ઈચ્છાપુર્તિ હેતુ કઈ રીતે કરશો માતા અંબાની આરાધના?

Posted By:
Subscribe to Oneindia News

માતા અંબાને ખુશ કરવી ઘણી સહેલી છે. બસ માતાની પુજા પ્રાકૃતિક હોવી જોઈએ નહિં કે કૃત્રિમ. તમને બધાને આ પ્રશ્ન જરૂર ઉઠશે કે આ તો વળી પુજા કેવી રીતે પ્રાકૃતિક કે કૃત્રિમ હોઈ શકે? તો જાણો આપણુ શરીર એ પ્રકૃતિની દેન છે અને ભૌતિક વસ્તુઓ એ કૃત્રિમ છે.

Navratri 2016: જાણો કેવી રીતે શરૂઆત થઇ નવરાત્રીની?

2016 navratri mantra for maa durga

જ્યારે આપણે સાચા મન અને નિ:સ્વાર્થ ભાવથી માતાને ભજીએ ત્યારે તે પુજા પ્રાકૃતિક ગણાય. અને જ્યા કૃત્રિમ વસ્તુઓના માધ્યમથી માતાને પ્રસન્ન કરવાના પ્રયત્નો થાય તે કૃત્રિમ પુજા કહેવાય. આવો જાણીએ કઈ કઈ કામના હેતુ કેવા કેવા પ્રકારે આરાધના કરવાથી મનુષ્યની બધી ન ઈચ્છા પુરી થાય છે.

મંગળ કામના અને સંતાન પ્રાપ્તિ માટે-
सर्वमंगल मांगल्ये शिवे सर्वाथसाधिके।
शरण्ये र्त्यम्बके गौरी नारायणि नमोस्तुते।।
મંત્ર જાપની સંખ્યા-5,000, હવન સંખ્યા-1000, હવન સામગ્રી-દેશી ઘી, કમરકાકડી.

માનસિક ઉર્જા પ્રાપ્તિ માટે-
त्वं वैष्णवो शक्तिरनन्तवीर्या विश्वस्य बींज परमासि माया।
सम्मोहितं देवि समस्तमेतत् त्वं वै प्रसन्न भुवि मुक्ति हेतु।।
મંત્ર જાપની સંખ્યા-2,100, હવન સંખ્યા-101, હવન સામગ્રી-દેશી ઘી.

શુભ નોરતામાં વાહનની ખરીદી કરવી છે તો કરો આ ઉપાય

ઉત્તમ આરોગ્ય પ્રાપ્તિ માટે-
जयन्ती मंगली काली भद्रकाली कपालिनी।।
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते।।
મંત્ર જાપની સંખ્યા-2,100, હવન સંખ્યા-101, હવન સામગ્રી-દેશી ઘી, ચન્દન.

શત્રુઓ પર વિજય પ્રાપ્તિ માટે-
सर्वबाधाप्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी।
एवमेवा त्वया कार्यमस्मद्वैरी विनाशनम।।
મંત્ર જાપની સંખ્યા-5,000, હવન સંખ્યા-1000, હવન સામગ્રી-દેશી ઘી, કાળામરી.

આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારશરણી હેતુ-
सर्वस्वरूपे सर्वज्ञे सर्वशक्तिसमन्विते।
भयैभ्यस्त्राहि नो देवि दुर्गे देवि नमोस्तुते।।
મંત્ર જાપની સંખ્યા-5,000, હવન સંખ્યા-1000, હવન સામગ્રી-દેશી ઘી.

જીવનસાથીની પ્રાપ્તિ અને સુખી દાંપત્યજીવન હેતુ-
पत्नी मनोरमां देहि मनोवृत्तानुसारणीम्।
तरिणी दुर्गसंसार सागरस्य कुलोद्भवाम।।
મંત્ર જાપની સંખ્યા-2,100, હવન સંખ્યા-101, હવન સામગ્રી-દેશી ઘી.

અચાનક આવી પેડેલી વિપદાઓ હેતુ-
शरणागतदीनार्थपरित्राण परायणे।
सर्वस्तयार्तिहरे देवि नारायणि नमोस्तुते।।
મંત્ર જાપની સંખ્યા-2,100, હવન સંખ્યા-101, હવન સામગ્રી-દેશી ઘી.

English summary
Navratri 2016 starts from 1st October 2016. Here is some fruitful mantra for Durga Pooja.
Please Wait while comments are loading...