For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ક્યારેય મંદિરમાંથી તમારા જૂતા-ચંપલ ચોરી થયા છે, તેમાં છે આ સંકેત

કેટલાક લોકો રોજ તો કેટલાક અઠવાડિયામાં મહિનામાં એકાદ વાર તો કેટલાક લોકો માત્ર ખાસ દિવસોએ ભગવાનના દર્શન કરવા આશીર્વાદ લેવા મંદિર જાય છે.

|
Google Oneindia Gujarati News

કેટલાક લોકો રોજ તો કેટલાક અઠવાડિયામાં મહિનામાં એકાદ વાર તો કેટલાક લોકો માત્ર ખાસ દિવસોએ ભગવાનના દર્શન કરવા આશીર્વાદ લેવા મંદિર જાય છે. આ જગ્યાઓએ ઘણીવાર શ્રદ્ધાળુઓના જૂતા ચોરી થવાની ઘટના સામે આવતી હોય છે. ક્યારેક તમારી સાથે પણ આવી ઘટના બની હશે.

મંદિર જ નહીં અન્ય ધાર્મિક સ્થળોએ પણ તમારી સાથે એવું બની શકે છે. આ પણ એક કારણ છે કે મંદિરોમાં જૂતા ચંપલ સાચવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. શું તમે જાણો છો કે જૂતા ચંપલ ચોરી થવા પાછળ કોઈ સંકેત હોય છે. મંદિરમાંથી જૂતા સંપચ ચોરી થવા સાથે પ્રાચીન માન્યતાઓ જોડાયેલી છે, અને ખાસ વાત એ છે કે તેમાં તમારે ખુશ થવું જોઈએ.

આ પણ વાંચો: જાણો શા માટે ચાંદીને સૌથી પવિત્ર ધાતુ ગણવામાં આવે છે

શુભ માનવામાં આવે છે આ ઘટના

શુભ માનવામાં આવે છે આ ઘટના

જો તમારી કોઈ વસ્તુ ચોરી થાય તો મન દુખી થઈ જાય છે, અને કોઈ વસ્તુ ચોરી થવી ખોટી વાત પણ છે. પરંતુ એક જૂની માન્યતા છે કે જૂતા ચંપલ ચોરી થવા શુભ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પરંતુ માન્યતા છે કે મંદિરમાંથી જૂતા ચંપલ ચોરી થાય એ સારી વાત છે.

શું કહે છે માન્યતા

શું કહે છે માન્યતા

જો આ ઘટના શનિવારના દિવસે બને તો તે સારી વાત છે, તેનાથી શનિ દોષમાં રાહત મળે છે. જે લોકો આ માન્યતા વિશે જાણે છે તેઓ ક્યારેક પોતાની જાતે જ દાન તરીકે મંદિર બહાર પોતાના જૂતા મૂકીને આવતા રહે છે. એવી માન્યતા છે કે તેનાથી પુણ્ય વધે છે. તેની પાછળ કોઈ ખાસ કારણ વિશે તો માહિતી નથી પરંતુ જ્યોતિષમાં તેનો જવાબ છે. જે મુજબ માણસના પગમાં શનિનો વાસ હોય છે.

શું કહે છે જ્યોતિષ

શું કહે છે જ્યોતિષ

એ વાત તો બધા જ જાણે છે કે જ્યોતિષ શાસ્તરમાં શનિને ક્રૂર અને કઠોર ગ્રહ માનવામાં આવ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ પર શનિની ખરાબ દ્રષ્ટિ પડે તો તે જાતકને આકરી મહેનત કરાવે છે અને બદલામાં માત્ર નામનું ફળ આપે છે.

શનિના ખરાબ પ્રભાવ વિશે જો તમે જાણતા હશો તો તમને જાણ હશે કે જે લોકો પર સાડાસાતી ચાલતી હોય કે પછી જેની કુંડળીમાં શનિ શુભ સ્થાન પર ન હોય તો તેમને જીવનમાં ખૂબ મુશ્કેલી સહન કરવી પડે છે.

પગમાં શનિનો વાસ

પગમાં શનિનો વાસ

વ્યક્તિ પર ભલે શનિની ખરાબ અસર ન હોય પરંતુ તેમ છતાંય શનિ કોઈના કોઈ માધ્યમથી લોકો પર પોતાનો પ્રભાવ પાડે છે. અને તેનું એક માધ્યમ આપણા પગ છે. જ્યોતિષ શાસ્તરમાં એ વાત કહેવામાં આવી છે કે વ્યક્તિના તમામ અંગ જુદા જુદા ગ્રહથી પ્રભાવિત હોય છે.

આ કડીમાં શનિનો વાસ પગમાં માનવામાં આવ્યો છે. પગની ત્વચા સાથે જોડાયેલી વસ્તુઓથી પણ શનિ પ્રભાવિત થાય છે. એટલે જ એવું કહેવામાં આવે છે કે પગ અને ત્વચા સાથે જોડાયેલું દાન આપવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શુભ ફળ મળે છે અને પગ તેમજ ચામડીના રોગથી છૂટકારો મળે છે.

શનિવારે જૂતા ચપ્પલ ચોરી થવા

શનિવારે જૂતા ચપ્પલ ચોરી થવા

શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત મનાયો છે. જો કોઈ જાતક શનિના દુષ્પ્રભાવથી પરેશાન છે તો તેણે જૂતા ચપ્પલનું દાન કરવું જોઈએ. જો તમે શનિવારે દાન કરશો તો વધુ લાભ મળશે.

English summary
did your shoes stolen from temple its a good thing know why
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X