For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક લટાર દક્ષિણનું ઘરેણું ગણાતા યરકૌડમાં

|
Google Oneindia Gujarati News

યરકૌડ તમિળનાડુના શેવારોય પર્વતોમાં સ્થિત છે તથા પૂર્વીય ઘાટોમાં સ્થિત એક હિલ સ્ટેશન છે. આ 1515 મીટરની ઉંચાઇ પર સ્થિત છે તથા અહીંની પ્રાકૃતિક સુંદરતા અને ખુશનુમા હવામાન અનેક પ્રવાસીઓને પોતાના તરફ આકર્ષિત કરે છે. યરકૌડને ક્યારેક ગરીબ લોકોનું ઉટકમંડલમ પણ કહેવામાં આવે છે, કારણ કે પ્રસિદ્ધ હિલ સ્ટેશન ઉટીની તુલનામાં અહીં વસ્તુઓ ઘણી સસ્તી છે.

યરકૌડ સ્થાનિક તથા વિદેશી પ્રવાસીઓમાં તીવ્રતાથી લોકપ્રિય થઇ રહ્યું છે. યરકૌડ બે તમિળ શબ્દોને મળીને બન્યું છે. યેરી(તળાવ) અને કડૂ(જંગલ). યરકૌડ મુખ્ય રીતે કોફી, સંતરા, અમરુદ, એલચી અને કાળી મિર્ચ માટે જાણીતું છે. આ સ્થળનો સમાવેશ દક્ષિણ ભારતના અનેક લોકપ્રિય હિલ સ્ટેશનમાં થાય છે. યરકૌડ તમિળનાડુના સાલેમ જિલ્લામાં આવેલું છે. જે ચેન્નાઇથી 360 અને બેંગ્લોરથી 228 કિ.મી દૂર છે.

યરકૌડ હિલ

યરકૌડ હિલ

યરકૌડ સમુદ્રથી 4700 ફૂટની ઉંચાઇ પર છે. યરકૌડ હિલ પર જોવાલાયક સ્થળમાં સેર્વારયણ મંદિર છે.

કેવી રીતે પડ્યું નામ

કેવી રીતે પડ્યું નામ

આ હિલની સુંદરતામાં વધારે કરે છે ત્યાનું સુંદર તળાવ અને જંગલ વિસ્તાર. જેના કારણે આ હિલનુ નામ યરકૌડ પડ્યું છે. આ સ્થળ સાલેમ સાથે નેશનલ હાઇવે 28 થકી જોડાયેલું છે.

શ્રેષ્ઠ વાતાવરણ

શ્રેષ્ઠ વાતાવરણ

યરકૌડનું વાતાવરણ ઘણું જ સારું હોય છે. અહીંનુ વાતવારણ ક્યારેય 29 ડિગ્રીથી ઉપર અને 13 ડિગ્રીથી નીચે જતું નથી. લીંબુ-સંતરા સહિતના ફળો માટે અહીંની ધરતી ઉત્તમ છે.

મનોહર સ્થળો

મનોહર સ્થળો

અહીં વિપુલ પ્રમાણમાં મનોહર સ્થળો આવેલા છે, જે દરેક પ્રકૃતિ પ્રેમીઓને યરકૌડ સુધી ખેંચી લાવે છે. અહીંની એક મુલાકાત યાદગાર અનુભવ સાબિત થઇ શકે છે.

પુરાતત્વવિદો માટે રસપ્રદ સ્થળ

પુરાતત્વવિદો માટે રસપ્રદ સ્થળ

સેર્વારાયણ હિલ્સમાં યરકૌડ લેક પાસે અનેક રસપ્રદ બાબતો મળી આવે છે. ખાસ કરીને યરકૌડ પુરાતત્વવિદો અથવા ઇતિહાસમાં રસ દાખવનારા માટે રસપ્રદ સ્થળ છે.

સ્થળની શોધ

સ્થળની શોધ

યરકૌડના પ્રાચીન ઇતિહાસ અંગે કોઇ વધુ જાણકારી નથી, એવું માનવામાંઆવે છે કે તેલુગુ રાજાઓના શાસનકાળમાં યરકૌડ પહેલું ઉપનિવેશ બન્યુ. બ્રિટિશ શાસનકાળમાં વર્ષ 1842માં સર થોમસ મુરોએ દ્વારા યરકૌડની શોધ કરવામાં આવી, જે એ સમયે મદ્રાસ પ્રેસીડેન્સીના ગવર્નર હતા.

આકર્ષક સ્થળો

આકર્ષક સ્થળો

યરકૌડના પ્રવાસન સ્થળોમાં બિગ લેક, બિયર્સ કેવ, લેડીઝ સીટ, જેન્ટ્સ સીટ અને ચિલ્ડ્રન્સ સીટ, આર્થર્સ સીટ, અણ્ણા પાર્ક, બોટેનિકલ ગાર્ડન સહિતના સ્થળો છે.

ઉત્તમ સમય

ઉત્તમ સમય

યરકૌડની યાત્રા કરવા માટે ઓક્ટોબરથી જૂનનો સમય ઉત્તમ હોય છે તથા ચોમાસાના સમયમાં અહીંની યાત્રા ના કરવી જોઇએ.

English summary
The arrival of summer makes us want to retreat to a quiet and cool hill. Given that children have their vacations during that time, a relaxing trip is quite becoming of any family. The nature spread on hills make it a perfect summer destination.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X