For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીવનમાં એકવાર તો ગુજરાતના આ ધાર્મિક સ્થળોએ જવું જ જોઇએ

|
Google Oneindia Gujarati News

દેશમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. એમાં પણ ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનનો વ્‍યાપ વધારે છે. સર્વધર્મો અને સંપ્રદાયને એકબીજા પ્રત્‍યે સદભાવના, પ્રેમભાવ, સહિષ્ણુતા અને એકતા તેના મુખ્‍ય કારણો છે. ગુજરાતમાં હિન્‍દુ, જૈન અને બૌદ્ધ ધર્મ મુખ્‍ય છે. મુસ્‍લીમ, ખ્રિસ્‍તી, પારસી, સિંધી ઉપરાંત અન્‍ય ઘણા ધર્મો અને સંપ્રદાય પ્રત્‍યે શ્રદ્ધા ધરાવતો મોટો વર્ગ આખા ગુજરાતમાં વસે છે.

ઇતિહાસના પાનાં તપાસીએ તો પૌરાણિક સમયથી ગુજરાત મંદીરોની ભૂમિ હોવાનું મળી આવે છે. બાર જ્યોર્તિલિંગોમાંનું સૌ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદીર ગુજરાતમાં આવેલું છે. ભગવાન શીવજીનું શાશ્વત અનાદી સ્‍વરૂપ સોમનાથ મંદીર ૨૦મી સદીના અંતમાં નિર્માણ પામ્‍યું. પૌરાણિક કથા અનુસાર મહાભારતના સમયમાં સોમેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત હતું. ભગવાન સોમનાથ દિવ્‍ય અનુભૂતિ આપતાં દરેક યુગમાં જુદા જુદા નામોથી પ્રચલિત હતાં. સતયુગમાં ભૈરેશ્વર, ત્રેતાયુગમાં સર્વનિકેશ્વર અને દ્વાપરયુગમાં શ્રીગલતેશ્વરના નામથી પ્રચલિત હતાં.

પર્વતોના શિખરે બિરાજમાન આરાસુરના મા અંબાજી, પાવાગઢમાં મા કાલિકા, જૈનોના તીર્થકર સ્‍વામી મહાવીર પાલિતાણામાં શિખરો તળેટી, કંદરાઓમાં ઐતિહાસિક અને ધાર્મિક સ્‍વરૂપો શોભાયમાન છે. ગુજરાતમાં પાલિતાણા જૈન ધર્મનું મુખ્‍ય સ્થાનક છે. કુલ ૮૬૩ જેટલાં નાના-નાના દેરાસરોથી સમગ્ર પાલિતાણા જૈન યાત્રાળુઓ માટે આસ્થાનું સ્‍થળ છે. આરસપહાણના પત્‍થરોને કલાત્‍મક રીતે કંડારી સ્‍થાપત્‍યના બેનમૂન સ્‍થાપ્ત્યો પાલિતાણામાં જોવા મળે છે.

ગુજરાતના ધાર્મિક સ્થળો પોતાનામાં આગવું મહત્વ ધરાવે છે, જ્યાની મુલાકાત લેવા માટે પ્રવાસીઓ દેશ-દુનિયાથી આવી પહોંચે છે. આપે પણ જીવનમાં એકવાર તો ગુજરાતના આ ધાર્મિક સ્થળોની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ.

ગુજરાતના મહત્વના મંદિરો આ પ્રમાણે છે, જેનો વૈભવ જુઓ તસવીરોમાં....

ગિરનારનું મંદીર

ગિરનારનું મંદીર

ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાય છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. વધુ જાણવા માટે ક્લિક કરો....

