For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના પોળોના જંગલોમાં એક વાર કેમ પ્રવાસ કરવો જોઇએ

|
Google Oneindia Gujarati News

મિત્રો આજે આપને અમે અમારા આ લેખ થકી અવગત કરાવીશું ગુજરાતના એવા પ્રવાસન સ્થળની જે ખૂબ જ નજીક, એક દિવસીય પ્રવાસ, પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે. આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે વિજયનગરનું પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.

પોળોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. પરંતુ અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય છે વર્ષાઋતુ. ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે જેને જોઇને આપનું મન મોહી લેશે, અને તમને અહીં રોકાવાનું મન થશે, જોકે આપ અહીં રોકાઇ નહીં શકો કારણ કે અહીં એવી કોઇ વ્યવસ્થા નથી.

પોળોના જંગલોને ખાસ કરીને વીડિયોગ્રાફી, શૂટિંગ, ફોટોગ્રાફી કે પછી પિકનીક તરીકે વધારે મહત્વ આપવામાં આવે છે. હરણાવ નદીના કાંઠે આવેલા અડાબીડ જંગલની વચ્ચે પ્રાચીન પોળોના મંદિરો આવેલા છે તેમજ અહીં આપને નગરના અવશેષો પણ જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ, ઇડર અને હિમ્મતનગરથી પ્રવાસીઓ અહીંના સ્થળની મુલાકાત લેતા થયા છે. જોકે આ વિસ્તાર હજી પ્રવાસન તરીકે પૂર્ણ રીતે વિકસાવાયો નથી.

આ જગ્યા મહારાણા પ્રતાપની વિચરણ ભૂમિ તરીકે પણ જાણીતી છે. અહીં જોવા માટે ચૌદમી-પંદરમી સદીના સોલંકીયુગનાં મંદિરો છે. અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ આવેલી છે.

વિજયનગર પાસે અંભાપુર નજીક આવેલું શરણેશ્વર મહાદેવનું મંદિર પણ પુરાણી ભવ્યતાનું ઉદાહરણ છે. ત્યારબાદ ત્યારબાદ અહીંથી થોડે દૂર આવેલું વીરેશ્વર મહાદેવ ના મંદિરનું પણ આગવું મહત્વ છે. અહીં ઉમરા ના વૃક્ષના મૂળમાંથી 'ગુપ્ત ગંગા' એટલે કે પાણીનો સ્ત્રોત વહે છે, જે સૌને પોતાની તરફ આકર્ષિત કરે છે.

કેવી રીતે આવશો અહીં:

અમદાવાદથી હિંમતનગર પ્રાંતીજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પસાઇટ સુધી પહોંચી શકાય છે.

અમદાવાદથી આ સ્થળ 110 કિમી અંતરે આવેલું છે, અમદાવાદથી અહીં આવતા 2થી અઢી કલાક જેટલો સમય થાય છે. અહી આપ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટમાં રોકાઇ શકો છો પરંતુ તેના માટે સાબરખાંઠા વનવિભાગમાં અરજી કરવી પડે છે.

વિજયનગર પોળોને જુઓ તસવીરોમાં...

વિજયનગર પોળો

પોળોના જંગલો

પોળોના જંગલો

પોળોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. પરંતુ અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય છે વર્ષાઋતુ. ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે જેને જોઇને આપનું મન મોહી લેશે, અને તમને અહીં રોકાવાનું મન થશે, જોકે આપ અહીં રોકાઇ નહીં શકો કારણ કે અહીં એવી કોઇ વ્યવસ્થા નથી.

વીડિયોગ્રાફી, શૂટિંગ, ફોટોગ્રાફી

વીડિયોગ્રાફી, શૂટિંગ, ફોટોગ્રાફી

પોળોના જંગલોને ખાસ કરીને વીડિયોગ્રાફી, શૂટિંગ, ફોટોગ્રાફી કે પછી પિકનીક તરીકે વધારે મહત્વ આપવામાં આવે છે. હરણાવ નદીના કાંઠે આવેલા અડાબીડ જંગલની વચ્ચે પ્રાચીન પોળોના મંદિરો આવેલા છે તેમજ અહીં આપને નગરના અવશેષો પણ જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ, ઇડર અને હિમ્મતનગરથી પ્રવાસીઓ અહીંના સ્થળની મુલાકાત લેતા થયા છે. જોકે આ વિસ્તાર હજી પ્રવાસન તરીકે પૂર્ણ રીતે વિકસાવાયો નથી.

મહારાણા પ્રતાપની વિચરણ ભૂમિ

મહારાણા પ્રતાપની વિચરણ ભૂમિ

આ જગ્યા મહારાણા પ્રતાપની વિચરણ ભૂમિ તરીકે પણ જાણીતી છે. અહીં જોવા માટે ચૌદમી-પંદરમી સદીના સોલંકીયુગનાં મંદિરો છે. અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ આવેલી છે.

વીરેશ્વર મહાદેવના મંદિર

વીરેશ્વર મહાદેવના મંદિર

વિજયનગર પાસે અંભાપુર નજીક આવેલું શરણેશ્વર મહાદેવનું મંદિર પણ પુરાણી ભવ્યતાનું ઉદાહરણ છે. ત્યારબાદ ત્યારબાદ અહીંથી થોડે દૂર આવેલું વીરેશ્વર મહાદેવ ના મંદિરનું પણ આગવું મહત્વ છે. અહીં ઉમરા ના વૃક્ષના મૂળમાંથી 'ગુપ્ત ગંગા' એટલે કે પાણીનો સ્ત્રોત વહે છે, જે સૌને પોતાની તરફ આકર્ષિત કરે છે.

કેવી રીતે આવશો અહીં:

કેવી રીતે આવશો અહીં:

અમદાવાદથી હિંમતનગર પ્રાંતીજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પસાઇટ સુધી પહોંચી શકાય છે.

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટ

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટ

અમદાવાદથી આ સ્થળ 110 કિમી અંતરે આવેલું છે, અમદાવાદથી અહીં આવતા 2થી અઢી કલાક જેટલો સમય થાય છે. અહી આપ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટમાં રોકાઇ શકો છો પરંતુ તેના માટે સાબરખાંઠા વનવિભાગમાં અરજી કરવી પડે છે.

અમદાવાદ, ઇડર અને હિમ્મતનગરથી નજીક

અમદાવાદ, ઇડર અને હિમ્મતનગરથી નજીક

છેલ્લા ઘણા સમયથી અમદાવાદ, ઇડર અને હિમ્મતનગરથી પ્રવાસીઓ અહીંના સ્થળની મુલાકાત લેતા થયા છે. જોકે આ વિસ્તાર હજી પ્રવાસન તરીકે પૂર્ણ રીતે વિકસાવાયો નથી.

ભારતના સ્વર્ગના એ નજારા, જે તમે ભાગ્યે જ જોયા હશે!

વધુ જાણવા માટે અહીં ક્લિક કરો...વધુ જાણવા માટે અહીં ક્લિક કરો...

English summary
Must visit once Gujarat's Vijaynagar polo forest. It is peaceful place for nature lover.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X