ધનતેરસ : રાશિઓ પ્રમાણે કરો ધનવંતરીની પૂજા

Posted By:
Subscribe to Oneindia News

ધનતેરસના દિવસે સ્વાસ્થ્યના દેવ ઘનવંતરીનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. પહેલુ સુખ તે જાતે નર્યા. એટલે કે સ્વસ્થ શરીર એ જ આપણો ખજાનો છે. ધન, દૌલત, મકાન, વાહન, કેરિયર બનાવવુ ઘણુ સરળ છે, પરંતુ આજની ફાસ્ટ-ફૂડ પર આધારિત જીવનશૈલીમાં શરીરને સ્વસ્થ રાખવુ ઘણું કસોટી ભર્યુ છે. પરિણામે ધનવંતરી દેવનુ પૂજન કરો અને મેળવો સ્વસ્થ સ્વાસ્થ્ય

મેષ

મેષ

આ રાશિના લોકોએ ધનવંતરી દેવના ચિત્રનુ વિધિવત પૂજન કરી ગોળ, ખારેકનો ભોગ લગાવો.

વૃષભ

વૃષભ

ખીરમાં ઈલાયચી અને મધ ભેળવી ધનવંતરી દેવની પૂજા કરવાથી અને ભોગ લગાવવાથી રોગો ખતમ થાય છે અને ધન-ધાન્યથી તમારુ ઘર હર્યુ-ભર્યુ રહે છે.

મિથુન

મિથુન

વરિયાળી, ગોરોચન અને મધ વડે ધનવંતરી દેવની પૂજા કરવાથી રોગોનુ નાશ થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.

કર્ક

કર્ક

સફેદ બોરેક્સ, ખડી સાકર અને બદામ વડે ધનવંતરીની પૂજા કરી ભોગ લગાવવાથી રોગો નાશ થાય છે.

સિંહ

સિંહ

ગુલાબ જળ, ગોળ અને બદામ વડે પૂજા કરો અને સ્વસ્થ સ્વાસ્થ્ય મેળવો.

કન્યા

કન્યા

પિપળામૂળ અને મધ ઉપરાંત સાકર વડે ધનવંતરીની પૂજા કરી ભોગ લગાડવાથી રોગોનો ખાતમો થાય છે.

તુલા

તુલા

ઈસબગુલ પાવડર, મધ અને દહીંનો ભોગ લગાવી ધનવંતરી દેવની પૂજા કરવાથી રોગોમાંથી મુક્તિ મળે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

લાલ ચંદન, ગુલાબનુ ફૂલ, ગોળ અને બદામનો ભોગ લગાડી ધનવંતરી દેવનુ પૂજન કરવાથી રોગોનો નાશ થાય છે.

ધનુર

ધનુર

દૂધ, હળદર, પીળુ ફુલ અને ગુંદરનો ભોગ લગાવી ધનવંતરી દેવની પૂજા કરવાથી રોગોનુ શમન થાય છે.

મકર

મકર

તલ, ગુંદર અને શીલાજીતનો ભોગ લગાવી ધનવંતરી દેવની પૂજા કરવાથી રોગોનો ખાતમો થાય છે.

કુંભ

કુંભ

લવિંગ, લોહ ભસ્મ અને તલનો ભોગ લગાવી ધનવંતરી દેવનુ પૂજન કરવાથી રોગો સમાપ્ત થાય છે.

મીન

મીન

કેસર, ચારોળી, સાકર અને મધનો ભોગ લગાવવાથી ધનવંતરી દેવની પૂજા-અર્ચના કરવી.
ઉપરોક્ત ઉપાય શ્રધ્ધા પૂર્વક કરવાથી અવશ્ય લાભ મળે છે. ધનવંતરી દેવની પૂજા કર્યા બાદ પ્રસાદ સ્વયં પણ ગ્રહણ કરવો.

English summary
Effect On Rashifal or Zodiac Sign
Please Wait while comments are loading...