અંબાજી મંદીર

અંબાજી મંદીર

અંબાજી પ્રાચીન ભારતનું સૌથી પૌરાણિક અને પવિત્ર તીર્થ સ્થળ છે. એ શક્તિની દેવી સતીને સમર્પિત બાવન શક્તિપીઠોમાનું એક છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત ગબ્બર પર્વતો પર અંબાજી માતા સ્થાપિત છે. અંબાજીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરે છે, ખાસ કરીને ભાદ્રપદ પૂર્ણિમા અને દિવાળી પર. આ સ્થળ અરવલ્લી પર્વતોના ગાઢ જંગલોથી ઘેરાયેલુ છે. આ સ્થળ પ્રવાસીઓ માટે પ્રાકૃતિક સુંદરતા અને આધ્યત્મનો સંગમ છે. વધુ જાણવા માટે ક્લિક કરો....

પાલિતાણાના મંદીરો

પાલિતાણાના મંદીરો

પાલીતાણા ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર શહેરની નૈઋત્યમાં 5૦ કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. આ એક રજવાડું હતું. પાલિતાણા જૈનોનું શાશ્વત તિર્થ છે. જ્યાં આદિનાથ ભગવાન બિરાજમાન છે. ભાવનગર જિલ્લામાંથી પસાર થતી શેત્રુન્જી નદીના કિનારે આવેલું હોવાથી શત્રુન્જય તિર્થ પણ કહેવાય છે. વધુ જાણવા માટે ક્લિક કરો....

ડાકોર મંદીર

ડાકોર મંદીર

મધ્ય ગુજરાતના ખેડા જિલ્‍લામાં આવેલા ડાકોર ખાતે ભગવાનશ્રી રણછેડરાયજીનું ભવ્‍ય અને ઐતિહાસિક મંદિર આવેલું છે. ભગવાન કૃષ્‍ણ દ્વારકા છોડીને અહીં આવવાની પણ પૌરાણીક વાતો છે. તે પ્રમાણે શ્રી કૃષ્‍ણ ભગવાનના ભક્ત ભોલાનાથ દર રાત્રિએ કૃષ્‍ણની પૂજા કરવા માટે જતા હતા. આ વાતની કૃષ્‍ણ ભગવાનને જાણ થતાં તેમણે પોતાના ભક્તને કહ્યું કે હવે તારે ચાલીને દ્વારકા સુધી આવવાની જરૂર નથી. હું ડાકોરમાં જ રહીશ. તેને કારણે કૃષ્‍ણ દ્વારકા છોડીને ડાકોર આવ્‍યા હોવાની પણ માન્યતા છે. વધુ જાણવા માટે ક્લિક કરો....

સોમનાથ મંદીર

સોમનાથ મંદીર

ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે. ભગવાન શીવજીના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માચરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. વધુ જાણવા માટે ક્લિક કરો....

દ્વારકા

દ્વારકા

દ્વારકા શહેરને સંસ્કૃતમાં દ્વારાવતી કહેવામાં આવે છે, તથા આ ભારતના સાત પ્રાચીન શહેરોમાંનું એક છે. આ શહેર ભગવાન કૃષ્ણનું ઘર હતું. આપણા ધર્મ ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે માત્ર આજ એક સ્થાન એવું છે જે ચારેય ધામ તથા સપ્ત પુરીના નામથી ઓળખાય છે. અત્રે નોંધનીય છે કે શબ્દ દ્વારકા 'દ્વાર' શબ્દથી ઉતરી આવ્યો છે જેનો સંસ્કૃતમાં અર્થ થાય છે દરવાજો તથા આ શબ્દનું મહત્વ બ્રહ્મા માટે દરવાજાથી થાય છે. વધુ જાણવા માટે ક્લિક કરો....

બેટ દ્વારકા

બેટ દ્વારકા

દ્વારકા બાદ સૌથી પવિત્ર યાત્રાધામ બેટ-દ્વારકાનો આવે છે. આ એક નાનકડો ટાપુ છે. ઓખા બંદર બન્યા પહેલા આ ટાપુ પરથી તમામ વહાણોનું આવાગમન થતું હતું. આ ટાપુને પહેલા બેટ શંખોધર તરીકે પણ ઓળખાતો હતો. બેટ-દ્વારકા યાત્રા માટેનું એક ઉત્તમ સ્થળ છે. આ ટાપુ પર જવા માટે નાવડીનો સહારો લેવો પડે છે. ટાપુ પર કૃષ્ણનું 500 વર્ષ જૂનું પવિત્ર મંદિર આવેલું છે, તેમજ અન્ય મંદિરો પણ અહીં આવેલા છે. વધુ જાણવા માટે ક્લિક કરો....

