For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વીકએન્ડમાં સુરત નજીક આવેલા આ સ્થળોની મુલાકાત લો

સુરત, આ શહેરની ગણના થાય છે વિશ્વના ઝડપથી વિક્સતા શહેરોમાં. સુરતને બેસ્ટ સિટીનું સન્માન પણ મળી ચૂક્યુ છે. ગુજરાતનું આ શહેર આખા વિશ્વના નક્શા પર મહત્વનું સ્થાન ધરાવે છે.

|
Google Oneindia Gujarati News

સુરત, આ શહેરની ગણના થાય છે વિશ્વના ઝડપથી વિક્સતા શહેરોમાં. સુરતને બેસ્ટ સિટીનું સન્માન પણ મળી ચૂક્યુ છે. ગુજરાતનું આ શહેર આખા વિશ્વના નક્શા પર મહત્વનું સ્થાન ધરાવે છે. ઔદ્યોગિક રીતે સમૃદ્ધ આ શહેરની જીવનશૈલી બીજા શહેરો કરતા જુદી છે. ઈતિહાસ કહે છે કે આ શહેર એક ગોપી નામના બ્રાહ્મણે વસાવ્યું હતું, અને શરૂઆતમાં તે સૂરજપુર કે સૂર્યપુર તરીકે ઓળખાતું. 12થી 15મી સદી વચ્ચે આ શહેરમાં મુસ્લિમોએ ખૂબ લૂંટફાટ મચાવી હતી.

આ પણ વાંચો: શું છે તિરુપતિ બાલાજી મંદિરના ગુપ્ત રસોડાનું રહસ્ય

મનાય છે કે 1512 અને 1530ની વચ્ચે પોર્ટુગલના સામ્રાજ્યએ સુરતને નેસ્તનામૂદ કરવાની ભરપૂર કોશિશ કરી. 1514માં પોર્ટુગલના એક મુસાફર ડુઆર્ટ બારબોસાએ આ શહેરની ઓળખ એક બંદર તરીકે કરી. 1517માં સુરત મુગલોના કબજામાં હતું. બાદમાં 1800ના ગાળામાં અંગ્રેજોએ સુરત પર કબજો જમાવ્યો. આ છે સુરતનો સંક્ષિપ્ત ઈતિહાસ.

આ પણ વાંચો: અહીં વિભિષણે ભગવાન ગણેશ પર કર્યો હતો પ્રહાર, દેખાય છે ઈજાનું નિશાન

સુરત શહેર પ્રવાસન માટે પણ જાણીતું છે. સુરતની નજીક હિલસ્ટેશન, ટ્રેકિંગ સ્પોર્ટ્સ, અભયારમ્ય વગેરે ઘણા વિસ્તારો છે, જેની મુલાકાત લઈ શકાય. નજીક આવેલા આ સ્થળો વીક એન્ડ પર આનંદ માણવા માટે બેસ્ટ છે. આ લેખ દ્વારા જાણો વીક એન્ડમાં સુરતના કયા કયા સ્થળની મુલાકાત લઈ શકાય છે.

જવ્હાર

જવ્હાર

અંતર 218 કિલોમીટર

વીકએન્ડમાં તમે સુરતથી 218 કિમી દૂર આવેલ જવ્હારની મુલાકત લઈ શકો છો. જવ્હાર મહારાષ્ટ્રના થાણેમાં આવેલું નાનકડું હિલસ્ટેશન છે, જે કુદરતી સોંદર્ય અને મનમોહક વાતાવરણ માટે જાણીતું છે. દૂર સુધી ગાઢ જંગલો અને પહાડીઓ તેનું સોંદર્ય વધારે છે. હંમેશા વીકએન્ડમાં અહીં મુસાફરોની ભીડ જામે છે. પહાડો, શિલાઓ, ઝરણા અને વનસ્પતિ આ જગ્યાને ખાસ બનાવે છે.

