For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરવા માટે બેસ્ટ છે કન્નુરનું આ હિલ સ્ટેશન, એકવાર તો જવું જ જોઈએ

ફરવા માટે બેસ્ટ છે કન્નુરનું આ હિલ સ્ટેશન, એકવાર તો જવું જ જોઈએ

|
Google Oneindia Gujarati News

આ શિયાળામાં તમે ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો કેરળનું કન્નુર તમારા માટે બેસ્ટ સ્થળ છે, જેની ખુબસુરતી જોઈને તમે પણ મન મોહી બેસશો. કન્નુરને સિટી ઑફ લૂમ એન્ડ લોર પણ કહેવાય ચે. પ્રાકૃતિક દ્રષ્ટિથી અલગ કન્નુર ઐતિહાસિક અને સાંસ્કૃતિક રૂપે પણ એક સમૃદ્ધ સ્થળ છે જ્યાં મોટી સંખ્યમાં પર્યટકો વેકેશન માણવા માટે આવતા હોય છે.

ફરવા માટે બેસ્ટ છે આ હિલ સ્ટેશન

ફરવા માટે બેસ્ટ છે આ હિલ સ્ટેશન

ઈતિહાસ પર નજર નાખીએ તો માલુમ પડે છે કે 12 સદી દરમિયાન આ એક મહત્વપૂર્ણ વ્યાપારિક કેન્દ્ર રહ્યું હતું, જેના ઈરાન અને અરબ દેશો સાથે સારા સંબંધો હતા. 1887 સુધી તે બ્રિટિશ મિલિટ્રી હેડક્વાર્ટર બની રહ્યું. પર્યટનના હિસાબે કન્નૂરને ખાસ માનવામાં આવે છે. જ્યાં હરવા-ફરવા માટે કેટલાંય શાનદાર સ્થળ છે. આજે અમે તમને કન્નૂરના સુંદર પર્યટન આકર્ષણોમાનું એક પૈથલમાલા હિલ સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તસવીરોમાં જુઓ અહિંની સુંદરતા.

પૈથલમાલા

પૈથલમાલા

પૈથલમાલા કેરળના કન્નુર સ્થિત એક હિલ સ્ટેશન છે, જે કન્નુર મુખ્ય શહેરથી લગભગ 65 કિમીના અંતરે આવેલું છે. આ પહાડી સ્થળ કેરળ-કર્ણાટક સીમા પર સમુદ્ર તટથી 4500 ફીટની ઉંચાઈ પર વસેલું છે. રોમાંચક સફર માટે આ બેસ્ટ સ્થળ છે, જ્યાં તમે તમારા મિત્રો સાથે પ્રવાસનો આનંદ લઈ શકો છો. પહાડીની ચોટી સુધી પહોંચવા માટે મુસાફરોએ 6 કિમીનું ટ્રેકિંગ પૂરું કરવાનું હોય છે. એકવાર પહોંચ્યા બાદ તમે આજુબાજુના પ્રાકૃતિક દ્રશ્યોનો આનંદ ઉઠાવી શકો છો. દૂર-દૂર સુધી પથરાયેલી પહાડી હરિયાળી આ હિલ સ્ટેશનની સુંદરતામાં સાત સણગાર લગાવે છે. પૈથમાલ કન્નૂરની સૌથી ઉંચી ચોટી છે, જે પશ્ચિમી ઘાટનો ભાગ છે. અહિં 500 એકરના ક્ષેત્રમાં ગાઢ જંગલમાં પહાડીઓ પથરાયેલી છે. પ્રકૃતિ પ્રેમીથી લઈને એડવેન્ચરના શોખીનો માટે અહિં ઘણુંબધું આવેલું છે. આ પર્વતીય સ્થળ વિવિધ વનસ્પતિઓ અને જીવ જંતુઓનું ઘર પણ છે.

ક્યારે પ્રવાસ કરવો

ક્યારે પ્રવાસ કરવો

પૈથમાલા હિલ સ્ટેશનનો પ્રવાસ કોઈપણ મહિનામાં કરી શકાય છે. અહિંનું વાતાવરણ આખું વર્ષ ખુશનુમા રહે છે. પરંતુ જૂનથી લઈને ઓક્ટોબર અને જાન્યુઆરીથી લઈને એપ્રિલ દરમિયાન મોટાભાગના ટ્રેકર્સ આવવાનું પસંદ કરતા હોય છે. ચોમાસા બાદ અહિંની સુંદરતા જોવા લાયક હોય છે. આ દરમિયાન અહિં તમે તમારા આનંદ અને રોમાંચને બેગણા કરી શકો છો.

આટલી વસ્તુનો આનંદ ઉઠાવી શકો

આટલી વસ્તુનો આનંદ ઉઠાવી શકો

પ્રાકૃતિક સુંદરતાનો આનંદ ઉઠાવવાની સાથોસાથ તમે અહીં કેટલાય પ્રકારની રોમાંચક ગતિવિધિઓનો પણ આનંદ ઉઠાવી શકો છો. અહીં તમે માઉટેન ટ્રેકિંગ અને હાઈકિંગ કરી શકો છો. ગાઢ જંગલોની વચ્ચેથી પહાડીની ટોચ સુધીની સફર તમારા રોમાંચમાં વધારો કરશે. ઉપર પહોંચ્યા બાદ આજુબાજુના પહાડી દ્રશ્યોનો આનંદ ઉઠાવી શકો છો. જો ફોટોગ્રાફીનો શોખ હોય તો આ સ્થળ તમારા માટે બેસ્ટ છે.

પૈથમાલા કેવી રીતે પહોંચવું

પૈથમાલા કેવી રીતે પહોંચવું

સ્વિત્ઝરલેન્ડથી પણ સુંદર છે નૈનીતાલનું આ હિલ સ્ટેશન સ્વિત્ઝરલેન્ડથી પણ સુંદર છે નૈનીતાલનું આ હિલ સ્ટેશન

English summary
paithamala hill station on kannur is best for vacationing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X