રોમાન્સ અને હનીમૂનની નગરમાં ઘણું છે માણવા માટે

Posted By:
Subscribe to Oneindia News

શું તમે ક્યારેય ઉટી ગયા છો? જો તમે ઉગતા સૂર્યને પ્રેમ કરો છો, જો તમે ઇચ્છો છો કે હવા તમારા કાનમાં કંઇ કહે, જો તમને લાગે છે કે, વૃક્ષ, નદી, ઝરણા અને હરિયાળી વગર જીવનમાં કંઇ નથી, તો ઉટીમાં તમારું સ્વાગત છે. જી હાં, બરાબર સાંભળ્યુ તમે. ઉટીએ સમસ્ત પ્રાકૃતિક સુખોને પોતાની અંદર સમેટીને રાખ્યા છે. ઉટી નીલગિરીના સુંદર પર્વતોમાં સ્થિત એક સુંદર શહરે છે, જ્યાં દર વર્ષે લાખો પ્રવાસી પોતાની આંખોને ઠંડક આપવા માટે આવે છે.

મનમોહક દ્રશ્યો ઉપરાંત ઉટી પોતાનામાં ઘણું બધુ સાચવીને બેસેલું છે. જો તમે એડવેન્ચરના શોખીન છો તો ઉટી તમને ઘણુ બધુ આપી શકું છું. તો ચાલો તસવીરો થકી જાણીએ કે તમારી રજાને યાદગાર બનાવવા માટે ઉટીમાં શું છે.

માઉન્ટેન બાઇકિંગ

માઉન્ટેન બાઇકિંગ

તાજેતરમાં ઉટીમાં એક માઉન્ટેન બાઇકિંગ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં જઇને તમે પ્રાકૃતિક નજારાનો આનંદ માણતા બાઇકિંગ કરી શકો છો. અહીંના ઉબડ ખાબડ રસ્તાઓ પર જનારી માઉન્ટેન બાઇકિંગ હંમેશા યાદ રહેશે.

એંગ્લિંગ

એંગ્લિંગ

ઉટી એ લોકો માટે સારું સ્થળ છે, જ્યાં એકાંતમાં બેસીને કોઇ રોમેન્ટિક નોવેલ વાંચતા માછલી પકડવાના શોખીન છે. જ્યારે તમે ઉટી જાઓ તો ત્યાં આવેલા પૈકરા ઝીલ અને અવલાંચેમાં એંગ્લિંગ કરવાનું ના ભૂલો.

ટ્રેકિંગ

ટ્રેકિંગ

ઉટીમાં ટ્રેકિંગની એક અલગ જ મજા છે. અહીં ટ્રેકિંગ ટ્રેલ ઉત્તર ભારતની અપેક્ષાએ ઘણા સહેલા છે.

હૈંગ ગ્લાઇડિંગ

હૈંગ ગ્લાઇડિંગ

હૈંગ ગ્લાઇડિંગનો સમાવેશ એડવેન્ચરના સૌથી મોંઘા અને મુશ્કેલ ખેલોમાં થાય છે. નોંધનીય છે કે, ઉટીમાં તમિળનાડુ પ્રવાસન વિભાગ દ્વારા હૈંગ ગ્લાઇડિંગના પ્રશિક્ષણ માટે ટ્રેનિંગ કોર્સનું આયોજન કરવામાં આવે છે.

બોટિંગ

બોટિંગ

બોટિંગ વગર ઉટીની તમારી ટ્રીપ અધુરી રહી જશે. બોટિંગ ઉટીનું એક લોકપ્રિય આકર્ષણ છે. અમારો દાવો છેકે અહીં બોટિંગ દરમિયાન પ્રકૃતિ તમને પહેલા કરતા વધારે સુંદર અને મનમોહક લાગશે.

English summary
Have you ever been to Ooty? If you love nature and wish to get pampered by the freshness of the morning breeze and the vibrant colours of the sunset, Ooty is the place where you should be! Apart from the sightseeing options here, this picturesque town offers a lot to adventure lovers too. Make the most of it during your next trip to Ooty.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.