તમારું ગુડ લક જાળવી રાખો, ક્યારેય કોઇને આ ભેટ ન આપશો

Posted By:
Subscribe to Oneindia News

આજના યુગમાં ગિફ્ટ કે ભેટનું આદાન-પ્રદાન જાણે એક ફેશન છે. નાનામાં નાનો પ્રસંગ કેમ ન હોય, એમાં ભેટ તો આપવી જ પડે ને! ભેટ આપવામાં કોઈ ખરાબી નથા, પરંતુ કોને, ક્યારે અને શું ભેટ આપવી કે કઇ ભેટ ન આપવી, તે જાણી લેવું ખૂબ જ જરૂરી છે. અહીં અમે તમને જે વસ્તુઓની સૂચિ આપવા જઇ રહ્યાં છે, જે વસ્તુ તમારે ભૂલથી પણ કોઇને ભેટમાં ન આપવી, નહિંતર તમારું સદભાગ્ય ધીરે-ધીરે દુર્ભાગ્યમાં બદલાઇ જશે.

good times

ઘડિયાળ

કોઈ પણ માંગલિક પ્રસંગમાં ભેટ આપવાની આવે તો પોતાની ઘડિયાળ કે નવી ઘડિયાળ કોઈ પણ ભોગે દાન કે ભેટમાં આપવી નહિં. નહિંતર તમારા ખરાબ સમયની શરૂઆત થઈ જશે. ઘડિયાળ એ સમયનું પ્રતિક છે, જ્યારે તમે પોતાનો કિંમતી સમય કોઈને આપી દો છો ત્યારે તમારી પાસે કશું જ બચતું નથી. પરિણામે ઘડિયાળને ક્યારેય ભેટમાં આપવી નહિં.

પોતાના વ્યવસાય સાથે જોડાયેલી વસ્તુ

તમે જે ક્ષેત્રમાં નોકરી કે વેપાર કરતા હોવ, તેની સાથે જોડાયેલી કોઈ વસ્તુ ક્યારેય કોઈને ભેટમાં આપવી નહિં. જેમકે, તમે લેખક હોવ તો પેન, નોટ, ચોપડી જેવી કોઈ વસ્તુ કોઈને આપશો નહિં. જો તમે કોમ્પ્યુટરના વેપારી હોવ તો કોઈ પણ ઈલેક્ટ્રોનિક વસ્તુ કોઈને આપશો નહિં, જો તમે ભૂલથી પણ પોતાના પ્રોફેશન સાથે જોડાયેલી વસ્તુ કોઈને ભેટમાં આપી, તો ધીમે ધીમે તમારા કારકીર્દિ અને વેપારમાં નુકશાન થવાની શરૂઆત થઈ જશે.

તમારા ઈષ્ટદેવની મૂર્તિ

આમ તો ક્યારેય ભગવાનની મૂર્તિ ભેટમાં આપવી ન જોઇએ. તેમ છતાં તમને જે ભગવાન પર વધુ આસ્થા હોય અથવા જે તમારા ઈષ્ટદેવ હોય, તેમની મૂર્તિ ભૂલથી પણ ક્યારેય કોઈને ભેટમાં ન આપવી, નહિંતર ઈશ્વરની કૃપા તમારા પરથી ઘટી જશે. કારણ કે તમે તમારા ઈશ્વર કોઈને આપી દીધા છે, પછી ઇચ્છવા છતાં પણ એમની કૃપા તમને નહી મળે.

રૂમાલ

કોઈનો જન્મદિવસ હોય, લગ્ન હોય, મુંડન હોય અથવા અન્ય કોઈ માંગલિક પ્રસંગ હોય; આ પ્રસંગોમાં ક્યારેય કોઈને રૂમાલ ભેટમાં આપશો નહિં, નહિંતર તમારી સકારાત્મક ઊર્જા સ્થળાંતરિત થઈ જશે અને તમારા સંબંધોમાં ખટાશ ઉત્પન્ન થશે.

ધારદાર વસ્તુઓ

કોઈ પણ શુભ પ્રસંગે ધારદાર વસ્તુ જેવી કે ચપ્પુ, તલવાર, કાતર, અસ્ત્રો, સેવિંગ મશીન વગેરે ભેટમાં આપવી નહિં, નહિંતર તમારા જીવનમાં આર્થિક મુશ્કેલી ઉભી થઈ શકે છે અને કુટુંબના લોકો રોગનો શિકાર બની શકે છે.

પાણી સાથે જોડાયેલી વસ્તુ

ભૂલથી પણ પાણી સીથે જોડાયેલી વસ્તુઓ ભેટમાં આપવી નહિં. જેમકે માછલી ઘર, પાણી વાળું શો પીસ, બોટલ, વોટર બોટલ, વોટર કુલર વગેરે. આ વસ્તુઓ ભેટમાં આપવાથી તમારા કે તમારા કુટુંબ પર આર્થિક મુશ્કેલી આવી શકે છે અથવા પૈસા આવશે પણ ટકશે નહિં.

English summary
We bring you a list of gift ideas that bear a combination of Vastu and astrological advise.
Please Wait while comments are loading...