For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા છે? જાણવા માટે કરી જુઓ ટેસ્ટ!

જ્યારે ઘરના સભ્યો અથવા પાળેલા જાનવર અસામાન્ય વ્યવહાર કરતા હોય, વિના કારણે પૈસા ખર્ચ થતા રહે, બાળકો ખોટા રસ્તે ચાલવા લાગે તો આ બધું સંકેત આપી રહ્યું છે કે તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાભરાઈ ગઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

શું તમને તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા નો અનુભવ થાય છે, કંઈક એવું કે જેને કારણે ઝગડા, નુકસાન, બિમારીઓ વગેરે ચાલ્યા જ કરતું હોય? તો તમારે ગ્લાસ ઓફ વોટર ટેસ્ટ કરીને જરૂર જાણવું જોઈએ કે, ક્યાંક તમારા ઘરમાં તો નકારાત્મક ઊર્જા નથી ને?

જ્યારે ઘરના સભ્યો અથવા પાળેલા જાનવર અસામાન્ય વ્યવહાર કરતા હોય, વિના કારણે પૈસા ખર્ચ થતા રહેતા હોય, બાળકો ખોટા રસ્તે ચાલવા લાગે કે તમારા ઝાડ વિના કારણે સુકાવા લાગે; તો આ બધાનો એક જ અર્થ છે કે તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા છે.

glass of water

મોટાભાગના લોકો આવી વાતથી ડરી જતા હોય છે અને ઉતાવળમાં આવી કેટલાક મોટા નિર્ણયો લઈ બેસે છે. જેમ કે, ઘર છોડી દેવું કે ફરીથી ઘર બનાવવું, પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્ર માં ઘરના ખૂણામાંથી નકારાત્મક ઊર્જા દૂર કરવાના અનેક ઉપાય જણાવેલા છે, જેનાથી અનેક મુશ્કેલીઓનું સમાધાન થઇ શકે છે.

નેગેટીવ વાઈબ્રેશન


તમારે પહેલા સમજી લેવું કે નકારાત્મક ઊર્જા ક્યારેય પણ તમારા વ્યકિતગત સ્થાન પર આક્રમણ કરી શકે છે. તે તમારી અને તમારા ઘરની આસપાસ નકારાત્મક ઘેરો તૈયાર કરી છે. હંમેશા ધ્યાન રાખવું, તમે જે આપો છો તે જ મેળવો છો.

નકારાત્મક ઊર્જાને ઓળખો


કેટલાક ખોટા નિર્ણયોને કારણે આપણને નુકશાન થતું હોય છે. જેમકે, ખોટું રોકાણ, બાળકોનું ખોટી સંગતમાં પડી જવું અથવા સાથીની લાગણીઓની કદર ન કરવી. આ બધું ટાળવા માટે પહેલાં તમારે નકારાત્મક ઊર્જાને શોધીને ઘરમાંથી બહાર કાઢવી જરૂરી છે. નકારાત્મક ઊર્જીનું સૌથી મોટું લક્ષણ એ જ છે કે, તે સૌથી પહેલાં તમારા ઘરની અંદર રહેલી સકારાત્મક ઊર્જાને ખતમ કરે છે.

glass of water

ગ્લાસ ઓફ વોટર ટેસ્ટ


માત્ર એક ગ્લાસ વોટર ટેસ્ટથી તમે જાણી શકો છો કે વાસ્તવમાં તમારી આસપાસ કોઈ નકારાત્મક ઊર્જા છે કે નહિં? એક વાર પાકું થઈ જાય કે ખરેખર ઘરમાં નકારાત્મક ઊર્જા છે, તો તેને દૂર કરવાના ઉપાય કરી શકાય. અહીં અમે તમને કેટલાક ઉપાયો જણાવીશું કે જેનાથી તમને નકારાત્મક ઊર્જા શોધી કાઢવામાં મદદ મળી રહે.

કઇ રીતે કરશો આ ટેસ્ટ?


આ માટે તમે એક પારદર્શી ગ્લાસ લો, જે ક્યાંયથી પણ તૂટેલો ન હોવો જોઈએ, તેના પર કોઈ નિશાન ન હોવું જોઈએ અને કોઈ ફિંગરપ્રિન્ટ પણ ન હોવી જોઈએ. આ ક્રિયા દરમિયાન ગ્લવ્સ પહેરી રાખવા, જેનાથી તમારા ફિંગર પ્રિન્ટ તેના પર પડે નહિં. હવે ગ્લાસમાં 1/3 ભાગને દરિયાઈ મીઠાથી ભરી દો. માત્ર દરિયાઈ મીઠાનો ઉપયોય કરવો સાદા મીઠાનો નહિં. ગ્લાસમાં 2/3 ભાગ સફેદ સરકો ભરો. ધ્યાન રાખજો કે આ વસ્તુઓને એકબીજામાં મિક્સ કરવી નહિં. હવે ગ્લાસમાં બચેલા ત્રીજા ભાગમાં ચોખ્ખુ પાણી ભરો. ગ્લાસના પદાર્થોને મિક્સ કરવા નહિં. નકારાત્મક ઊર્જાની શંકા હોય તે સ્થાને આ ગ્લાસ મૂકવો.
આ ગ્લાસ એ સ્થાને લઈ જાવ જ્યાં તમને સૌથી વધારે નકારાત્મક ઊર્જાનો અનુભવ થતો હોય. હવે આ સ્થાન શોધ્યા બાદ એવી જગ્યા શોધો જ્યાં તમે આ ગ્લાસને સરળતાથી છુપાવી શકો. આ તમામ ક્રિયા દિવસ દરમિયાન કરવી. ગ્લાસને સંતાડી દેવો. એવા કોઈ સ્થાને ન મૂકવું કે જ્યાંથી તેને સરળતાથી જોઈ શકાય. જેમ કે પથારીના પાસે, બાળકોના સ્ટડી ટેબલ પાસે કે ડાઈનિંગ ટેબલ જેવી જગ્યાઓ પર ન મૂકવો.


ગ્લાસ કે પાણીના રંગરૂપમાં પરિવર્તન


આ ગ્લાસને 24 કલાક સુધી હાથ લગાવવું નહિં. તેને બાળકોની પહોંચથી દૂર રાખવું. 24 કલાક બાદ ગ્લાસની તપાસ કરો. જો પાણી અને પદાર્થ સાફ દેખાય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ જો ગ્લાસમાં પાણી ધુંધળું અને સામાન્ય લીલા રંગનું થઈ ગયું હોય તો ઘરના અન્ય ખૂણામાં પણ આ પ્રકિયાનું પુનરાવર્તન કરવું.

પરિવર્તન પર ધ્યાન આપો
જો તમને આ પ્રકારના પરિવર્તનો જણાય તો તમારા ઘરને રિ-એનર્જાઈઝ કરવાની જરૂર છે. આ માટે તમે વાસ્તુશાસ્ત્ર કે ફેંગશુઈની મદદ લઈ શકો છો. જેની મદદથી તમે તમારા ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરી સકારાત્મક ઊર્જા ભરી શકો.

English summary
A simple glass of water could now help you to determine if there’s actually any negative energy around you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X