22 જાન્યુઆરી 2018 : આજનુ રાશિફળ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતી વનઇન્ડિયા તરફથી તમામ વાંચકોને સુપ્રભાત. આજનો તમારો આ દિવસ શુભ રહે. અમારા આ જ્યોતિષ સેક્શનમાં અમે તમને રોજ તમારા દૈનિક રાશિફળની વિગતવાર માહિતી આપીશું. તો જો તમે પણ જાણવા માંગતા હોવ, કે જ્યોતિષ મુજબ આજનો તમારો દિવસ કેવો જશે તો વાંચો તમારું રાશિફળ અહીં. આ સેક્શનમાં અમે તમામ 12 રાશિઓના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. જેથી કરીને તમે તમારા અને તમારા પરિવારજનો આજનો દિવસ કેવી રીતે પસાર કરી શકે તે અંગે જાણી શકો. તમામ રાશિઓનું રાશિફળ એક પછી એક વાંચો અહીં...

મેષ

મેષ

કાર્યસ્થળે પરિવર્તનની શક્યતા છે. તમારી યોજનાઓ ફળીભૂત થવાની છે. તમારે થોડુ કુસંગતિથી બચીને રહેવું પડશે. જો તમે ખોટી સોબતમાં આવી ગયા તો સમજી લેજો કે તમે ખૂબ મોટી મુશ્કેલીમાં આવી શકો છો.

વૃષભ

વૃષભ

આજે યાત્રાના સંકેતો જાણાઈ રહ્યા છે. તમારા ખર્ચા વધી શકે છે અને તમારું બજેટ ખોરવાઈ શકે છે. કોર્ટ-કચેરીના ચક્કર લગાવવાના આવી શકે છે. હિંમતથી કામ લેજો. ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહિં.

મિથુન

મિથુન

વાહન અને મશીનરીનું કામ આજે વધુ કરવાનું આવશે. ચિંતા અને તાણમાં તમારો દિવસ વિતશે. આજે વિવાદ કરવામાં પડશો નહિં અને જો કોઈની સાથે લડવાનું થાય તો ઝગડો કરવાથી બચજો, નુકશાન તમને જ થઈ શકે છે.

કર્ક

કર્ક

પ્રેમ પ્રસંગોમાં અનુકૂળતા રહેશે અને જીવનસાથીની મદદ મેળવી શકશો. કોર્ટ-કચેરીના કામોમાં તમને લાભ થશે. કોઈ કામમાં ઉતાવળા થવું નહિં. ઉતાવળે ખોટા નિર્ણયો લેવાઈ શકે છે.

સિંહ

સિંહ

મકાન-જમીન કે અન્ય કોઈ મિલકત દ્વારા તમને લાભ થઈ શકે છે. આજે દુશ્મનોને પરાસ્ત કરી શકશો. વેપાર કરનારા જાતકો માટે દિવસ સારો છે. નવા કરારો કરી સારી આવક મેળવી શકશો.

કન્યા

કન્યા

આજે કોઈ આનંદના ઉત્સવમાં ભાગ લેશો. રચનાત્મક કામોમાં ભાગીદારી આપશો. ધન-પ્રાપ્તિના સાધનો મળશે, જેથી ખુશ થશો. દિવસ દરમિયાન પ્રફુલ્લિત રહેશો. આરોગ્યનો ભરપૂર સાથ મળી રહેશે.

તુલા

તુલા

આજના દિવસે દોડ-ધામ વધુ રહેશે. જૂના રોગો ફરી માથુ ઉંચકી શકે છે. વિવાદાત્મક સ્થિતિથી આજે દૂર રહેજો. વેપાર તમારો ઠીક ચાલશે. આજે તમે તમારા ઈષ્ટ મિત્રથી જરાય દૂર ન થાવ તેવી શક્યતા છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

માન-પ્રતિષ્ઠા વધશે. સામાજીક પ્રસંગોમાં અનેક લોકોને મળવાનું થશે. આજે ભંડારા કે કોઈ ધાર્મિક કામમાં ભાગ લેશો. કોઈ ગરીબ કન્યાના લગ્નમાં યોગદાન આપશો. આજે તમે ખૂબ પ્રસન્ન રહેશો.

ધન

ધન

તમે કેટલાક વખતથી જેને જાણો છો, એ આજે તમને વધુ રસપ્રદ લાગશે. તમને એ વ્યક્તિને વધુ જાણવાની ઇચ્છા થશે. આ વિચાર સારો છે, તતમે જેટલા વધુ નજીક જશો એટલી જ વધુ સામ્યતા અનુભવશો. આજે થોડા મૂડી રહેશો. જરા શાંતિથી બેસીને શું કરવું છે એ અંગે વિચાર કરો, પછી આગળ વધો.

મકર

મકર

આજે તમને વિવિધ લોકો તરફથી ભેટ અને ઉપહારો મળી શકે છે, જેને લઈ તમે ખુશ રહેશો. બેરોજગારી દૂર થશે. યાત્રા, રોકાણ અને નોકરી વેગેર માટે આજે દિવસ અનુકૂળ છે. ઘર કે બહારથી તમને કોઈ ચિંતા હેરાન કરી શકે છે.

કુંભ

કુંભ

ધનનું નુકશાન થવાની શક્યતા છે. મન મુજબ કામ ન થવાને કારણે તમે થોડા હેરાન થશો, ચિંતા સતાવ્યા કરશે. જો કે તમારા કામમાં ઉતાવળ કરશો નહિં, તમારા કામ બગડી શકે છે.

મીન

મીન

રોકાયેલું નાણું આજે છૂટું થશે. નોકરી કરનારા જાતકોને પ્રમોશનની શક્યતા છે. યાત્રા, રોકાણ અને નોકરીમાં અનુકૂળતા રહેશે. વિવેકથી કામ લેવું અને જો પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો તો આ પ્રવાસ તમારા માટે સારો રહેશે.

English summary
Read daily horoscope, astrology and predictions in Gujarati. Get the your predictions for today.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.