For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Choti Diwali 2021: જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ, મંત્ર અને નરક ચતુર્દશીનુ મહત્વ

5 દિવસીય દીપોના પર્વનો બીજો દિવસ નાની દિવાળી અથવા નરક ચતુર્દશી અથવા કાળી ચૌદશ કહેવાય છે. જાણો તેનુ મહત્વ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 5 દિવસીય દીપોના પર્વનો બીજો દિવસ નાની દિવાળી અથવા નરક ચતુર્દશી અથવા કાળી ચૌદશ કહેવાય છે. આ દિવસે લોકો પોત-પોતાના ઘરોમાં સાફ-સફાઈ કરે છે અને મેઈન ડોર એટલે કે મુખ્ય દ્વાર પર યમ દીપક એટલે કે તેલના દીવા પ્રગટાવે છે. અમુક પુરાણો મુજબ નરક ચતુર્દશીને પ્રભુ હનુમાનનો જન્મદિવસ માનવામાં આવે છે. માટે આજના દિવસે બજરંગબલીની પણ પૂજા કરવામાં આવે છે. આજના દિવસે મંદિરોમાં હનુમાનજીનો વિશેષ શ્રૃંગાર થાય છે અને લોકો ભજન-કીર્તન કરે છે.

નાની દિવાળીનુ શુભ મુહૂર્ત

નાની દિવાળીનુ શુભ મુહૂર્ત

  • અનુષ્ઠાન કરવા માટે શુભ સમય સવારે 05.40 વાગ્યાથી 06.03 વાગ્યા સુધી છે.
  • હનુમાન જયંતિની પૂજા સવારે 9 વાગીને 02 મિનિટ બાદ આખો દિવસ કરી શકે છે.
  • યમ દીપક પ્રગટાવવા માટે શુભ સમય સાંજે 6 વાગ્યાથી લઈને રાતે 8 વાગ્યા સુધી.
નાની દિવાળી પૂજા વિધિ

નાની દિવાળી પૂજા વિધિ

નરક ચતુર્દશી પર ભક્તો ભગવાન કૃષ્ણ, મા કાળી, યમ અને પ્રભુ હનુમાનને પ્રાર્થના કરે છે કે તે પોતાના પાછલા પાપોની આત્માને શુદ્ધ કરવામાં મદદ કરે જેથી આવનારા જીવનમાં તે નરકમાં જવાથી બચે.
અમુક સ્થળોએ નરકાસુરના પૂતળાનુ દહન પણ કરવામાં આવે છે.
ભારતના વિવિધ ભાગોમાં વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે અનુષ્ઠાન અલગ-અલગ છે.

શું છે દિવાળીનો અર્થ?

શું છે દિવાળીનો અર્થ?

દિવાળી દીવાઓનો પર્વ છે. દિવાળી સંસ્કૃતના બે શબ્દોથી મળીને બને છે. આ બે શબ્દો છે દીપ અને આવલી. દીપનો અર્થ છે દીપક-દીવો અને આવલીનો અર્થ છે શ્રૃંખલા માટે દિવાળી પર લોકો દીવાઓને ખૂબ પ્રગટાવે છે. દિવાળી રોશની અને જ્ઞાનનો તહેવાર છે. કહેવાય છે કે દીપક દ્વારા માનવીએ પોતાની અંદર બધી નેગેટીવ વસ્તુઓને ખતમ કરી દેવી જોઈએ અને પોતાની અંદર જ્ઞાનનો પ્રકાશ વિદ્યમાન કરવો જોઈએ.

નરક ચતુર્દશી પર આ મંત્રોથી કરો બજરંગબલીને પ્રસન્ન

નરક ચતુર્દશી પર આ મંત્રોથી કરો બજરંગબલીને પ્રસન્ન

  • हनुमान बीज मंत्र: ॐ ऐं भ्रीम हनुमते, श्री राम दूताय नम:.
  • मनोजवं मारुतुल्यवेगं जितेंद्रियं बुद्धिमतां वरिष्ठम्. वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये..
  • अतुलित बलधामं, हेमशैलाभदेहमं. दनुजवनकृशानुं, ज्ञानिनामग्रगण्यम्.
  • सकलगुण निधानं, वानराणामधीशम्. रघुपतिप्रिय भक्तं वातजातम् नमामि..
  • ओम नमो हनुमते रुद्रावतराय वज्रदेहाय वज्रनखाय वज्रसुखाय वज्ररोम्णे वज्रनेत्राय वज्रदंताय वज्रकराय वज्रभक्ताय रामदूताय स्वाहा.
  • ओम नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसहांरणाय सर्वरोगाय सर्ववशीकरणाय रामदूताय स्वाहा.
  • हनुमान अष्टदशाक्षर मंत्र: 'नमो भगवते आन्जनेयाये महाबलाये स्वाहा.

English summary
Choti Diwali today, here is Shubh Muhurat, Puja Vidhi, Mantra, Significance of Naraka Chaturdashi or Choti Diwali.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X