For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચમત્કારી સ્થળોનું મિશ્રણ એટલે અલવર

|
Google Oneindia Gujarati News

અલવર એક પર્વતીય વિસ્તાર છે, જે રાજસ્થાન રાજ્યમાં અરાવલીની પથરાયેલી ચટ્ટાણો વચ્ચે સ્થિત છે. આ સ્થળ અલવર જિલ્લાનું પ્રશાસનિક મુખ્યાલય છે. પૌરાણિક કથાઓ અનુસાર આ ક્ષેત્રને મત્સ્ય દેશના નામથી પણ ઓળખવામા આવતો હતો, જ્યાં પાંડવોએ પોતાના નિર્વાસનનું 13મું વર્ષ રૂપ બદલીને વિતાવ્યા હતા. ઐતિહાસિક રીતે આ સ્થળ મેવાડના નામથી જાણીતું હતું. અલવર સુંદર ઝીલો, ભવ્ય મહેલો, શાનદાર મંદિરો, શાનદાર સ્મારકો અને વિશાળ કિલ્લાઓ માટે પ્રસિદ્ધ છે.

પ્રવાસી અલવર આવે છે, કારણ કે તે બાલા કિલ્લાનું ભ્રમણ કરી શકે, જે અલવર કિલ્લાના નામથી ઓળખાય છે. તેનું નિર્માણ વર્ષ 1550માં હસન ખાન મેવાડીએ કરાવ્યો હતો. કિલ્લાનું નિર્માણ અને સંરચનાત્મક ડિઝાઇનની ભવ્યતા પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. આ કિલ્લાના છ દ્વાર છે, જે જય પોલ, લક્ષ્મણ પોલ, સુરત પોલ, ચાંદ પોલ, અંધેરી દ્વાર અને કૃષ્ણા દ્વાર છે. સિટી પેલેસ અને વિજય મંદિર પેલેસ અલવરના અન્ય વાસ્તુ ચમત્કાર છે. પ્રથમ પેલેસ પોતાની વાસ્તુકળાની શૈલી અને સંગ્રહાલય માટે પ્રસિદ્ધ છે. વિજય મંદિર મહેલ 105 ભવ્ય રૂમો, સુરમ્ય ઉદ્યાન અને એક ઝીલ માટે જાણીતું છે.

આ સ્થળના અન્ય પ્રવાસન આકર્ષણ જયસમંદ ઝીલ, સિલ્લીસેઢ ઝીલ અને સાગર ઝીલ છે. અલવરની યાત્રા કરતી વેળા પ્રવાસી મૂસી મહારાણીની છત્રી, ત્રિપોલિયા, મોતી ડુંગરી, ભાનગઢ અવશેષ, કંપની બાગ, ક્લોક ટાવર, સરકારી સંગ્રહાલય, ફતેહ જંગનો મકબરો, કલાકંદ બજાર અને નાલ્દેશ્વરને જોઇ શકે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ અલવરને.

બાલા કિલ્લો

બાલા કિલ્લો

અલવરમાં આવેલો બાલા કિલ્લો

સાગર ઝીલ

સાગર ઝીલ

અલવરમાં આવેલી દર્શનીય સાગર ઝીલ

મૂસી મહારાણીની છત્રી

મૂસી મહારાણીની છત્રી

અલવરમાં આવેલી મૂસી મહારાણીની છત્રી

સિટી પેલેસ

સિટી પેલેસ

અલવરમાં આવેલો સિટી પેલેસ

કિલ્લાનું વિહંગમ દૃશ્ય

કિલ્લાનું વિહંગમ દૃશ્ય

અલવરમાં આવેલા બાલા કિલ્લાનું વિહંગમ દૃશ્ય

English summary
Alwar is a hilly region located amidst the craggy rocks of the Aravalli Ranges in the state of Rajasthan. This place serves as the administrative headquarters of the Alwar District. According to mythology, the region was known as Matsya Desh where the Pandavas are believed to have spent the 13th year of their
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X