેવાનું મન થયું હોય તો આવી જાવ કેરળના એલેપ્પીમાં.