મનનો ભય દૂર કરવા માટે કરો આ ઉપાય!

Posted By:
Subscribe to Oneindia News

એવું જ કોઈ હશે જેને ડર ન લાગતો હોય. દરેક વ્યક્તિને ડર લાગતો હોય છે. જેમ કે પાણીનો, ઉંચાઈનો, કોઈને આગનો, કોઈને હથિયારનો, કોઈને અંધકારનો, કોઈને એકલા રહેવાનો, કોઈને સુનસાન રસ્તાઓનો અને કોઈને અદ્રશ્ય શક્તિઓ, નકારાત્મક ઉર્જાઓ, ભૂત-પ્રેત વગેરેનો. તુલસીદાસને પણ એક વખત સુનસાન રસ્તાઓ પર ડર લાગ્યો હતો તેને ભગાડવા માટે તેમણે હનુમાને યાદ કર્યા હતા અને તેમણે હનુમાન ચાલીસાના પાઠનું સર્જન કરી નાખ્યુ હતુ. આજે અમે તમને ડર ભગાડવા માટે કેટલાક આવા જ ઉપાયો જણાવિશું જેને શ્રધ્ધાથી કરવાથી તમે ડરથી મુક્ત થઈ જશો.

astrology
  • જો તમને હંમેશા કોઈ નકારાત્મક શક્તિનો ડર લાગતો હોય તો સવારે હનુમાનજીનું પૂજન કરી ''हं हनुमंते नमः'' ની ઓછામાં ઓછી એક માળાનો નિયમિત જાપ કરો.
  • જો તમે ભૂત-પ્રેતથી પરેશાન છો તો નિમ્ન ''हनुमन्नंजनी सुनो वायुपुत्र महाबलः। अकस्मादागतोत्पातं नाशयाशु नमोस्तुते। નો જાપ કરવાથી દરેક પ્રકારના ભૂત-પ્રેતથી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. 
  • જો તમે કોઈ પણ પ્રકારના ડરથી પરેશાન છો અને તેને કારણે તમે શાંતીથી કામ કરી શકતા નથી તો તમે 'ऊॅ हं हनुमते रूद्रात्मकाय हुं फट ની નિયમિત માળા જપો. આમ કરવાથી તમારી અંદરનો ડર દૂર થઈ જશે અને તમે દરેક કામોમાં સફળતા મેળવશો.
  • જો તમારુ બાળક શાળામાં પોતાની વાત કહેવાથી ડરતુ હોય કે પછી પરીક્ષાને લઈ ડરેલુ હોય તો તેને નિયમિત ऊ. नमो हनुमते रूद्रावतारय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा'' મંત્રની માળા કરવી જોઈએ. ધ્યાન રાખજો કે આ મંત્રનો જાપ બાળકની માતાએ કરવાનો છે ત્યારબાદ પાણીમાં ફૂંક મારી બાળકને સવાર-સાંજ પીવડાવવાનું છે.
  • જો તમે રાત્રે અચાનક ડરી જાવ છો, જેને કારણે તમારી ઉંઘ ઉડી જાય છે તો સુતા પહેલા હાથ-પગ ધોઈ હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને એક લોટામાં જળ ભરી રાખી દો. સવારે ઉઠી આ જળને ચક્કુ વડે કાપી આ જળ પી જાવ.
  • રાત્રે ડરનારા લોકો પોતાના તકિયામાં 19 શમીના પાન રાખી સુવાનું રાખે. આમ કરવાથી ડર ભાગી જાય છે. 15 દિવસ બાદ શમીના બીજા પાન તકિયા નીચે મુકો અને જૂના ફેંકી દો.
English summary
Do you fear a lot? Do You Scare a lot? Here is astrology Upay to remove Fear from your heart.
Please Wait while comments are loading...