For Quick Alerts
For Daily Alerts

સ્માર્ટ હોય છે 18 જૂનના રોજ જન્મેલા લોકો...
જો આજે આપના કોઇ ખાસ મિત્ર, અથવા સંબંધીનો જન્મદિવસ છે અને આપ તેને સરપ્રાઇઝ ગિફ્ટ આપવા માગો છો પરંતુ આપ તેના માટે શું ખરીદો તેની અવઢવમાં છો. કારણ કે આપ તેની પસંદ-નાપસંદથી વાકેફ નથી, તો આપ ચિંતા ના કરો. અમે આપની મુશ્કેલી દૂર કરી આપીશું. અમે આપને બતાવીશું કે 18 જૂનના રોજ જન્મેલા વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે અને તે કેવી ચીજવસ્તુઓમાં રસ દાખવે છે.
તો સાંભળો 18 જૂન એટલે કે 1+8=9 એટલે કે મૂળાંક 8 વાળા લોકો ખૂબ જ સ્માર્ટ હોય છે. માટે તેઓ ખૂબ જ અકડમાં પણ રહે છે. આ લોકો ખૂબ જ આકર્ષક, મસ્તીખોર, અને રોમેન્ટિક હોય છે. તેમના વગર કોઇને પણ સારુ નથી લાગતુ. પરંતુ લોકોને હાસ્ય આપનાર આ લોકો કોઇને પણ પોતાનું દુ:ખ વહેચતા નથી. તેઓ તીવ્ર બુદ્ધિના હોય છે પરંતુ સ્વાસ્થ્યથી થોડા નાજુક હોય છે.
તેમને મૌસમી અસર કંઇક વધારે જ થાય છે માટે તેમના ચાહનારા વિચારે છે કે તેઓ હંમેશા તેમની નજર સામે જ રહે. આજના દિવસે જન્મેલા લોકો માટે ગિફ્ટ ખરીદવા માટે વધારે વિચારવું નહીં પડે કારણ કે તેમને માત્ર પ્રેમથી જ જીતી શકાય છે.
19 જૂનના રોજ જન્મેલા વ્યક્તિઓમાં શું ખાસ વાત હોય છે તેના માટે રાહ જુઓ અને આ પેજને આપના મિત્રોની વચ્ચે શેર પણ કરી શકો છો.
Comments
English summary
Birthday Forecast born on June 18th June natives are very cute and smart.
Story first published: Wednesday, June 18, 2014, 12:36 [IST]