કુદરતી આકર્ષણની સાથે સાથે તમે અહીંની સંસ્કૃતિ પણ નજીકથી જોઈ શકો છો. એક પ્રકૃતિ પ્રેમી માટે અહીં ખજાનો છે. એક શાનદાર વીકએન્ડ માટે તમે અહીં જઈ શકો છો.

દમણ

દમણ

PC- Raman Patel

અંતર - 121 કિલોમીટર

પહાડી સ્થળ ઉપરાંત જો તમે દરિયા કિનારે જવા ઈચ્છતા હો તો 121 કિમી દૂર દમણનો દરિયો હાજર છે. અરબ સાગર મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેચ આવેલું આ સ્થળ એક આદર્શ પ્રવાસન સ્થળ છે. તમે પરિવાર કે મિત્રો સાથે દમણ જઈ શકો છો. દમણ પોતાના સુંદર કિનારા અને કુદરતી દ્રશ્યો માટે જાણીતું છે.

સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે પણ દમણનું ખૂબ મહત્વ છે. એક માહિતી અનુસાર દમણનો ઈતિહાસ 2 હજાર વર્ષ કરતા પણ જૂનો છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં મુસાફરો આવે છે.

અજંટા-ઈલોરા

અજંટા-ઈલોરા

PC- Rsuessbr

અંતર - 373 કિલોમીટર

તમે સુરતથી 373 કિલોમીટર દૂર આવેલી અજંટા ઈલોરાની ગુફાની મુલાકાત લેવાનું પણ આયોજન કરી શકો છો. કંઈક અલગ અનુભવ માટે આ એક આદર્શ સ્થળ છે. અહીંની પ્રાચીન ગુફાઓ વિશ્વભરમાં જાણીતી છે, જેને માણવા માટે વિશ્વભરમાંથી મુસાફરો અહીં આવે છે. આ રોક કટ ગુફાઓ દ્વારા તમે પ્રારંભિક ભારતીય ચિત્રકલા અને મૂર્તિકલાને સમજી શકો છો.

ગુફાઓની દીવાલ પર બનેલી આકૃતિઓ મુસાફરોને આશ્ચર્યચકિત કરી દે છે. જો તમને ઈતિહાસમાં રસ છે, તો તમારે અહીં જરૂર જવું જોઈએ.

સાપુતારા

સાપુતારા

PC- ritesh169O

અંતર 160 કિલોમીટર

સુરતથી 160 કિલોમીટરની મુસાફરી કરીને તમે સાપુતારાની મુલાકાત લેવાનું પણ વિચારી શકો છો. પશ્ચિમી ઘાટની ટેકરીઓ પર વસેલું સાપુતારા એક સુંદર હિલ સ્ટેશન છે, જે પોતાના પહાડી આકર્ષણો અને મનમોહક આબોહવા માટે જાણીતું છે. ગાઢ જંગલો, લીલોતરી અને પહાડી ઝરણા આ સ્થળને ખાસ બનાવે છે. આ હિલ સ્ટેશન સમુદ્રની સપાટીથી 875 મીટર ઉંચાઈ પર આવેલું છે. કુદરતના ખોળે શાંતિથી સમય પસાર કરવા માટે સાપુતારા બેસ્ટ ઓપ્શન છે.

વિક્રમગઢ

વિક્રમગઢ

અંતર 199 કિલોમીટર

આ તમામ સ્થળો ઉપરાંત તમે સૂરતથી 199 કિલોમીટર દૂર આવેલા વિક્રમગઢની મુલાકાત લેવાનું પણ આયોજન કરી શકો છો. વિક્રમગઢ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલું સુંદર પર્યટન સ્થળ છે. અહીંની ટેકરીઓ, લીલી વનસ્પતિ અને શાંતિપૂર્ણ માહોલ પ્રવાસીઓને પ્રભાવિત કરે છે. વિક્રમગઢ મુખ્યત્વે પોતાની વરલી ચિત્રકલા અને તારપા નૃત્ય માટે જાણીતું છે. મુંબઈથી ત્રિકમગઢ 115 કિલોમીટર દૂર છે.

English summary
these places nearer to Surat can make your weekend enjoyable
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X