For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chaitra Navratri 2022: આ છે નવરાત્રિના 9 રંગ, કેમ થાય છે રંગો મુજબ મા દુર્ગાની પૂજા?

દિવસના રંગને ધ્યાનમાં રાખીને પરંપરાઓનુ પાલન કરવાથી સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. આવો, તમને જણાવીએ નવરાત્રિના નવ રંગોની પૂજાનુ મહત્વ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આદિશક્તિના પવિત્ર દિવસ એટલે કે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ આજે એટલે કે 2 એપ્રિલથી થઈ ગયોછે. આ દિવસથી હિંદુ નવવર્ષની પણ શરુઆત થાય છે. દેવીના આ નવ પવિત્ર દિવસ ખૂબ જ પાવન હોય છે. દેવીના નવ રૂપ ખૂબ જ સુંદર અને અલૌકિક છે અને તેની અલગ-અલગ રંગોથી પૂજા પણ કરવામાં આવે છે જેનુ પોતાનુ એક ખાસ મહત્વ હોય છે. એવુ માનવામાં આવે છે કે દિવસના રંગને ધ્યાનમાં રાખીને પરંપરાઓનુ પાલન કરવાથી સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. આવો, તમને જણાવીએ નવરાત્રિના નવ રંગોની પૂજાનુ મહત્વ.

maa
  • પહેલો દિવસ - પીળો રંગઃ નવરાત્રિનો પહેલા દિવસ મા શૈલપુત્રીનો છે. આ દિવસનો રંગ પીળો હોય છે. પીળો રંગ ખુશી અને ઉત્સાહનુ પ્રતીક છે.
  • બીજો દિવસ - લીલો રંગ - નવરાત્રિનો બીજો દિવસ દેવી બ્રહ્મચારિણીનો છે. આ દિવસનો રંગ લીલો હોય છે. તે સુખ, શાંતિ અને સમૃદ્ધિનુ પ્રતીક છે.
  • ત્રીજો દિવસ - ગ્રે રંગ - નવરાત્રિનો ત્રીજો દિવસ ચંદ્રઘંટાનો છે. આ દિવસનો રંગ ગ્રે છે. તે બુરાઈને નષ્ટ કરનારો રંગ છે.
  • ચોથો દિવસ - નારંગી રંગ - નવરાત્રિનો ચોથો દિવસ કુષ્માંડાનો છે. આ દિવસનો રંગ નારંગી છે. આ ખુશી અને સકારાત્મકતાનો રંગ છે.
  • પાંચમો દિવસ - સફેદ રંગ - નવરાત્રિનો 5મો દિવસ સ્કંદમાતાનો છે. માતાને સફેદ રંગ પસંદ છે. આ રંગ શાંતિનો માનક છે.
  • છઠ્ઠો દિવસ - લાલ રંગ - નવરાત્રિનો છઠ્ઠો દિવસ કાત્યાયનીનો છે. માના આ રુપને લાલ રંગ પસંદ છે. લાલ રંગ ભવ્યતા અને વીરતાનુ માનક છે.
  • સાતમો દિવસ - રૉયલ વાદળી રંગ - નવરાત્રિનો 7મો દિવસ મા કાલરાત્રિનો છે. રૉયલ બ્લ્યુ રંગ તેમને પ્રિય છે, એ નીડરતા અને વીરતા બતાવે છે.
  • આઠમો દિવસ - ગુલાબી રંગ - નવરાત્રિનો 8મો દિવસ મહાગૌરીને સમર્પિત છે. માને ગુલાબી રંગ પસંદ છે કે જે પ્રેમ અને ખુશીનુ માનક છે.
  • નવમો દિવસ - જાંબલી રંગ - નવરાત્રિનો 9મો દિવસ દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાનો હોય છે. માનો જાંબલી રંગ પસંદ છે કે જે ખુશી, શક્તિ અને વીરતાનો માનક છે.

નવરાત્રિનો પર્વ પ્રેમ, ઉલ્લાસ, શક્તિ અને તપનો પ્રતીક છે. આ તહેવાર દરમિયાન લોકો માત્ર માતાને જ રંગબેરંગી નથી સજાવતા પરંતુ ખુદ પણ રંગબેરંગી કપડાંથી સજે છે. તે પોતાના ઘરને સાફકરે છે અને સજાવે છે અને પૂજા-પાઠ કરે છે.

આ મંત્રોથી કરો મા દુર્ગાને પ્રસન્ન

  • सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके।शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोऽस्तुते।।
  • ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी।
  • दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।
  • या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता,नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
  • या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता,नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
  • या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता,नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
  • या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता,नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
  • या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता,नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
  • या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता,नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
English summary
Chaitra Navratri 2022 starts today. Know the significance of 9 colours of Navratri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X