સૂર્ય મંદીર

સૂર્ય મંદીર

રોજિંદા તણાવભરી લાઇફમાંથી શાંતિ અને સુકૂનભર્યા જીવનનો અનુભવ કરવા માગતા હોવ તો પહોંચી જાવ ગુજરાતના ઐતિહાસિક સૂર્યમંદિરમાં. મિત્રો અત્રે કોઇ ધૂપ-ધૂમાળા અને ઢોલ-નગારા નથી. આ મંદિરમાં આહલાદક શાંતિ છે. ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરથી આશરે ૩5 કિલોમીટર દૂર દક્ષિણ દિશામાં આવેલા એક ગામ મોઢેરા ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્યમંદિર સંકૂલ આવેવું છે. વધુ જાણવા માટે ક્લિક કરો....

પાવાગઢ મંદીર

પાવાગઢ મંદીર

પાવાગઢ, ચાંપાનેર પાસે સ્થિત એક પર્વત છે અને એ એક એવો પર્વત છે, જેના પર પ્રસિદ્ધ મહાકાળી મંદિર આવેલું છે. મહાકાળી મંદિર અહીં ચાંપાનેર પર મહમ્મદ બેગડાના કબજા પહેલાથી હયાત હતું. જેણે આ શહેરને મજબૂત અને પ્રસિદ્ધ બનાવ્યું છે. ચાંપાનેરના પતન બાદ પણ મંદિર એ જ રીતે મજબૂત છે. પૂર્વ કાળમાં પણ લોકો આ પાવન મંદિરના દર્શન કરવા આવતા હતા અને આજે પણ તેઓ એ રીતે આવે છે. વધુ જાણવા માટે ક્લિક કરો....

અક્ષરધામ મંદીર

અક્ષરધામ મંદીર

ગાંધીનગર સ્‍થિત ‘અક્ષરધામ' ગુજરાતના હિન્‍દુ મંદિરોમાંનું સૌથી વિશાળ મંદિર છે. ‘અક્ષરધામ'માં કળા, સ્‍થાપત્‍ય, શિક્ષણ પ્રદર્શન અને સંશોધનકાર્ય જેવી પ્રવૃત્તિઓ એક છત નીચે જોવા મળે છે. ગાંધીનગર જિલ્‍લામાં ૨૩ એકર જમીનમાં ફેલાયેલા આધ્‍યાત્‍મિક સંકુલ ગુલાબી પથ્‍થરોમાંથી નિર્માણ પામેલું છે. ૧૦૮ ફુટની ઊંચાઇ અને ૬૦૦૦ ટન પથ્‍થરો તેના નિર્માણ કાર્યમાં વપરાયેલા છે. વાસ્‍તુશાસ્‍ત્રના ઉચ્‍ચતમ ધોરણોની જાળવણી સાથે આધુનિક હિન્‍દુત્‍વના સિમાચિહ્ન સ્‍વરૂપ ‘અક્ષરધામ'ના નિર્માણમાં લોખંડનો ઉપયોગ નહિવત્ કરાયેલો છે.

ગુજરાતનું હોરર બીચ છે ડૂમસ બીચ

ગુજરાતનું હોરર બીચ છે ડૂમસ બીચ

ગુજરાતના આ બીચને સાંજ ઢળતા જ કેમ ખાલી કરાવી દેવામાં આવે છે! વધુ જાણવા માટે અહીં ક્લિક કરો....

English summary
Must visit this religious place of Gujarat before you die.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X