For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવતા વર્ષે સસ્તું મળશે સરસવનું તેલ, જાણો કેમ

આવતા વર્ષે સસ્તું મળશે સરસવનું તેલ, જાણો કેમ

|
Google Oneindia Gujarati News

જો તમે પણ સરસવના તેલના ઊંચા ભાવને લઈ પરેશાન છોવ તો તમારા માટે રાહતભર્યા સમાચાર છે. આવતા વર્ષે એટલે કે 2022માં સરસવનું તેલ સસ્તું મળશે તેવું અનુમાન છે. એવું એટલા માટે કે આ વર્ષે રવી સિઝનમાં સરસવનું રેકોર્ડ ઉત્પાદન થનાર છે. ખાદ્ય તેલ ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા સેંટ્રલ ઓર્ગેનાઈઝેશન ફૉર ઑઈલ ઈન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ (COOIT)નું અનુમાન છે કે વર્ષ 2021-22ની રવી સિઝનમાં પાછલા વર્ષની સરખામણીએ 25 લાખ ટન વધુ સરસવ (રાય)નું ઉત્પાદન થશે.

સરસવનું ઉત્પાદન 110 લાખ ટન રહેશે

સરસવનું ઉત્પાદન 110 લાખ ટન રહેશે

સીઓઓઆઈટીવી મુજબ આ વર્ષે રવી સિઝન દરમિયાન દેશભરમાં સરસવનું 110 લાખ ટન જેટલું ઉત્પાદન રહેશે. વર્ષ 2020-21ના એગ્રીકલ્ચરલ વર્ષ (જુલાઈ-જૂન)માં 85 લાખ ટન સરસવનું ઉત્પાદન થયું હતું. સીઓઓઆઈટીના અધ્યક્ષ બાબૂલાલ ડાટાએ જણાવ્યું કે આ વર્ષે રાજસ્થાન સહિતના વિસ્તારોમાં સરસવનું વાવેતર વધુ થયું છે. એવામાં વર્ષ 2021-22 સિઝનમાં સરસવનું ઉત્પાદન 100-110 લાખ ટન સુધી પહોંચી શકે તેવું અનુમાન છે.

સરસવના વાવેતરમાં વધારો થયો

સરસવના વાવેતરમાં વધારો થયો

સરકારી આંકડાઓ મુજબ આ રવી સિઝનની વાત કરીએ તો 10 ડિસેમ્બર 2021 સુધી રેપસીડ અને સરસવના બિયારણ માટે કવરેજ ક્ષેત્ર 81.66 લાખ હેક્ટર હતું, જે પાછલા વર્ષે 65.97 લાખ હેક્ટર હતું. બાબૂલાલ ડાટાનું કહેવું છે કે ખેડૂતોને રવીની પાછલી સિઝનમાં સરસવના પાકના સારા ભાવ મળ્યા હતા. જેના પરિણામસ્વરૂપે આ સિઝનમાં તેમણે વધુ જમીન પર સરસવની વાવણી કરી છે. અત્યાર સુધી હવામાનની પરિસ્થિતિઓ પણ અનુકૂળ બનેલી છે.

સીઓઆઈઆઈટી શું છે

સીઓઆઈઆઈટી શું છે

વર્ષ 1952માં સ્થાપિત સીઓઆઈઆઈટી ભારતમાં વનસ્પતિ તેલ ક્ષેત્રના વિકાસમાં સક્રિય છે. જે રાષ્ટ્રીય સ્તરની એવી સર્વોચ્ચ સંસ્થા છે જે દેશમાં સંપૂર્ણ વનસ્પતિ તેલ ક્ષેત્રના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. જેના સભ્યોમાં રાજ્ય સ્તરીય સંગઠન, પ્રમુખ ઓઈલ ઉત્પાદક અને કારોબારી વગેરે સામેલ છે.

English summary
survey reveals that Mustard oil will be cheaper next year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X